________________
કરવામાં સહાય કરે છે. અધમસ્તિકાય સ્થિરતા કરવામાં સહાય કરે છે અને આકાશાસ્તિકાય અવકાશ આપનાર છે.
૫) પુદ્ગલાસ્તિકાય : વર્ણ, રસ, ગંધ અને સ્પર્શવાળા રૂપી પદાર્થને પગલાસ્તિકાય કહેવાય. પુદ્ર એટલે પૂરણ અને ગલ એટલે ગલન. જેમાં વધારોઘટાડો થતો હોય તે પુદ્ગલ કહેવાય. સડન (સડવું) પડન (પડવું) અને વિધ્વંસન (નાશ પામવું) તે પુલનો સ્વભાવ કહેવાય.
૬) કાળ : જે પરિવર્તન કરે તે કાળ, નવાને જન કરે તે કાળ. ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ કાળ અનન્ત છે. ભૂતકાળ અનંત વીત્યો છે અને ભવિષ્યકાળ અનંત ઊભો છે. વર્તમાન કાળ તો એક સમયનો જ હોય છે, જે કાળનું સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપ છે. વર્તમાન તેનો ગુણ છે. હમણાં જે ચાલી રહ્યો છે તે એક સમયરૂપ કાળને નિશ્ચયકાળ કહેવાય. જ્યારે કલાક, દિવસ, રાત્રિ, વર્ષ, ભૂતકાળ, ભવિષ્યકાળ વગેરે અનેક પ્રકારના કાળને વ્યવહાર કાળ કહેવાય.
આ છ દ્રવ્યોમાં 'કાળ' સિવાયના પાંચ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે, જેનું અસ્તિત્વ હોય અને જે પ્રદેશ સમૂહ રૂપે હોય તેને “અસ્તિકાય'ની સંજ્ઞા આપવામાં આવે છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય તે અરૂપી અને અખંડ છે, જ્યારે જીવાસ્તિકાય, પુલાસ્તિકાય અને કાળ આ ત્રણ દ્રવ્યો અનંત અનંત છે.
ભાવના (અપેક્ષા) .
- ૧) અનિત્ય ભાવના - શરીર, સગપણ નાશવંત છે. નિત્ય નથી તે સત્ય
સમજાય છે. • ૨) અશરણ ભાવના - જીવને શરણ આપનારું જ સ્થાયીપણું નથી. અશરણ
ભાવના માત્ર આત્મશરણ પ્રતિ જાગૃત થવાની પ્રેરણા આપે છે. • ૩) સંસાર ભાવના - સંસારની વિચિત્ર રચના, કર્મના પ્રકારો, મનોવિકારના
આર્વિભાવો ક્ષણેક્ષણે સ્વાર્થ-રાગદ્વેષની પરિણતિ જીવને કેમ થાય છે તેનું ચિંતન જીવને વીતરાગતા પ્રતિ દોરી જશે. ૪) એકત્વભાવના-જીવ એકલો આવ્યો છે અને એકલો જશે તે ભાવનું
ચિંતન. - ૫) અન્યત્વ ભાવના - પોતાના આત્મતત્વ સિવાય તમામ પોદ્ગલિક વસ્તુઓ
પર છે તેવું ચિંતન. • ૬) અશુચિ ભાવના - શરીરમાં હાડ-માંસ-રૂધિર, પરુ જેવી અશુચિ છે. માત્ર
ચૈતન્ય તત્વ જ પવિત્ર અને શુદ્ધ છે. - ૭) આશ્રવ ભાવના - આત્મા પર આવતા કર્મોના પ્રવાહને આશ્રવ કહે છે.
મિથ્યાત્વ, અવિરતિ, (અવ્રત), પ્રમાદ કષાય અને યોગ (મન,વચન અને કાયાના યોગ) દ્વારા આવતા કર્મપ્રવાહની સામે વ્રતની છત્રી ધરવાના
ચિંતનનો પુરુષાર્થ. • ૮) સંવર - કર્મના પ્રવાહને આવતા અટકાવવાનું ચિંતન, જાગૃતિ અને પુરૂષાર્થ. • ૯) નિર્જરા - બાહ્ય અને આત્યંતર તપ દ્વારા કર્મોનો ક્ષય કરવો. ૧૦) ધર્મભાવના - દાન-શીલ-તપ અને ભાવનું ધર્મભાવનામાં ચિંતન કરી આત્માને
નિર્મળ બનાવવા માટે ધર્મભાવના છે. ૧૧) લોકભાવના - ભવચક્રના પરિભ્રમણના અનિત્ય સુખદુ:ખનું ચિંતન. ૧૨) માનવદુર્લભ ભાવના- માનવભવમાં સાધના દ્વારા બોધિરત્નની પ્રાપ્તિ માટેનું
કર્મોના ભારથી ભારે બનેલ આત્માને શુદ્ધ અને હળવો બનાવવા માટે પૂર્વાચાર્યોએ આત્મશુદ્ધિની પદ્ધતિઓ બતાવી છે. સર્વપ્રથમ ભાવના પર ચિંતન ૫. કાર્તિકેયસ્વામીએ કરેલું. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજીએ બાર ભાવના અને ચાર પરાભાવનાનું શાંતસુધારસરૂપે નિરૂપણ કર્યું છે.
ભાવના એટલે અનુપ્રેક્ષા-અંતરદષ્ટિ જોવાથી આંતરથક્ષ ખુલી જાય છે અને આંતરદર્શનથી અધ્યાત્મ માર્ગને નવી દિશા મળે છે.
વૈરાગ્યવર્ધક બાર ભાવનાઓ આ પ્રમાણે છે.
ચિંતન.
ભાવનાની ક્ષિતિજનો વિસ્તાર કરાવનારી ચાર પરા ભાવના :- ૧) મૈત્રી ભાવના - આ સૃષ્ટિના તમામ જીવો પ્રતિ મારે મૈત્રી છે. આમાં ક્ષમા ભાવ અભિપ્રેત છે.
- ૫૦