________________
000000000000000000000000000000
દેરાવાસી-મૂર્તિપૂજક સંપ્રદાય
સમગ્ર ભારતભર અને વિદેશોમાં પણ આ સંપ્રદાયનાં દેરાસરો આવેલાં છે. ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા ભગવાનના પ્રતીમાજીને દેરાસર જિનમંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. તેમનો ભક્તિમાર્ગ વિશિષ્ટ છે. શ્રાવકો દેરાસરમાં દરરોજ અષ્ટપ્રકારી પૂજા કરે છે. ભગવાનની મૂર્તિને વંદના કરી સ્તુતિ કરે છે.
સ્નાત્રપૂજા, પંચકલ્યાણી પૂજા, વાસ્તુપૂજા, વેદનીય કર્મ (નિવારણ) પૂજા, અંતરાય કર્મ (નિવારણ) પૂજા, ૧૦૮ અભિષેક, ૧૭ ભેદી પૂજા, સિદ્ધચક્ર (યંત્ર) પૂજા, અર્હમ્ પૂજન, અષ્ટાફ્રિકા મહોત્સવ વગેરે પ્રસંગોપાત પૂજાવિધિ કરવામાં આવે છે.
જિનાલયોમાં ભગવાનના પ્રતિમાજીની પ્રાણપ્રતિષ્ઠા સમયે આચાર્ય ભગવંત દ્વારા અંજન (આંખમાં આંજવું) શલાકા (સળી), એટલે વિવિધ પવિત્ર પદાર્થોના અંજન કરવાની પાવન વિધિ કરવામાં આવે છે.
જૈન ધર્મમાં બતાવેલ બધાં વ્રત, જપ, તપ તો શ્રાવકો કરે છે. ૪૫ દિવસનું સાધુજીવન જેવું ઉપધાન તપ એ વિશિષ્ટતા છે. રાત્રે દેરાસરો-જિનમંદિરોમાં ભગવાનની (પ્રતિમાજી) મૂર્તિને વિશિષ્ટ શણગાર કરવામાં આવે છે, તેને આંગ કહે છે અને ભાવપૂર્વક સમૂહમાં સંગીતનાં વાજિંત્રો સાથે ભક્તિગીતોનું ગાન, પ્રભુસ્તવના કરવામાં આવે તેને ભાવના કહે છે.
પર્યુષણ પર્વમાં દેરાસરોમાં કલ્પસૂત્રના સંદર્ભે મહાવીરજન્મવાંચનને દિવસે વિશિષ્ટ રીતે ૧૪ સ્વપ્નાં ઉતારી મહાવીર જન્મકલ્યાણક ઉજવવામાં આવે છે.
ભગવાનની મૂર્તિ સામે ખમાસણા આપી પદ બોલવા સાથે કરવામાં આવતા ચંદનને ચૈત્યવંદન કહે છે. અલગ અલગ મંદિરોની દર્શનાયાત્રાને ચૈત્યપરિપાટી કહે છે. સામાન્ય રીતે તે પર્વના દિવસોમાં કરવામા આવે છે.
તપગચ્છ, અચલગચ્છ, પાયગચ્છ (પાર્શ્વચંદ્ર), ખતરગચ્છ વગેરે સંપ્રદાયોનો સમાવેશ થાય છે.
સાધુજીઓમાં આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસ, ગણિ અને પ્રવર્તક જેવી
૨૧
000000000000000000000000000000
પદવીઓ પ્રદાન કરાય છે અને પ્રવર્તિનીની પદવી સાધ્વીજીઓને ખાસ આપી શકાય છે. સમ્મેતશિખર, શત્રુંજય (પાલિતાણા), ગિરનાર, પાવાપુરી, ચંપાપુરી, ક્ષત્રિયકુંડ, શંખેશ્વર, ભદ્રેશ્વર, નાગેશ્વર, કેસરિયાજી, મહુડી વગેરે તીર્થસ્થળો છે. રાણકપુર અને આબુ-દેલવડાના દેરાં જૈન શિલ્પસ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના છે.
ચતુર્વિધ સંઘ, (છ’રી પાળતા સંઘ) સમૂહમાં તપ સહિત છ નિયમોના ભાવ સહિત પાલન કરતાં કરતાં પાદવિહાર દ્વારા પાલિતાણા (શત્રુંજય), સમ્મેતશિખર વગેરે જેવાં પવિત્ર તીર્થોની યાત્રા ખૂબ સુંદર રીતે કરે છે.
સ્થાવાસી સંપ્રદાય
વિક્રમના પંદરમા સૈકામાં લોંકાશાહ નામના એક શ્રાવકને લાગ્યું કે નિવૃત્તિપ્રધાન જૈન ધર્મ આહિંસા, સંયમ અને તપને પ્રધાનતા આપે છે. અનેકાંતવાદ, સાપેક્ષવાદ કે સ્યાદવાદ તેનો સિદ્ધાંત છે.
મૂર્તિપૂજામાં પ્રતિષ્ઠા મહોત્સવો ઠાઠમાઠથી થતા જોઈ તેમાં આત્મઆરાધનાની પ્રધાનતા ઓછી દેખાણી. આરંભ-સમારંભ અને આડંબરમાં તેને ચૈત્યવાદનો વિકાર લાગ્યો.
જૈનોના આગમનો કબજો સાધુ પાસે હતો. તે કહેતા, “શ્રાવકોથી શાસ્રો વંચાય નહીં.’ અને તેમાં એટલી બધી ધાક બેસાડેલી કે “જે વાંચે સૂત્ર તેના મરે પુત્ર' આવી બીકથી લોકો સૂત્રો વાંચતા ડરતા હતા, અને લોકોને એમ ઠસાવતા કે સૂત્રો વાંચવાનો અધિકાર ફક્ત સાધુઓનો છે. અને આવી કેટલીક વાતો અધિકારવાદની શૃંખલા જેવી લાગી, ઉપરાંત શ્રમણવર્ગની શિથિલતા જોઈ.
સુંદર અક્ષરને કારણે લોંકાશાહને જ્ઞાનજી નામના યતિશ્રીએ આગમોના પુનર્લેખનનું કાર્ય સોંપ્યું. આગમોનું પુનર્લેખન કરતાં કરતાં તેનું ચિંતન-મનન કરતાં લોંકાશાહને લાગ્યું કે ધર્મમાં વિકૃતિ પેસી છે. તેથી તેણે ધર્મક્રાંતિની મશાલ જગાવી અને લોકોને સત્યધર્મની સમજણ આપવા પ્રચંડ પુરુષાર્થ આદર્યો.
લોંકાશાહીની પ્રેરણાથી ૪૫ વ્યક્તિઓએ દીક્ષા લઈ ધર્મપ્રચારનું કાર્ય શરૂ કરી દીધું. પછી પાટણમાંથી ૧૫૨ દીક્ષા થઈ અને શિહોરી અર્હતવાડા વગેરે
૨૨