________________
ઉપયોગ કરવો નહીં. બહેનોએ એકાંતમાં સાધુજીને મળવું નહીં. રાત્રે શ્રાવિકાઓએ સાધુજીના સ્થાનકમાં અને પુરુષોએ સાધ્વીજીના સ્થાનકમાં જવું નહીં. ઓછામાં ઓછા બે સાધુજી અને ત્રણ સાધ્વીજીઓએ સાથે ચાતુર્માસ કરવું. ઉપાશ્રય, ધર્મસ્થાનક સિવાયના સ્થાનોમાં ચાતુર્માસ ન કરવા. શેષકાળમાં પણ શક્ય હોય ત્યાં સુધી ગૃહસ્થોના નિવાસસ્થાનોમાં સાધુ-સંતોના નિવાસ નિવારવા.
ગૌચરી પૂ. સાધુ-સાધ્વીજીને વહોરાવવા અંગેના પ્રાથમિક મુદ્દાઓ
જૈન સાધુ-સાધ્વીજીઓ જે નિર્દોષ આહાર-પાણી વહોરે (ભિક્ષા લે) તેને ગૌચરી કહે છે. જેમ ગાય ગૌચરનું ઘાસ થોડું થોડું ઉપરથી જ લે છે અને ઘાસના મૂળને લગીરે નુકસાન ન પહોંચાડે તેમ જૈન સાધુઓ દરેક ઘરમાંથી થોડા થોડા આહાર-પાણી, ઔષધ વગેરે લે છે ત્યારે તે ગૌચરી વહોરાવનાર ઘરની પરિસ્થિતિ, સમય વગેરેને વિવેકપૂર્વક ધ્યાનમાં લે છે. જૈન સંતોને નિયમ પ્રમાણે નિર્દોષ ગૌચરી ન મળે તો ઉપવાસ વગેરેના પ્રત્યાખ્યાન લઈ લે છે. નિર્દોષ આહાર ન મળવાને કારણે જૈન સાધુઓને કેટલાય દિવસ, મહિના અને વર્ષના તપ થયાનું જૈન ઈતિહાસમાં નોંધાયેલું છે.
પૂ. સાધુ-સાધ્વીજીઓને નિર્દોષ, સુઝતા આહાર -પાણી અંતરના ઉલ્લાસભાવથી વહોરાવવાનો, સુપાત્ર દાનનો અમૂલ્ય લાભ છે. આ લાભ લેવા માટે નિર્દોષ આહાર-પાણી વહોરાવવાની વિધિ જાણવાનું અત્યંત આવશ્યક છે. - સાધુ-સાધ્વીજીને આહાર-પાણી વગેરે વહોરાવવામાં આધાકર્મી=સાધુ-સાધ્વી
માટે બનાવી આપવું તે તથા ક્રતિકૃત=સાધુ-સાધ્વી માટે વેચાતું લઈ આપવું. તેવા દોષથી બચવું. માત્ર પોતા માટે બનાવેલા કે લાવેલા આહાર-પાણી વગેરે વહોરાવવાની ભાવના ભાવવી અને વહોરાવવું. સાધુ-સાધ્વીજી ઘેર આવ્યા પછી, ‘પધારો મહારાજ, પધારો મહાસતીજી' કરી આવકાર દેવો અને પછી સચિત વસ્તુ. કાચું મીઠું, પાણી, અગ્નિ, લીલોતરી વગેરે આઘીપાછી કરવી નહીં તથા બળતા ચૂલા પરથી ઉતરતી રોટલી વગેરે
સુઝતી પડેલી રોટલી વગેરે સાથે મૂકવી નહીં. અસુઝતી વસ્તુ સાથે સંઘટ્ટાવાળી વ્યક્તિ સૂઝતા આહાર-પાણી વગેરેને કે સૂઝતા વહોરાવનાર દાતાને અડવું નહીં તેનાથી દૂર રહેવું. વહોરાવતી વખતે કાચું મીઠું, આખી રાઈ-મેથી, આખા ધાણા, આખું જીરૂ કે બીવાળાં મરચાં વગેરે મસાલાને કે કાચા પાણી, અગ્નિ, લીલોતરીને અડવું નહીં. ફૂંક મારવી નહીં. દીવાબત્તી કે લાઈટ કરવી નહીં કે હોય તો બંધ કરવી નહીં. રેફ્રિજરેટરમાંથી કે છીકામાંથી કે કાચી મેડી પરથી કે હાલતા હીંડોલા પરથી કે સચેતના અંધકે હોય તે વસ્તુ લેવી નહીં. ઉઘાડે મઢે બોલવું નહીં ઘી-તેલ વગેરેનાં ટીપાં પણ પડી ન જાય. વાસણ કે વસ્તુ લેતાં મોટો અવાજ ન થાય કે અયત્ના ન થાય તેનું ધ્યાન રાખવું. કોકમ, લીંબડાના પાન, આંબલિયો, કઠણ ઠળિયા, ગોટલી, દાંડલા, છોતરા વગેરે સાધુ-સાધ્વીજીના પાત્રમાં પડી ન જાય તેનું ધ્યાન રાખવું. અસુઝતી વ્યક્તિને પણ અડવું નહીં. કેળા સિવાયના આખા ફળ, ચારોલી, એલચી, મરી, જાયફળ, કાચી સોપારી, પબડીના ગોટા, દાડમના દાણા, બરફ વગેરે સચિત હોવાથી તેને અડવું નહીં, તેનાથી દૂર રહી યત્નાપૂર્વક ભાવથી વહોરાવવું. • જેના હાથ કે વાળ કાચા પાણીથી ભીંજાયેલા હોય, હાથમાં કે ખીસ્સા વગેરેમાં
સચેત ફૂલ હોય, માથામાં ફૂલની વેણી હોય, લીલું દાતણ હોય, સચિત માટીમીઠું-અગ્નિ-લીલોતરીને અડેલા હોય તો અસૂઝતા બને છે, તેના હાથે વહોરી શકાય નહીં. માટે ગૌચરીના સમયે અસૂઝતા રહેવું કે થવું નહીં, જેથી સૂઝતા આહાર-પાણી વહોરાવવાની ભાવના ભાવી શકાય અને સૂઝતા આહાર-પાણી વહોરાવવાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરી શકાય. ગર્ભવતી બહેન જેને સાતમો મહિનો શરૂ થયો હોય તે ઊઠી, બેઠી કે ધવરાવતી માતા બાળકને છોડાવી, રડતું મૂકીને, પગે અપંગ દાતા યત્નાથી હાલી-ચાલીને
વહોરાવી શકે નહીં. તેવું હોય તો ત્યાં જ બેઠા બેઠા વહોરાવી શકે છે. • વસ્તુ નૈવેધ કે દેવ-દેવીઓને ચડાવવા બનાવેલ હોય તથા ગર્ભવતી, સુવાવડી
કે બાળક માટે બનાવેલ હોય તથા દાતણવાળા કે ગોવાળ કે કામવાળા કે