________________
છે. તેમાં બધા જ ધર્મો ભગવતી અહિંસામાં સમાયા છે. વીતરાગતા અહિંસાની જનની છે.
જૈન દર્શને પરિગ્રહ વિશે સૂક્ષ્મ નિરીક્ષણો કર્યા છે. પરિગ્રહ એ ગુન્હો ત્યારે જ બને છે જ્યારે તેમાં ક્રુર માલિકી ભાવ, આસક્તિ અને વિવેકહીન ભોગ અભિપ્રેત બને. અપરિગ્રહવ્રત શ્રદ્ધાપૂર્વક આચરણ પામે ત્યારે સમાજવાદના આદર્શની પ્રતિષ્ઠા થઈ શકે. સોનું રૂપ આદિ નવ પ્રકારના બાહ્ય અને ક્રોધ માનાદિ સોળ પ્રકારના આત્યંતર પરિગ્રહ છોડવા પર જૈનાચાર્યો ભાર આપે છે.
બીજાની વાત પણ સાચી હોઈ શકે, કોઈ પણ વિચાર કે અન્યના મતને દરેક બાજુએથી જોવો. જે માનવી પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય એ સુંદર વાત જૈન દર્શને અનેકાંતવાદ દ્વારા સમજાવી છે. માતા-પુત્ર, પતિ-પત્ની, સાસુ-વહુ, શેઠ-નોકર, બે પક્ષના કાર્યકર્તાઓ, પ્રજા-નેતા, સરકાર-પ્રજા, અમલદાર-પ્રજા, બે પ્રાંત કે બે રાષ્ટ્ર દરેક અભિપ્રાય અને ઘટનાને અનેકાંતથી જોશે તો મોટા ભાગના પ્રશ્નો ઉકલી જશે. જૈન ધર્મે અન્યના મત પ્રતિ ઉદાર અને સહિષ્ણુ થવાની વાત પરમત સહિષ્ણુતાના સિદ્ધાંત દ્વારા સમજાવી છે. અનેકાંતનું આચરણ વિશ્વશાંતિનો મૂલાધાર છે.
સિંબર સંપ્રદાય દિગંબર : દિશાઓ જ જેના વસ્ત્રો છે તે દિગંબર કહેવાય.
જૈન ધર્મના દિગંબર સંપ્રદામાં સાધુપણું અત્યંત કઠીન છે. બાહ્ય આચરણ તદ્દન નગ્નાવસ્થા, બને ત્યાં સુધી એકાંતવાસ, જંગલમાં વિચરવું-રહેવું, દિવસમાં એકવાર ઊભા ઊભા આહાર લેવો અને એક જ વાર પાણી પીવું, અંજલિ (હાથમાં) શોધન કર્યા બાદ આહાર લેવામાં પણ વિધિવિધાન મુજબ આહાર લે છે. કોઈ પાત્રનો ઉપયોગ ન કરે તેમ જ આહારદાન કરનાર શ્રાવકની પડગાહન (આહારદાન) વિધિની જાણકારીનો અભાવ હોય તો મુનિરાજને તે દિવસનો આહારત્યાગ (ઉપવાસ) થાય, તે પણ મૌનપણે. દીક્ષાના તબક્કાને એલક, ક્ષુલ્લક કહેવાય છે. દીક્ષિત સ્ત્રીને આજીકા (આર્યાજી) કહેવામાં આવે છે. તે ફક્ત એક સફેદ વસ્ત્ર જ ધારણ કરે શકે.
મોપ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન પ્રથમ પગથિયું છે. એક વાર સમ્યક્ત પ્રાપ્ત થયું હોય તેના ભવભ્રમણનો અંત નજીક આવે છે. મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે, એવા તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા ધરાવે છે.
દેવ-દર્શન-પૂજા-ભકિત-આરતી : આત્માની સાચી સમજણ કરવા સ્વાધ્યાય સત્સંગને મહત્ત્વ અપાય છે. તેમ છતાં નિત્ય જિનપ્રતિમા દર્શનજિનવાણીના, શ્રવણનો પણ મહિમા છે જ. દરરોજ પ્રાત:કાળે જિનેન્દ્ર ભગવાનનો શુદ્ધ જળથી અભિષેક કરવો. પ્રાશુક (હિંસા રહિત) અષ્ટ દ્રવ્ય જેવાં કે જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ અને ફળથી પૂજા કરવામાં આવે, જેમાં સમગ્ર તીર્થંકરો, સમસ્ત તીર્થક્ષેત્રો, આચાર્ય, ઉપાધ્યાય, મુનિરોજોનું ભાવપૂર્વક સ્મરણ કરીને તેમને અર્થ ચડાવવામાં આવે છે અને આરતી ઉતારવામાં આવે છે.
પૂજાવિધાન : દશલક્ષણ પર્યુષણ પર્વમાં દશલક્ષણ ધર્મમંડળ વિધાન કરવામાં આવે. વર્ષમાં ત્રણ વાર અાફ્રિકા દરમ્યાન પંચમેરૂ અને નંદીશ્વરધામની પૂજા કરવામાં આવે છે. બાકી અલગ અલગ પ્રસંગોમાં ચોંસઠ ઋદ્ધિમંડળ, પંચપરમેષ્ઠી વિધાન, પંચકલ્યાણક મંડળ, ઇન્દ્રધ્વજ વિધાન ઇત્યાદિ વિધાનો કરવામાં આવે છે. | તીર્થક્ષેત્ર : દિબંગર જૈનોના તીર્થક્ષેત્રોમાં સમેશિખર ઉપરાંત ચંપાપુરી, પાવાપુરી, ગિરનાર, કુંભોજગિરિ, ગજપથા, મૂળબિદ્રી, માંગીતૂગી, શ્રવણબેલગોડા ઇત્યાદિ ઘણાં સ્થળો છે.
દિવંગર સંપ્રદાયની વિશેષતા : ચાર ગતિમાંથી મોક્ષ ફક્ત મનુષ્ય ગતિમાં જ છે. મુનિદીક્ષા વગર મોક્ષ નથી અને સંપૂર્ણ દીક્ષા ક્કત પુરુષો જ લઈ શકે છે. ટૂંકામાં પુરુષો જ મોક્ષપ્રાપ્તિ માટે અધિકારી છે.
જૈન ધર્મના તત્ત્વજ્ઞાનનો ઊંડાણથી અભ્યાસ કરવા જયપુરમાં ટોડરમલ મારક ટ્રસ્ટ સંસ્થાના અન્વયે યુનિવર્સિટી માન્ય પાંચ વર્ષનો ડિગ્રી કોર્સ છે. તેમાં જૈન સિદ્ધાંતોનું જ્ઞાન મેળવી શકાય છે. આ સંસ્થા દ્વારા વિદ્વાન પંડિતો તૈયાર થાય છે. દિગંબર પંડિતો દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પ્રવચનો આપે છે.
દિગંબર જૈન મુનિઓ મુખ્યત : લૌકિક માર્ગ છોડી લોકોત્તર માર્ગે આત્માની અંતરદશા તરફ વળવા પ્રતિ ભાર આપે છે. માત્ર વસ્ત્ર ત્યાગ દ્વારા દિગંબરત્વ નહીં પરંતુ વૃત્તિઓ અને ઇચ્છાઓનો ત્યાગ તે જ સાચું દિગંબરત્વ છે.
૧૯