________________
જૈન યુવક સંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ, ભારત જૈન મહામંડળ, ભગવાન મહાવીર મેમોરિયલ સમિતિ, દિલ્હીમાં જૈનોના દરેક ફિરકાના સભ્યો હોય છે. વીરાયતન (રાજગૃહી) શાંતિ નિકેતન સાધના કેન્દ્ર (તીથલ) ડીવાઈન નોલેજ સોસાયટી (મુંબઈ) જેવી સંસ્થાઓ દેશ-વિદેશમાં જૈન ધર્મનો પ્રચાર અને વ્યસનમુક્તિ, શાકાહાર વગેરેનું સુંદર કાર્ય કરે છે. વીરાયતન જેવી સંસ્થાઓ તો હૉસ્પિટલ્સ અને સ્કૂલો પણ ચલાવે છે. મુનિસંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ પણ માનવકલ્યાણની પ્રવૃત્તિઓ ચલાવે છે. અ. ભા. છે. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ મુંબઈમાં કાર્યરત છે.
જૈનોની કેટલીય સંસ્થાઓ ચઉવિહાર હાઉસ, સસ્તા દરના સાત્વિક ભોજન માટેની ભોજનાલયો, હાઉસિંગ કૉલોનીઓ, ક્લિનિકો, સેનિટોરિયમ (આરોગ્યધામ) વગેરે કાર્યો કરે છે. કેટલીય સંસ્થાઓ, સગપણ માહિતી કેન્દ્રો, સમૂહલગ્નો અને કેટલીય વિશિષ્ટ સામાજિક સેવાઓ કરે છે.
જીતો-જૈન ઇન્ટરનેશલ ટ્રેડ ઓર્ગેનિઝેશન અનેક વિવિધલક્ષી પ્રવૃત્તિ કરે છે. તેની “શ્રમણ આરોગ્યમ્” સંતોની તબીબી સેવાનું કાર્ય કરે છે. શિક્ષણ, રોજગારી, વેપારવૃદ્ધિ અને સાહિત્યના કાર્યો કરે છે.
જીઓ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગે) શ્રાવક આરોગ્યમ્ સહિત વિવિધ સેવાકાર્યો કરે છે. - પૂ. આત્મારામજી મ.સા.ની પ્રેરણાથી ૧૮૯૩માં વીરચંદ રાઘવજી ગાંધી વિશ્વધર્મ પરિષદમાં અમેરિકા ગયા અને તેમણે વિદેશમાં પ્રથમ જૈન ધર્મ પ્રચારના દ્વાર ખોલ્યાં.
વિદેશમાં પણ જૈન સંગઠનો જિનાલયો, સ્વાધ્યાય કેન્દ્રો અને સામાજિક સેવાઓનાં કાર્યો કરે છે. જૈન ઇન્ટરનેશનલ મેર્ડટેશન સેંટર (અમેરિકા).
વણિક નવનાત એસોસિયેશન (લંડન), ફેડરેશન ઑફ જૈન એસોસિયેશન ઇન નોર્થ અમેરિકા (જેના), ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલોજી (યુ.કે.), જૈન એસોસિયેશન એન્ટવર્પ બેલ્જિયમ, સિંગાપોર જૈન રિલીજીયસ સોસાયટી, જૈન એસોસિયેશન ઑફ હોંગકોંગ અને નેપાલ આ બધી વિદેશની સંસ્થાઓ અને અનેક ભારતીય જૈન સંસ્થાઓના સંગઠન માટે તાજેરમાં વર્લ્ડ જૈન કૉર્પોરેશન નામની વૈશ્વિક સ્તરે જૈનોની સંગઠન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.
| જિનશાસન - પરિવાર જૈન ધર્મ પાળતા તમામ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ (ચતુર્વિધ સંઘ) મહાવીરનાં સંતાન છે. આચાર, પ્રાંત, ભાષા અને વ્યવસ્થાને કારણે તેઓ અલગ અલગ સંપ્રદાય, ગચ્છ કે ફ્રિકામાં વહેંચાયેલાં છે.
વર્તમાન સમયમાં જૈનોની વસતી અંદાજે કુલ એક કરોડ કરતાં વધુ થવા જાય છે, જેનો વસવાટ સમગ્ર ભારત અને વિદેશોમાં સર્વત્ર થયેલો જોવા મળે છે. પંચમહાવ્રતનું પાલન કરનાર જૈન સાધુઓ સમગ્ર ભારતભરમાં વિહાર કરે છે. દરિયાપારના દેશોમાં, તેરાપંથી સમણ-સમણી, દિગમ્બર, વિદ્વાનો-પંડિતો, વિધિકારો, શ્રાવક-શ્રાવિકાઓ જૈન ધર્મનો પ્રસાર-પ્રચાર કરે છે અને અમુક જગ્યાએ જૈન મંદિરો થયેલા જોવાય છે.
પૂ. દેવચંદ્રજીસ્વામી અને પાર્ધચંદ્રજીસ્વામીને અનુસરતો વર્ગ ખતરગચ્છ અને પાર્શ્વગચ્છ રૂપે પ્રસિદ્ધ છે. મૂર્તિપૂજક સંપ્રદાયના આ. બુદ્ધિસાગરસૂરિ શાસનસમ્રાટ આ.નેમિસૂરિશ્વરજી, પંજાબ કેસરી આત્મારામજી મ.સા., પૂ. વિજયવલ્લભસૂરિ, આગમોધ્ધારક આ. આનંદસાગર સૂરિશ્વરજી, આચાર્ય રાજેન્દ્ર સૂરિશ્વરજી (તીનયુઈ) વિગેરે મહાન આચાર્યો થઈ ગયા.
પૂ. અમોલક દ્રષિજી, આ.પૂ આનંદ પિજી, આ. પૂ. દેવેન્દ્ર મ.સા., આ પૂ. હસ્તિમલજી, આ.પૂ જવાહરલાલજી, આ.પૂ. નાનાલાલજી, આ પૂ. જીતમલજી, આ.પૂ. સમર્થમલજી, પૂ. શાસીલાલજી, પૂ. ધર્મસિંહજી સ્વામી, પૂ. ડુંગરસિંહજી, પૂ. અજરામરજી, પૂ. તપસ્વી માણેકચંદ્રજી, સૌરાષ્ટ્ર કે સરી પ્રાણલાલજી મહારાજ, પૂ. પૂ. જ શાજી મ.સા., પૂ. પુરુષોત્તમજી, પૂ. રત્નચંદ્રજી, પૂ. ઈશ્વરલાલજી, પૂ. ચંપકમુનિ, પૂ. માણેકચંદજી, પૂ. જયમલજી મ.સા, જેવા અનેક મહાન સંતો સ્થાનકવાસી સંપ્રદાયમાં થઈ ગયા. આ. ભિક્ષુ કાલગણી અને આ. તુલસી, આ. મહાપ્રજ્ઞ જેવા મહાન સંતો તેરાપંથ સંપ્રદાયમાં થઈ ગયા.
આચાર્ય સમંતભદ્ર, આચાર્ય જિતસેન, આ. રવિસેન, આ. દેવસેન, આ. વિદ્યાનંદી, આ. શાંતિસાગરજી જેવા મહાન સંતો દિગંબર પરંપરામાં થઈ ગયા.
આમ, ભારતમાં અનેક સાધ્વીજીઓ અને સાધુજીઓ વિચરણ કરી રહેલ છે. શારીરિક સ્વાસ્ય અને અવસ્થાને કારણે કેટલાંક મહારાજ-મહાસતીજીઓ અનુકૂળતા મુજબ ધર્મસ્થાનકોમાં સ્થિરવાસ કરી ધર્મસાધના કરી રહેલ છે.