________________
- આયુર્વેદ, હોમિયોપેથીની કે અન્ય નિર્દોષ ઔષધિનો ખપ હોય તો પૂછીને વહોરાવવી.
પૂ. સાધુ-સાધ્વીજીઓના સૂઝતા નિર્દોષ આહાર-પાણી વગેરે વહોરવાના નિયમો, તેમના પંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાસ્વરૂપે પાલન થાય તે દષ્ટિએ ઘણા સૂક્ષ્મ બનાવાયેલ છે. ઉપર જે નિયમો આપેલ છે તે તો પ્રાથમિક સ્વરૂપના છે. આગમ ગ્રંથોમાં આ અંગે ઘણું ઊંડાણથી વિશ્લેષણ કરેલ છે.
ભિખારી કે કૂતરા વગેરે માટે બનાવેલ હોય કે રાખી મૂકેલ હોય તો પત્યા પહેલાં વહોરાવી શકાય નહીં. સાધુ-સાધ્વીજી ગૌચરીના સમય સિવાય ઘરે પધાર્યા હોય તો આવવાનું કારણ પૂછી લેવું. અન્ય વસ્તુના દાનનો લાભ ગુમાવવો નહીં. સાધુ-સાધ્વીજી વહોરીને વળતાં ‘પધારજો મહારાજશ્રી કે મહાસતીજી' કહી, બારણા સુધી વળાવવા જવાનો વિવેક ચૂકવો નહીં. સાધુ-સાધ્વીજીને વહોરાવવાનો લાભ લીધા બાદ ફરી નવી રસોઈ બનાવવી
નહીં કે ખરીદ કરવી નહીં, પણ સંતોષ રાખી તેટલામાં જ નિભાવી લેવું. - સાધુ-સાધ્વીજીને આહાર માટે નોતરું કે આમંત્રણ અપાય નહીં, કે અમુક દિવસે
કે સમયે અમારા ઘરે પધારજો, એમ પણ કહેવાય નહીં, પણ ભાવ રાખજો,
લાભ દેજો એવી હંમેશાં વિનંતી કરવી અને લાભ મળે તેવી ભાવના ભાવવી. • પૂ. સાધુ-સાધ્વીજી પધારે ત્યારે ‘કોણ છે ?' તે જોવા લાઈટ કરાય નહીં કે
બેલ મારીને બારણું ખોલાવાય નહીં - સાધુ-સાધ્વીજીને આહાર, પાણી મુખવાસ વગેરે ઉપરાંત વસ્ત્ર, પાત્ર, પુસ્તક, કંબલ, રજોહરણ, દવા, ઔષધ વગેરે જે પોતાના ઘરે કે દુકાને સૂઝતા હોય ત્યારે વિનંતી કરવી અને તે વહોરાવવાની હંમેશા ભાવના ભાવવી અને વહોરાવવું. અજાણ્યા સાધુ-સાધ્વીજીને ગૌચરી માટે સાથે જઈને ઘર બતાવવાનો હંમેશાં વિવેક કરવો અને અન્ય દવા-ઔષધિ માટે કે ઠલે જવાની જગ્યા વગેરે બતાવાય.
સાધુ-સાધ્વીજીને આહાર-પાણી વગેરેનું દાન તેમની શરીર શાતા વડે સંયમ - નિર્વાહ માટે દેવાય છે તે હંમેશાં યાદ રાખવું અને શાતા પૂછવી.
સાધુ-સાધ્વીજી પધારે ત્યારે ઘરમાં લાઈટ, ટી.વી., પંખા, કમ્યુટર, ફોન વગેરે બંધ કે ચાલુ ન કરવા. મોબાઈલ - વોટસ એપનો ઉપયોગ ન કરવો. સાધુ-સાધ્વીજીને પછેડી, શાલ, ઉપકરણો, પુસ્તકો વગેરેનો ખપ હોય તો પૂછીને વહોરાવવું.
વાવણથાર અને શ્રાવકનાં ૧૨ નતી | તીર્થંકર પરમાત્માએ ચાર તીર્થની સ્થાપના કરી, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. સાધુધર્મ કે શ્રાવકધર્મ બન્નેનું અંતિમ લક્ષ્ય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે. જ્યારે શ્રાવક ધર્મને સરળ અને લાંબો માર્ગ કહી શકાય. ગણધર ભગવતેએ સૂત્ર સિદ્ધાંતો રચ્યા અને આચાર્ય ભગવંતોએ આચારસંહિતા બતાવી. “શ્રાવકાચારએટલે શ્રાવકોએ પાળવાની આચારસંહિતા.
શ્રાવકની ૧૧ પડિયા, ૧૨ વ્રતોનું પાલન, ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય (કંદમૂળ), રાત્રિભોજન ત્યાગ, સાત વ્યસન ત્યાગ, શ્રાવકના ૨૧ અને માર્ગાનુસારીના ૩૫ ગુણોનું જીવનમાં અવતરણ, ૧૪ નિયમોની ધારણા શ્રાવકાચારના મુખ્ય અંગો છે. જેમાં વિશેષ આરંભ-સમારંભ અને હિંસા રહેલી છે તેવા ૧૫ કર્માદાનના ધંધાથી શ્રાવક દૂર રહે છે. શ્રાવકના ૧૨ વ્રતો (પાંચ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શિક્ષાવ્રત).
(૧) હિંસાનો ત્યાગ (૨) મૃષાદવાદનો ત્યાગ (હું ન બોલવું) (૩) ચોરીનો ત્યાગ (૪) અબ્રહ્મચર્યનો ત્યાગ (બ્રહ્મચર્ય પાલન અંગેનું વ્રત) (૫) પરિગ્રહની મર્યાદાનું વ્રત (૬) દિશાની મર્યાદાનું વ્રત (૭) ઉપભોગ - પરિભોગની મર્યાદાનું વ્રત (૮) અનર્થદંડનો ત્યાગ(૯) સામાયિક વ્રત (૧૦) દયાવ્રત
(૧૧) પોષધ કરવાનું વ્રત (૧૨) અતિથિ સંવિભાગ વ્રત - અતિથિ સત્કાર - સાધુસંતને ગૌચરી ભિક્ષા વગેરે દાન દેવાની ભાવનાનું વ્રત.
33
૩૪.