________________
શ
જૈન દીક્ષા જૈન દીક્ષાને ભાગવતી દીક્ષા કે પ્રવજ્યા કહે છે. દીક્ષા એટલે સંસારનો ત્યાગ કરી સંયમપંથ સ્વીકારવો.
સામાન્ય રીતે સાધુ-સાધ્વી બનવા દીક્ષા અંગીકાર કરતાં પહેલાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષથી સાત વર્ષ સુધી શાસ્ત્રોનો, ભાષાઓનો અને જૈન આગમ, સહિત અન્ય દર્શનનોનો અભ્યાસ કરાવવામાં આવે છે. વૈરાગી ભાઈ-બહેન સાધુ-સાધ્વી સાથે શેષકાળ, ચાતુર્માસ અને વિહારના વિવિધ સમયે સાથે રહીને સાધુજીવનનો અભ્યાસ કરે છે. આ સંસ્કાર, અનુભવ અને જ્ઞાન તેને જીવન પર્યંત કામ આવે છે.
આ ટ્રેઈનિંગ (પ્રશિક્ષણ)નો સમય પૂરો થતાં ગ્રને યોગ્ય લાગે તો દીક્ષાર્થી અને તેનાં માતા-પિતાની આજ્ઞા હોય તો ગુર દીક્ષા માટે આજ્ઞા આપે છે. સંપ્રદાય અને મહાજન સંસ્થા (મહાસંઘ કે કૉન્સ)ની આજ્ઞા મળતાં દીક્ષાનો દિવસ નક્કી થાય છે.
દીક્ષા ઉત્સવની શોભાયાત્રામાં દીક્ષાર્થી પવિત્ર પદાર્થો અને લક્ષ્મીનું દાન કરે છે. આ શોભાયાત્રા સર્વસ્વ ત્યાગવાની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.
ચતુર્વિધ સંઘ સમક્ષ ગુરુ દીક્ષાનો પાઠ ભણાવે છે. આજીવન સામાયિક ચારિત્ર આપે છે. પંચ મહાવ્રતના પ્રત્યાખ્યાન વગેરે દીક્ષાવિધિ કરાવે છે.
માથે મુંડન કરીને શ્વેત વસ્ત્ર પરિધાન કરીને ઉપસ્થિત વૈરાગી દીક્ષાર્થી વ્યક્તિ અહિંસા, જયણા અને જીવદયાના પ્રતિક એવા રજોહરણને ગુર અર્પણ કરે છે અને આમ દીક્ષાર્થી સંસારત્યાગ કરી, ઘર, સર્વ સ્વજનોનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારે છે.
જૈન સંતોની વિશિષ્ટતા
સૂક્ષ્મ અહિંસાના પુરકર્તા અને છકાય જીવના રક્ષક હોવાથી રાત્રિભોજનના ત્યાગી છે. વળી સમતાની સાધનારૂપ કેશલુંચન કરે છે. કેશલેશન અને પાદવિહારમાં આત્યંતરતા કાયાકલેશની સાધના અભિપ્રેત છે. જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વીલસે ધારા
આ છે અણગાર અમારા .... દુનિયામાં જેની જોડ જગે ના એવું જીવન જીવનારા
આ છે અણગાર અમારા ... દીક્ષાની સાથે પંચમહાવ્રત અંતરમાં ધરનારા
આ છે અણગાર અમારા .. મારગ હો ચાહે કાંટાળો પહેરે ના કાંઈ પગમાં હાથેથી સઘળા વાળ ચૂંટીને માથે મુંડન કરનારા
આ છે અણગાર અમારા. .. જૈન સંતોના મૃત્યુને “કાળધર્મ પામ્યા” એમ કહેવાય. મૃતદેહને શણગારેલી પાલખીમાં અંતિમસંસ્કાર માટે લઈ જવામાં આવે છે.
જૈન સાહિત્ય સર્જકો!
ભગવાન મહાવીરની વાણી ગણધરોએ સૂત્રોમાં ગૂંથી લીધી ત્યાર પછી આ વાણીને આગમ અને આત્મતત્ત્વ રૂપ અધ્યાત્મ સાહિત્ય સર્જન દ્વારા વારસો આપવા માટે પૂર્વાચાર્યોએ અને વિદ્વાનોએ સમ્યક્ પુરુષાર્થ કર્યો છે.
આચાર્ય ઉમાસ્વાતિએ તત્વાર્થ સૂત્રની રચના કરી આ. હિરભદ્રસૂરિ, આ સિદ્ધસેન દિવાકર, આ. હેમચંદ્રાચાર્ય, પૂ. કુંદકુંદ આચાર્ય, પૂ. આનંદધનજી, પૂ. યશોવિજયજી, પૂ. હીરવિજયસૂરી, પૂ. બુદ્ધિસાગરજી, પૂ. દેવેન્દ્રમુનિ, પૂ. ધર્મસિંહજી વગેરેએ અનેક ગ્રંથો લખેલા છે.
પૂ. બનારસીદાસ, પૂ. દોલતરામજી, પૂ. અમૃતચંદ્રજી, પૂ. સકલકિર્તી આચાર્ય વગેરેએ જૈન તત્ત્વના અનેક ગ્રંથોની રચના કરી. ભક્તામર સ્તોત્રની રચના કરનાર આચાર્ય માનતુંગસૂરિજી, મુનિ રત્નાકર, “રત્નાકર પચ્ચીશી''
વિશ્વમાં જૈન સંત-સતીજીઓ એક અજાયબી સમાન છે, કારણ કે તેમની જીવનચર્યા વિશિષ્ટ અને નિરાળી છે. આ સંતો, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં પંચમહાવ્રતનું પાલન કરે છે એ સંતોને અણગાર કહે છે.
પરિપહો અને ઉપસર્ગો સહેતા સહેતા ગ્રામાનુગ્રામ પાદવિહાર (પગપાળા પ્રવાસ કરીને અન્યને ધર્મોપદેશ આપે છે.
૨૮