________________
0.0.0.0.0◊0◊0‹00000000000000000
નમોણ ઇચ્છામિ ખમાસમણો અને ચત્તારિમંગલ બોલતી વખતે મુદ્રા આસન, ખામણાં બોલતી વખતે થતી મુદ્રા અને આસનમાં એક્યુપ્રેસરની ક્રિયાઓ સહજ રીતે થઈ જાય છે.
દંડાયતિક આસન, ઉત્તાશયન આસન, અવમશયન આસન, ગૌદૌહિકા આસન ધ્યાન અને નિર્જરામાં સહાયક છે. સાથેસાથે અંતઃસ્રાવી ગ્રંથિના સંતુલન અને રૂધિરાભિસરણ માટે પણ ઉપકારી છે.
વંદનાની ક્રિયામાં શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને યોગવિજ્ઞાનના પરિબળો કાર્યરત હોય છે.
આધુનિક મનોવિજ્ઞાનના નિરીક્ષણ પ્રમાણે કોઈ પણ વ્યક્તિની ચિત્તની એકગ્રતા સામાન્ય સંજોગોમાં ૪૮ મિનિટથી વધુ રહી શકે નહીં. જૈન ધર્મના ગણધર ભગવંતોએ સામાયિકની અવિધ બે ઘડી એટલે કે ૪૮ મિનિટની રાખી છે.
કંદમૂળમાં અનંતા જીવો રહેલા છે તે વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું છે, પરંતુ જૈન ધર્મના પૂર્વાચાર્યોએ વર્ષો પહેલાં કહેલું કે કંદમૂળમાં અનંતા જીવો હોવાથી તે અભક્ષ્ય છે.
જૈનશાસ્ત્રનું જીવવિજ્ઞાન, અજીવનું જ્ઞાન, ભૂગોળ, ખગોળ, કાળ, લોકાલોક અને ગણિતમાં વિશ્વના અદ્ભુત રહસ્યો અભિપ્રેત છે.
જૈનો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની હિંસા કે વિરાધના કરવા નિષેધ કરે છે. પાણીનો વેડફાટ ન કરવો. પાણી, વનસ્પતિ, અગ્નિ, વાયુ કે પૃથ્વીના સૂક્ષ્મ જીવોની પણ વિરાધના ન કરવી, તે નિયમો પર્યાવરણનું સંતુલન રાખવામાં સહાય કરનારા છે.
જૈન ધર્મમાં મૃત્યુશ્ચિંતન સંથારો-સંલેખના
---
જૈનદર્શન મૃત્યુને સમાધિમરણને સંદર્ભે મૂલવે છે. સંથારો એટલે ‘સંલેખના’ ‘“સમ્યક્કાય કષાય લેખના' ઇતિ સંલેખના કાયાને અને કષાયોને કૃષ કરવા, પાતળા પાડવા એટલે સંલેખના સંથારાનો સરળ અર્થ - મૃત્યુ માટેની તૈયારી અંગે લેવાતું વ્રત, ગુરુ મહારાજની અનુમતિથી કે દૈવી સંકેતથી ડૉક્ટરોના અભિપ્રાયથી
૪૫
:
000000000000000000000000000000
સ્વેચ્છાએ દેહ છોડવાનું જે વ્રત લેવામાં આવે છે તેને આપણે સંથારો કહીએ છીએ. તે આત્મહત્યા નથી પરંતુ તેમાં બાહ્ય-આત્યંતર તપ સાથે સમાધિમરણની પવિત્ર ભાવના અભિપ્રેત છે.
| આઠ કર્મ-નવ તત્ત્વ, છ દ્રવ્ય
અને આત્મા
આઠ કર્મ :
જૈન દર્શનમાં કર્મવાદ અદ્ભુત અને વિશિષ્ટ છે. કર્મનું ગણિત ચોક્કસ અને પારદર્શક છે.
કર્મસત્તાનું એક સુપર કૉમ્પ્યુટર છે જે જીવાત્માના સારા કે નરસા કર્મોનો હિસાબ રાખે છે અને આ અદશ્ય કૉમ્પ્યુટર સ્વયંસંચાલિત છે. આ કૉમ્પ્યુટર કર્મના હિસાબમાં કદી ભૂલ કરતું નથી.
વ્યક્તિને સારા કે નરસા કર્મનું ફળ અચૂક મળે છે. વ્યક્તિ દુષ્ટ કર્મ કરે તે ક્ષણે જ અચૂક તેની સજા નક્કી થઈ જાય છે. નિર્જરા થઈ શકે તેવું (નિધ્ધત) કર્મ હોય તો તેની સજામાં બાહ્યાજ્યંતર તપના પુરુષાર્થ દ્વારા સજામાં ફેરફાર થઈ શકે છે, પરંતુ કર્મ નિકાચિત હોય તો સજા અવશ્ય ભોગવવી જ પડે છે.
જૈનદર્શન માને છે કે કર્મફળનું વિશ્વવ્યાપી સ્વયં સંચાલિત ન્યાયતંત્ર અસ્તિત્વમાં છે જ. અહીં મનથી પણ ગુનો કરનાર દોષી ઠરે છે, કારણકે કર્મ કરનારનો સાક્ષી પોતાનો આત્મા સદાકાળ સાથે જ છે જેથી સાક્ષીની જરૂર નથી. સત્કર્મ કરનારને અચૂક તેના સત્કાર્યનું ફળ મળે જ છે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય અને અશુભ યોગથી અને અઢાર પ્રકારના પાપ સ્થાનક દ્વારા આઠ પ્રકારના કર્મોથી આત્મા બંધાય છે.
૧) જ્ઞાનાવરણ ઃ આ કર્મ આત્માના જ્ઞાનગુણને આવરે છે. પરોક્ષ અને પ્રત્યક્ષ બન્ને જ્ઞાનને આવરે છે. તેથી આત્મામાં અજ્ઞાનતા, બુદ્ધિહીનતા આદિ
દેખાય છે.
૨) દર્શનાવરણ : ચક્ષુદર્શન આદિ આત્માની દર્શનશક્તિને, આત્માના દર્શનગુણને આવરે છે. દર્શનશક્તિને આવરનારી પાંચ પ્રકારની નિંદ્રાનો પણ આમાં સમાવેશ થાય છે.
૪૬