Book Title: Agam Deep 28 TandulVeyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005088/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल दंसणस्स આગમશીપ ( 45 આગમ ગુર્જર છાયાઃ * * LI D | -: ગુર્જર છાયા કર્તા : મુનિ દીપરતન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ વાહકચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स ही पद्मावती देव्यै नमः શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ STEE . . આગમ-દીપ છે ન ગુર્જર છાયા કર્તાઃમુનિ દીપરત્નસાગર, તા. 31/397 સોમવાર 2053 ફા. વ. 7 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ : આગમ દીપ પ્રકાશન ક QUDDHIBIDIFICINDIBIDDDDDD|DIDIOS Page #3 -------------------------------------------------------------------------- ________________ [2] ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્યદ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા * 45 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયામાટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ 1 - - - - - - (રy ભ પરિણા - ચોથો પયનો - મુક્ત છાયા છે વિષય * અનુકમ પૃષ્ઠક મંગલ અને જ્ઞાનની મહત્તા 1-4 ) ૩રશાશ્વત - અશાશ્વત સુખ { ૩રમરણના ભેદો 8-11 ૩રઆલોચના - પ્રાયશ્ચિત્ત 12-23 ] 32-33 વ્રત - સામાયિક - આરોપણ આદિ 24-33 [ 33-34 આચરણ ખામણા - ઉપદેશ આદિ | 34-172 ] 34-42 (28) તંદુલ વેચાલિય - પાંચમોપયનો - ગુર્જર છાયા) વિષય અનુકમ | પૃષ્ઠક મંગલ અને દ્વાર નિરૂપણ ગર્ભ પ્રકરણ. પ-૪૨ 3-46 પ્રાણીની દશ દસાઓ ૪૩-પ૭ ૪૬ધર્મ ઉપદેશ અને ફળ 58-64 46-48 દેહ સંહનન અને આહાર આદિ ૬પ૭૪ 49-50 કાળ * પ્રમાણ ઉપ-૯૫ 50-51 અનિત્યત્વ-અશુચિસ્વ આદિ પ્રરૂપણા | 96-116 પ૧-૫૩ ઉપદેશ - ઉપસંહાર 117-161 પ૩-૫૬ સંથારાં - છો પચનો - ગુર્જર કાચા વિષય અનુકમ | પૃષ્ઠક મંગલ અને સંથારગના ગુણો 1-30 | પ૭-પ૯ સંથારગનું સ્વરૂપ અને લાભો 31-55 59-61 સંથારગના દ્રષ્ટાંતો પ૬-૮૮ 1-3 4 ભાવના 89-121 1 63-66 (30] - (1) ગચ્છાચાર - સાતમો પયત્નો - ગુર્જર છાયા | વિષય અનુક્રમ | પૃષ્ઠક મંગલ આદિ ર | ગચ્છમાં વસનારના ગુણો 3- ! 67 ) M 1 S T કાળ , મા રહ --- -- -- --- - - -- Page #5 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ. નીતીનભાઈ, અમદાવાદ ܪܐܠܓܟܫܫܫܫܫܫܫܫܫܫܫܫܫܫܫܫܫܫܫܫܫ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ! તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. : : ' S ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન શ્વે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મુ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ - શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા : Sભાગ- 1 છે તથા | ભાગ - 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક 5]]]]]]t]]]]]]t]]]]] [JI[}}}}]]\B&li]]lllllllllllllllllll' (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પપૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા. ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણ (2) સમવાઓ ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુદ્ધીવપન્નત્તિ (2) સરપનતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (6) ડિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(ર) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણું - સ્વ.પૂઆગમોઢારકશ્રી આનંદસાગર સુરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્ય, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકિલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલર્જન ઉપાશ્રય. જ્ઞાનખાનું - - શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] ર 2 ''2'S SS -: અ-મ-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ .. ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17 તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા અિધ્યાય-૧ [18]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી 21 અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે] [23 . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આવૃત્તિ - ચારો. [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28]. અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [29] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30]. વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [32] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ [33 તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [16] الالالالالالالال [19] [૨પ Page #8 -------------------------------------------------------------------------- ________________ [3] [40] [45] JIJL-dime [49 [10] [35] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય[३७) તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય[30] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ [38] તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ કા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ [41] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 0 -xआयारो [आगमसुत्ताणि-१ ] सूयगडो [आगमसुत्ताणि-२ 44) ठाणं आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ [47] नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ [48] उवासगदसाओ [अम्गमसुताणि-७ अंतगडदसाओ [आगमसुत्ताणि-८ 50 अनुत्तरोवयाइयदसाओ [आगमसुत्ताणि-९ पण्हावागरणं [आगमसुत्ताणि-१० ] विवागसूयं [आगमसुत्ताणि-११ उववाइयं आगमसुत्ताणि-१२ रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ ] जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ पनवणासुत्तं [आगमसुत्ताणि-१५ ] सूरपन्नति [आगमसुत्ताणि-१६ ] चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ ] जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ ] पुफघूलियाणं [आगमसुत्ताणि-२२ ] वहिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ ] आउरपच्चक्खाणं [आगमसुत्ताणि-२५ ] [67] महापच्चरखाणं - [आगमसुत्ताणि-२६ ] [68] भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ ] [69] तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] पढम अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुतं 'छठे अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढमं उबंगसुत्तं बीअं उबंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातम उवंगसुत्त अठ्ठमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुत्तं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईग्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं Page #9 -------------------------------------------------------------------------- ________________ ای باباد निसीह - Jum [11] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णग-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्टमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ ] नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयखधं आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुत्तं जीयकप्पो [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ ] छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिऋत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनित्ति [आगमसुत्ताणि-४१ / बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. उतरज्झयणं [आगमसुत्ताणि-४३ / चउत्थं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0-----x - -x - [8] मायारो - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडी - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર समवामी - ગુર્જરછાયા [આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપન્નત્તિ - " ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [9] નાયાધમ્મકહાઓ - ગુર્જરછાયા આગમદીપ-૬ ] છઠું અંગસૂત્ર [7] 6वासनहसा.मो. - गुरछाया [भागमही५-७ ] सातमुं अंगसूत्र [98] અંતગડદસાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [ee] मनुत्तरीयाति सामो - Y२७या [मागमही५-४ ] नव अंगसूत्र [100] ५५डावागरण . ગુર્જરછાયા [આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુર્જરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] રાયખસેણિય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [88) [84] सभाम Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા. સુd- [10] સૂરપન્નતિ - [10] ચંદપત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિરયાવલિયાણું - [117] કMવહિંસિયાણ - [111] પુફિયાણ - [112] પુફચૂલિયાણું - [113] વહિદસાણ - [114] ચસિરણું - [115] આઉરપદ્માણ - [11] મહાપચ્યાણ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિય[૧૧૮] સંથારગં - [12] ગચ્છાયર - [121] ચંદાઝયં . [122] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [124 વીરત્યવ[૧૨૫] નિસીહં[૧૨] બુહતકપ્પો - [127] વવહાર - [28] દસાસુયાબંધ - [12] જીમકો - [130 મહાનિસીહ - [131] આવસ્મય - [13] ઓહનિજુત્તિ૧૩પિંડનિત્ત - [134] દસવેયાલિયું - [35] ઉત્તરગ્યણ - [13] નંદીસુરત્ત - 37] અનુયોગદારાઈ - [12] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠ્ઠ ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુજરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરાયા ગુર્જરછાયા આગમદીપ-૨ ] ત્રીજો પવનો ગુજરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ? પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયગ્નો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ સાતમો પયનો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ! દશમો પયત્નો ગુર્જરછાયા પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગામદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ 3 ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા معالعصا العصيا لعععا નોંધઃ - પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમશુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગામદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ नमो नमोनिम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ TNNI 28 તંદુલવેયાલિય-પઈણય SEZZZZZZZZZZZ (પાંચમું પ્રકિર્ણક-ગુર્જરછાયા) [૧]જરા-મરણ થી મુક્ત થયેલા એવા જિનેશ્વર મહાવીર ને પ્રણામ કરીને આ “નંદુલ વેયાલિય” પન્નાને હું કહીશ. રિ-૩ ગણવામાં મનુષ્યનું આયુ સો વર્ષ લઈ તેને દશ-દશમાં વિભાજીત કરાય છે. તે સો વર્ષના આયુ સિવાયનો કાળ તે ગભવાસ. તે ગર્ભકાળ અને જેટલા દિવસ, રાત્રિ, મુહૂર્ત, શ્વાસોશ્વાસ જીવ ગર્ભવાસમાં રહે તેની આહાર વિધિ કહીશ ૪-૮જીવ 270 પૂર્ણ દિવસરાત અને અડધો દિવસ ગર્ભમાં રહે છે. નિયમથી જીવને આટલા દિવસ રાત ગર્ભવાસ માં લાગે. પણ ઉપઘાતને કારણે તેનાથી ઓછા કે અધિક દિવસ માં પણ જન્મ લઈ શકે છે. નિયમથી જીવ ૮૩૨પ મુહુર્ત સુધી ગર્ભમાં રહે પણ તેમાં હાનિ-વૃદ્ધિ પણ થાય છે. જીવને ગર્ભમાં 31410225 શ્વાસોચ્છુવાસ હોય છે. પણ તેનાથી ઓછા-અધિક પણ હોઈ શકે. [9-12] હે આયુષ્યમાન્ ! સ્ત્રીની નાભિની નીચે પુષ્પડંઠલ ના આકાર વાળી બે સિરા હોય છે. તેની નીચે ઉલટું કરેલ કમળના આકારની યોનિ હોય છે. જે તલવારની મ્યાન જેવી હોય છે. તે યોનિ નીચે કેરીની પેશી જેવો માંસપિંડ હોય છે તે ઋતુકાળ માં ફૂટીને લોહીના કણ છોડે છે. ઉલટા કરાયેલ કમળ ના આકારની તે યોનિ જ્યારે શુક્ર મિશ્રિત હોય છે ત્યારે તે જીવ ઉત્પન્ન કરવા યોગ્ય હોય છે. તેમ જિનેન્દ્રોએ કહયું છે. ગર્ભ ઉત્પત્તિ યોગ્ય યોનિ માં 12 મુહુર્ત સુધી લાખ પૃથકત્વ થી. અધિક જીવ રહે છે. ત્યાર પછી તે વિનાશ પામે છે. [૧૩-૧૪]પપ વર્ષ બાદ શ્રી યોનિ ગર્ભધારણ યોગ્ય રહેતી નથી અને ૭પ વર્ષ બાદ પુરુષ પ્રાયઃ શુક્રાણુ રહિત થઈ જાય છે. 100 વર્ષથી પૂર્વકોટી સુધી જેટલું આયુ હોય છે. તેના અડધા ભાગ પછી સ્ત્રી સંતાનો ઉત્પત્તિ માં અસમર્થ થઈ જાય છે. અને આયુના ર૦ ટકા ભાગ બાકી રહેતા પુરુષ શુક્રાણુ રહિત થઈ જાય છે. [૧૫]રકતોત્કટ સ્ત્રી યોનિ 12 મુહૂર્તમાં ઉત્કૃષ્ટથી લાખ પૃથકત્વ જીવોને સંતાન રૂપે ઉત્પન્ન કરવામાં સમર્થ હોય છે. 12 વર્ષ માં અધિકતમ ગર્ભકાળમાં એક જીવના અધિકતમ શો પૃથકૃત્વ (૨૦૦થી 900) પિતા થઈ શકે છે. | [૧૬]જમણી કુક્ષી પુરુષ નો અને ડાબી કુક્ષી સ્ત્રીનું નિવાસ સ્થળ હોય છે. જે Page #12 -------------------------------------------------------------------------- ________________ 44 તંદુલાલિય- [16] બંને ની મધ્યમાં નિવાસ કરે છે તે નપુંસક જીવ હોય છે. તિર્યંચ યોનિમાં ગર્ભની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ વર્ષ માનેલી છે. [૧૭-૧૯નિશ્ચયથી આ જીવ માતા-પિતાના સંયોગે ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તે પહેલો માતાની રજ અને પિતાના શુકના કલુષ અને કિલ્શિષ નો આહાર કરી રહે છે. પહેલા સપ્તાહે જીવ તરલ પદાર્થ રૂપે, બીજે સપ્તાહે દહીં જેવા જામેલા રૂપે ત્યાર બાદ લચીલી માંસ પેશી જેવો અને પછી કોસ થઈ જાય છે. ત્યાર પછી પહેલે મહિને તે ફૂલેલા માંસ જેવો, બીજે મહિને માંસપિંડ જેવો ઘનીભૂત હોય છે. ત્રીજે મહિને તે માતાને ઈચ્છા ઉત્પન્ન કરાવે છે. ચોથે મહિને માતાના સ્તન વગેરેને પુષ્ટ કરે છે. પાંચમે મહિને હાથ, પગ, માથું એ પાંચ અંગો તૈયાર થાય છે. છટ્ટ મહિને પિત્ત અને લોહીનું નિર્માણ થાય છે. તેમજ અન્ય અંગ-ઉપાંગ બને છે. સાતમે મહિને 700 નસ, પ૦૦ માંસ પેશી, નવ ધમની અને માથા તથા દાઢી સિવાયના વાળોના 99 લાખ રોમછિદ્ર બને છે. બને છે. માથા અને દાઢી ના વાળ સહિત સાડા ત્રણ કરોડ રોમકૂવા ઉત્પન્ન થાય છે. આઠમે મહિને પ્રાયઃ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. ૨૦]હે ભગવન્! શું ગર્ભસ્થ જીવ ને મળ, મૂત્ર, કફ, શ્લેષ્મ, વમન, પિત્ત, વીર્ય કે લોહી હોય છે? આ અર્થ બરાબર નથી અથતુ તેમ હોતું નથી. હે ભગવનું ! કયા કારણથી આપ આમ કહો છો કે ગર્ભસ્થ જીવને મળ યાવતુ લોહી હોતું નથી, ગૌતમ ! ગર્ભસ્થ જીવ માતાના શરીરમાં જે આહાર કરે છે. તેને નેત્ર, ચક્ષુ, ધાણ, રસના અને સ્પન ઈન્દ્રિય રૂપે, હાડકા, મજ્જા, કેશ, દાઢી, મૂંછ, રોમ અને નખ રૂપે પરિણમાવે છે. એ કારણે એમ કહયું કે ગર્ભસ્થજીવને મળ વાવતું લોહી હોતું નથી. [૨૧-૨૨]હે ભગવનું ! ગર્ભસ્થ સમર્થ જીવ મુખેથી. કવલ આહાર કરવા સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. હે ભગવનું એમ કેમ કહો છો ? હે ગૌતમ ! ગર્ભસ્થ જીવ બધી તરફથી આહાર કરે છે. બધી તરફથી પરિણમિત કરે છે. બધી તરફથી શ્વાસ લે છે અને જોડે છે. નિરંતર અહાર કરે છે અને પરિણમાવે છે. નિરંતર શ્વાસ લે છે અને મૂકે છે. તે જીવ જલ્દી થી આહાર કરે છે અને પરિણમાવે છે. જલ્દી શ્વાસ લે છે અને મૂકે છે. માતાના શરીરથી જોડાયેલ પુત્રના શરીરને સ્મૃતિ કરનાર એક નાડી હોય છે જે માતાના શરીર રસની ગ્રાહક અને પુત્રના જીવન રસની સંગ્રાહક હોય છે. તેથી તે જેવો આહાર ગ્રહણ કરે છે તેવૅ જ પરિણમાવે છે. પુત્રના શરીર સાથે જોડાયેલી અને માતાના શરીરને સ્પર્શતી એક બીજી નાડી હોય છે. તેમાં સમર્થ ગર્ભસ્થ જીવ મુખે થી કવલ-આહાર ગ્રહણ કરતો નથી. હે ભગવન્! ગર્ભસ્થ જીવ કયો આહાર કરે? હે ગૌતમ ! તેની માતા જે વિવિધ પ્રકારની રસવિગઈ- કડવું, તીખું, તુર, ખારું, મીઠું દ્રવ્ય ખાય તેના જ આંશિક રૂપે ઓજાહાર કરે છે. તે જીવ ની ફળ ના બિટ જેવી કમળની નાળના આકારની નાભિ હોય છે. તે રસ ગ્રાહક નાડી. માતાની નાભિ સાથે જોડાયેલી હોય છે. તે નાડીથી ગર્ભસ્થજીવ ઓજાહાર કરે છે. અને વૃદ્ધિ પ્રાપ્ત કરી ઉત્પન્ન થાય છે. [23 હે ભગવન્! ગર્ભના માત અંગ કેટલા અને પિતૃ અંગ કેટલા ? હે ગૌતમ ! માતાના ત્રણ અંગ કહયા છે. માંસ, લોહી અને મસ્તક, પિતાના ત્રણ અંગ હાડકા, મજ્જા અને દાઢી-મુંછ-રોમ તથા નખ. Page #13 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૨૪ [૨૪]હે ભગવન્! શું ગર્ભમાં રહેલો જીવ ગર્ભમાં જ મરીને) નરકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કોઈ ગર્ભમાં રહેલી સંજ્ઞી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિ વાળો જીવ વીર્યવિર્ભાગજ્ઞાન-વૈક્રિય લબ્ધિ દ્વારા શત્રુસેના ને આવેલી સાંભળીને વિચારે કે હું આત્મ પ્રદેશ બહાર કાઢું છું. પછી વૈક્રિય સમુદ્દઘાત કરી ચતુરગિણી સેનાની સંરચના કરું છું. શત્રુસેના સાથે યુદ્ધ કરું છું. તે અર્થ-રાજય-ભોગ અને કામ નો આકાંક્ષી, અર્થ આદિનો પ્યાસી, તે જ ચિત્ત-મન-લેયા અને અધ્યવસાયવાળી, અથદિને વિશે તત્પર, તેને જ માટે ક્રિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત, તેજ સમય ગાળામાં મૃત્યુ પામે તો નરકમાં ઉત્પન્ન થાય તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે ગર્ભસ્થ કોઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. કોઈ નથી થતો. [25] હે ભગવાન્ ! ગર્ભસ્થ જીવ શું દેવલોકમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ જીવ ઉત્પન્ન થાય અને કોઈ ન થાય. હે ભગવન! એમ કેમ કહો છો ? હે ગૌતમ ! ગર્ભમાં સ્થિત સંશી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિ વાળો જીવ વૈક્રિય-વીર્ય અને અવધિજ્ઞાન લબ્ધિ દ્વારા તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય અને ધાર્મિક વચન સાંભળીને ધારણ કરી શીધ્રપણે સંવેગ થી ઉત્પન્ન તીવ્ર ધમનુરાગથી અનુરક્ત થાય. તે ધર્મ-પુણ્ય-સ્વર્ગ-મોક્ષનો કામી, ધર્માદિની આકાંક્ષાવાળો-પીપાસાવાળો, તેમાં જ ચિત્ત-મન લેયા અને અધ્યવસાયવાળો. ધમદિને વિશે જ પ્રયત્નશીલ, તેમાં જ તત્પર, તેના પ્રતિ સમર્પિત થઈ ક્રિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત થઈ તે જ સમયમાં મૃત્યુ પામે તો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેથી કોઈજીવ દેવલોકમાં ઉત્પન થાય છે, કોઈ થતો નથી, 26-31 હે ભગવન્! ગર્ભમાં રહેલો જીવ ઉલટો સુવે છે, પડખે સુવે છે કે વક્રાકાર? ઉભો હોય છે કે બેઠો? સુતો હોય કે જાગતો ? માતા સુવે ત્યારે સુવે અને જાગે ત્યારે જાગે ? માતા સુખી હોય તો સુખી અને દુઃખી હોય તો દુઃખી રહે ? હે ગૌતમ ! ગર્ભસ્થિત જીવ ઉલટો સુવે છે. વાવતુ માતાના દુઃખે દુઃખી થાય છે. સ્થિર રહેલા ગર્ભનું માતા રક્ષણ કરે, સમ્યક રૂપે પરિપાલન કરે છે, વહન કરે છે. તેને સીધો રાખે અને એ રીતે ગર્ભની તથા પોતાની રક્ષા કરે છે. માતા સુવે ત્યારે સુવે. જાગે ત્યારે જાગે, સુખી હોય ત્યારે સુખી અને દુઃખી હોય ત્યારે દુઃખી થાય છે તેને વિષ્ઠા, મૂત્ર, કફ, નાકનો મેલ પણ હોતા નથી. અને આહાર અસ્થિ, મજ્જા, નખ, કેશ, દાઢી-મૂંછના રોમના રૂપમાં પરિણમે છે. આહાર પરિણમન અને શ્વાસોશ્વાસ બધું શરીર પ્રદેશોથી થાય છે. અને તે કવલાહાર કરતો નથી. આ રીતે દુખી જીવ ગર્ભમાં શરીરને પ્રાપ્ત કરી અશુચિ પ્રદેશમાં નિવાસ કરે છે. [૩ર-૩૪]હે આયુષ્યમાનું ! ત્યારે નવ મહિનામાં માતા તેના દ્વારા ઉત્પન્ન થનારા ગર્ભને ચારમાંથી કોઈ એકરૂપે જન્મ આપે છે. તે આ પ્રમાણે સ્ત્રી, પુરુષ, નપુસંક કે માંસપિંડ. શુક્ર ઓછું અને રજ વધુ હોય તો સ્ત્રી થાય, રજ ઓછી અને શુક વધુ હોય તો પુરુષ ઉત્પન્ન થાય, રજ અને શુક્ર બંને સમાન માત્રામાં હોય તો નપુસંક ઉત્પન્ન થાય અને માત્ર સ્ત્રી રજની સ્થિરતા રહે તો માંસપિંડ ઉત્પન્ન થાય. [૩૫]પ્રસવ સમયે બાળક માથા અથવા પગની નીકળે છે. જો તે સીધું બહાર નીકળે તો સકશલ જન્મે છે પણ જો તે તીર્ણ થઈ જાય તો મરણ પામે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ 46 તંદુવેયાલિય- [3] [39]કોઈ પાપાત્મા અશુચિ પ્રસ્ત અને અશુચિરૂપ ગર્ભવાસમાં ઉત્કૃષ્ટ થી 12 વર્ષ સુધી રહે છે [૩૭-૪૨]જન્મ અને મૃત્યુ સમયે જીવ જે દુઃખ પામે છે તેનાથી તે વિમૂઢ બનેલો પોતાના પૂર્વજન્મોનું સ્મરણ કરી શકતો નથી. ત્યારે રડતો તથા પોતાની માતાના શરીરને પીડા પહોંચાડતો યોનિ મુખથી બહાર નીકળે છે. ગર્ભગૃહમાં જીવ કુંભીપાક નરકની જેમ વિષ્ઠા, મળ-મૂત્ર આદિ અશુચિ સ્થાને ઉત્પન્ન થાય છે. જેમ વિષ્કામાં કૃમિ ઉત્પન્ન થાય છે તે જ રીતે પુરુષ ના પિત, કફ, વીર્ય, લોહી અને મૂત્ર વચ્ચે જીવ ઉત્પન્ન થાય છે. તે જીવનું શુદ્ધિકરણ કઈ રીતે થાય જેની ઉત્પત્તિ જ શુક્ર અને લોહીના સમૂહ માં થઈ હોય. અશુચિથી ઉત્પન્ન અને હંમેશા દુર્ગંધ યુક્ત વિષ્ઠાથી ભરેલા અને હંમેશા શુચિની અપેક્ષા કરનારા આ શરીર પર ગર્વ કેવો ? ૪િ૩-પ૭]હે આયુષ્યમાનું ! આ પ્રકારે ઉત્પન્ન જીવની ક્રમથી દશ દશા કહી છે. તે આ પ્રમાણે- બાલા, કીંડા, મંદા, બલા, પ્રજ્ઞા, હાયની, પ્રપંચા, પ્રભારા, મુન્મની અને શાયની જીવનકાળની આ દશ અવસ્થા કહેલી છે. - જન્મ થતા જ તે જીવ પ્રથમ અવસ્થા પામે છે. તેમાં અજ્ઞાનતા ને લીધે સુખ-દુઃખ અને ભુખને જાણતો નથી. બીજી અવસ્થા માં તે વિવિધ ક્રીડા દ્વારા કીડા કરે છે. તેની કામ ભોગ માં તીવ્ર મતિ ઉત્પન થતી નથી. જ્યારે તે ત્રીજી અવસ્થા પામે છે. ત્યારે પાંચ પ્રકારના ભોગો ભોગવવા નિક્ષે સમર્થ થાય છે. ચોથી બલાનાની અવસ્થામાં મનુષ્ય કોઈ તકલીફ ન હોય તો પણ પોતાનું બળ પ્રદર્શન કરવા સમર્થ બને છે. પાંચમી અવસ્થામાં તે ધનની ચિંતા માટે સમર્થ હોય છે. અને પરિવારને પામે છે. છઠ્ઠી હાયની” અવસ્થામાં તે ઈન્દ્રિયમાં શિથિલતા આવતા કામભોગ પ્રતિ વિરકત થાય, સાતમી પ્રપંચા દશામાં તે સ્નિગ્ધ લાળ અને કફ પાડતો અને વારંવાર ખાંસતો રહે છે. સંકુચિત થયેલી પેટની ચામડી વાળો આઠમી અવસ્થામાં તે સ્ત્રીઓને અપ્રિય થાય છે. અને વૃદ્ધાવસ્થામાં પરિણમે છે. નવમી મુત્સુખ દશામાં શરીર વૃદ્ધાવસ્થા થી આક્રાન્ત થઈ જાય છે અને કામવાસના થી રહિત થાય છે. દશમી દશામાં તેની વાણી ક્ષીણ થાય છે અને સ્વર બદલાઈ જાય છે. તે દીન, વિપરીત બુદ્ધિ બ્રાન્તચિત્ત, દુર્બળ અને દુઃખદ અવસ્થા પામે છે... દશવર્ષની ઊંમર દૈહિક વિકાસની, વીસ વર્ષની ઊંમર વિદ્યા પ્રાપ્તિની ત્રીસ સુધી વિષય સુખ અને ચાલીસ વર્ષ સુધીની ઊંમર વિશિષ્ટ જ્ઞાનની હોય છે. પચાસે આંખની દષ્ટિ ક્ષીણ થાય, સાઠે બાહુબળ ઘટે, એસીમાં વર્ષની ઊંમરે આત્મ ચેતના ક્ષીણ થાય, નેવુની ઊંમર સુધીમાં શરીર વળી જાય અને સોમાં વર્ષે જીવન પૂર્ણ થાય. આમાં સુખ કેટલે-દુઃખ કેટલું? [૫૮-૬૨]જે સુખ પૂર્વક 100 વર્ષ જીવે અને ભોગોને ભોગવે છે. તેના માટે પણ જિનભાષિત ધર્મનું સેવન શ્રેયસ્કર છે. જે નિત્ય દુઃખી અને કષ્ટપૂર્ણ અવસ્થામાં જ જીવન જીવે છે તેના માટે શ્રેષ્ઠ શું? તેને જીતેન્દ્ર દ્વારા ઉપદેશિત શ્રેષ્ઠતર ધર્મનું પાલન કરવું તે જ કર્તવ્ય છે. સાંસારિક સુખ ભોગવતો તે એમ વિચારી ધર્માચરણ કરે કે મને ભવાંતરમાં શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થશે. દુઃખી એમ વિચારી ધમચરણ કરે કે ભવાંતરમાં મને દુઃખ પ્રાપ્ત ન થાય. નર કે નારીને જાતિ, ફળ, વિદ્યા અને શિક્ષા પણ સંસારથી પાર ઉતારતી નથી. આ બધું તો શુભ કમોંથી જ વૃદ્ધિને પામે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨ શુભ કર્મો (પુણ્ય) ક્ષીણ થતા પૌરુષ પણ ક્ષીણ થાય છે. શુભકમની વૃદ્ધિ થતા પૌરુષ પણ વૃદ્ધિ પામે છે. [3] હે આયુષ્યમાનું પુણ્ય કૃત્યો કરવાથી પ્રતિમાં વૃદ્ધિ થાય છે. પ્રશંસાધન અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે. તેથી હે આયુષ્યમાનું એવું કદી ન વિચારવું કે અહીં ઘણાં સમય, આવલિકા, ક્ષણ, શ્વાસોશ્વાસ, સ્તોક, લવ, મુહૂર્ત, દિવસ, આહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, શતવર્ષ, સહસ, વર્ષ લાખ, કરોડ કે કોડા ક્રોડ વર્ષ જીવવું છે. જ્યાં અમે ઘણાં શીલ, વ્રત, ગુણવિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ સ્વીકારીને સ્થિર રહીશું. હે આયુષ્યમાન્ ! ત્યારે એવું ચિંતન કેમ નથી કરતો કે નિશ્ચયથી આ જીવન ઘણી બાધા થી યુક્ત છે. અને તેમાં ઘણાં વાર, પિત્ત, શ્લેષ્મ, સન્નિપાત વગેરે વિવિધ રોગાતક જીવનને સ્પર્શે છે. ? [૬૪]હે આયુષ્યમાનું ! પૂર્વકાળમાં યુગલિક, અરિહંત ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ચારણ અને વિદ્યાધર આદિ મનુષ્ય રોગ રહિત હોવાથી લાખો વર્ષો સુધી. જીવન જીવતા હતા. તેઓ અત્યંત સૌમ્ય, સુંદર રૂપ વાળા ઉત્તમ ભોગ-ભોગવનારા, ઉત્તમ લક્ષણ ધારી, સવાંગ સુંદર શરીરવાળા હતા તેમના હાથ અને પગના તળીયા, લાલ કમળ પત્ર જેવા, અને કોમળ હતા. આંગળીઓ પણ કોમળ હતી. પર્વત, નગર, મગર, સાગર, તથા ચક્ર આદિ ઉત્તમ અને મંગલ ચિહ્નોથી યુક્ત હતા. પગ કાચબાની જેમ સુપ્રતિષ્ઠિત, અને સુસ્થિત, જાંઘ હરિણી અને કુરૂવિંદ નામના તૃણ સમાન વૃત્તાકાર, ગોઢણ. ડબ્બા અને તેના ઢાંકણની સંધિ જેવા, સાથળ હાથીની સૂંઢ જેવી, ગતિ શ્રેષ્ઠ મદોન્મત્ત હાથી જેવી વિક્રમ અને વિલાસ યુક્ત, ગુહઠ્ય પ્રદેશ ઉત્તમ જાતિના શ્રેષ્ઠ ઘોડા જેવો, કેળ સિંહની કમરથી પણ અધિક ગોળાકાર, શરીરનો મધ્યભાગ સમેટેલી ટીપાઈ, મૂસલ, દર્પણ અને શુદ્ધ કરાયેલા ઉત્તમ સોનાના બનેલા ખડુગની મૂઢ અને વજ જેવા વલયાકાર, નાભિ ગંગાના આવર્ત અને પ્રદક્ષિણાવર્તી તરંગ સમૂહ જેવી, સૂર્યકિરણોથી વિકસિત કમળ જેવી ગંભીર અને ગૂઢ, રોમરાજિ રમણીય, સુંદર સ્વાભાવિક, પાતળી, કાળી, સ્નિગ્ધ, પ્રશસ્ત, લાવયયુક્ત અતિ કોમળ, મૃદુ કુક્ષિ મત્સ્ય અને પક્ષીની જેમ ઉન્નત, ઉદર કમળ સમાન વિસ્તીર્ણ નિગ્ધ અને ઝુકેલા પડખાં વાળું, અલ્પરોમ યુક્ત આવા પ્રકારના દેહને પૂર્વેના મનુષ્યો ધારણ કરે છે. જેના હાડકાં માંસ યુક્ત હોવાથી નજરે પડતાં નથી, તે સોના જેવા નિર્મળ, સુંદર રચના વાળા, રોંગાદિ ઉપસર્ગ રહિત અને પ્રશસ્ત બત્રીશ લક્ષણોથી યુક્ત હોય છે. વક્ષસ્થળ સોનાની શિલા જેવા ઉજ્જવળ, પ્રશસ્ત, સમતલ પુષ્ટ, વિશાળ અને શ્રીવત્સ ચિલ વાળા, ભૂજા નગરના દ્વારના આગળીયા સમાન ગોળ, બાહુ ભુજંગેશ્વરના વિપુલ શરીર અને પોતાના સ્થાનથી નીકળતા આગળીયા જેવી લટકતી, સાંધા મુગ જોડાણ જેવા, માંસ-ગૂઢ- હષ્ટપુષ્ટ-સંસ્થિત-સુગઠિત સુબદ્ધ-નસોથી કસાયેલ- ઠોસ સ્થિર, વર્તુળાકાર, સુશ્લિષ્ટ, સુંદર અને દઢ, હાથ લાલ હથેળી વાળા- પુષ્ટ કોમળ-માંસલ-સુંદર બનાવટ વાળા-પ્રશસ્ત લક્ષણો વાળા, આંગળી પુષ્ટ-છિદ્રરહિત-કોમળ અને શ્રેષ્ઠ, નખો તાંબા જેવા રંગનાપાતળા-સ્વચ્છ-કાંતિવાળા- સુંદર અને સ્નિગ્ધ, હાથની રેખાઓ ચંદ્રમાંસૂર્ય-શંખ-ચક અને સ્વસ્તિક આદિશુભ લક્ષણ વાળી અને સુવિરચિત, ખભા શ્રેષ્ઠ Page #16 -------------------------------------------------------------------------- ________________ 48 તંદુલયાલિય-દિ] ભેંસો, સુવર, સિંહ, વાઘ, સાંઢ, હાથીના ખભા જેવા વિપુલ-પરિપૂર્ણ-ઉન્નત અને મૃદુ ગર્દન ચાર આંગળ સુપરિમિત અને શંખ જેવી શ્રેષ્ઠ, દાઢી-મૂંછ અવસ્થિત અને સુસ્પષ્ટ, ડોઢી પુષ્ટ, માંસલ, સુંદર અને વાઘ જેવી વિસ્તીર્ણ, હોઠ સંશુદ્ધ, મુગા અને બિંબના ફળ જેવા લાલ રંગના, દંત પંક્તિ ચંદ્રમા જેવી નિર્મળ-શંખ-ગાયનું દુધના ફણ-કુન્દપુષ્મ-જલકણ અને મૃણાલનાલની જેમ શ્વેત, દાંત અખંડ-સુડોળ-અવિરલઅત્યન્ત સ્નિગ્ધ અને સુંદર, એક સરખા, તાળવું અને ભિનું તળ અગ્નિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવું સ્વર સારસ પક્ષી જેવા મધુર-નવીન મેઘની ગર્જના જેવો ગંભીર તથા ઢોંચ પક્ષીના અવાજ જેવો- દુંદુભી યુક્ત, નાક ગરુડની ચાંચ જેવું લાંબુ સીધુ અને ઉન્નત, મુખ વિકસિત કમળ જેવું આંખ પક્ષ કમળ જેવી વિકસીતધવલ-કમળપત્ર જેવી સ્વચ્છ, ભંવર થોડી નીચે ઝુકેલી ધનુષ જેવી સુંદર પંક્તિયુક્ત-કાળા મેઘ જેવી ઉચિત માત્રામાં લાંબી અને સુંદર- કાન કંઈક અંશે શરીરને ચોટેલ પ્રમાણયુક્ત ગોળ અને આસપાસનો ભાગ માંસલ યુક્ત અને પુષ્ટ, કપાળ અર્ધચંદ્રમાં જેવું સંસ્થિત, મુખ પરિપૂર્ણ ચંદ્રમાં જેવું, સૌમ્ય, મસ્તક છત્રના આકાર જેવું ઉભરતું, માથાનો અગ્રભાગ મુદ્ગર જેવો. સુર્દઢ નસોથી બદ્ધ- ઉન્નત. લક્ષણથી યુક્ત અને ઉન્નત શિખર યુક્ત, માથાની ચામડી અગ્નિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવી લાલ, માથાના વાળ શાલ્મલી વૃક્ષના ફળ જેવા ધન, પ્રમાણપત, બારીક, કોમળ, સુંદર, નિર્મળ, સ્નિગ્ધ, પ્રશસ્ત લક્ષણવાળા, સુગંધિત, ભુજ-ભોજક રત્ન નીલમણી અને કાજળ જેવા કાળા હર્ષિત ભ્રમરના ઝુંડ ના સમૂહ જેવા, ઘુઘરાલા, દક્ષિણાવર્ત હોય છે. તેઓ ઉત્તમ લક્ષણ, વ્યંજન, ગણથી પરિપૂર્ણ પ્રમાણોપેત માન-ઉન્માન, સવગ સુંદર, ચંદ્રમા સમાન સૌમ્ય આકૃતિ વાળા, પ્રિયદર્શી. સ્વાભાવિક શૃંગાર ને લીધે સુંદરતાયુક્ત, જોવા લાયક, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હોય છે. આ મનુષ્યો નો સ્વર અક્ષારિત, મેઘ સમાન, હંસ સમાન. કોંચ પક્ષી નંદી-નંદીઘોષ- સિંહ-સિહઘોષ દિશાકુમાર દેવોનો ઘંટ-ઉદધિકુમાર દેવોનો ઘંટ એ સર્વે સમાન સ્વર હોય છે, શરીરમાં વાયુના અનુકૂળ વેગ વાળા, કબુતર જેવા સ્વભાવવાળા, શકુનિ પક્ષી જેવા નિર્લેપ મળ દ્વાર વાળા, પીઠ અને પેટની નીચે સુગઠિત બંને પડખા અને ઉચિત પરિમાણ જાંઘવાળા, પદ્મકમળ નીલકમળ જેવા સુગંધિત મુખવાળા, તેજ યુક્ત, નિરોગી, ઉત્તમ, પ્રશસ્ત, અત્યન્ત શ્વેત, અનુપમ જળ-મળ-ડાઘ- પસીના અને રજ રહિત શરીરવાળા અત્યંત સ્વચ્છ ને ઉદ્યોતિ શરીરવાળા, વજઋષભનારાચ સંઘયણ વાળા, સમચતુરગ્ન સંસ્થાન થી સંસ્થિત અને છ હજાર ધનુષ ઊંચાઈ વાળા કહ્યા છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો 256 પૃષ્ઠહાડકા વાળા કહ્યા છે. આ મનુષ્યો સ્વભાવે સરળ, પ્રકૃતિથી વિનિત, વિકારરહિત, પ્રકૃતિ થી અલ્પક્રોધમાન-માયા-લોભવાળા, મૃદુ અને માર્દવતા યુક્ત, તલ્લીન, સરળ, વિનિત, અલ્પ ઈચ્છાવાળા, અલ્પ સંગ્રહી શાંત સ્વભાવી. અસિ-મસિ-કૃષિ વ્યાપારરહિત, ગૃહાકારવૃક્ષની શાખા ઉપર નિવાસ, ઈચ્છિત. વિદ્યાભિલાસી, કલ્પવૃક્ષના પૃથ્વીફળ અને પુષ્પનો આહાર કરે છે. કિપ-૭૦)હે આયુષ્યમાન્ શ્રમણ ! પૂર્વકાળમાં મનુષ્યો ના છ પ્રકારના Page #17 -------------------------------------------------------------------------- ________________ સંક- 70 સંહના હતા તે આ પ્રમાણે-વજઋષભ નારાચ, ઋષભ નારાચ. નારાચ, અર્ધનારાચ, કાલિકા અને સેવાd, વર્તમાન કાળે મનુષ્યોને સેવા સંહનન જ હોય છે. હે આયુષ્યમાનું ! પૂર્વકાળમાં મનુષ્યોને છ પ્રકારના સંસ્થાન હતા. તે આ પ્રમાણે - સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ પરિમંડલ, સાદિક, કુન્જ, વામન અને હૂંડક પણ હે આયુષ્યમાન ! વર્તમાનકાળે માત્ર હુંડક સંસ્થાન જ હોય છે. મનુષ્યોના સંહાન, સંસ્થાન, ઊંચાઈ અને આયુ અવસર્પિણી કાળના દોષ ને કારણે સમયે-સમયે ક્ષીણ થતા જાય છે ક્રોધ-માન-માયા- લોભ તથા ખોટા તોલ માપ ની પ્રવૃત્તિ વગેરે બધા અવગુણ વધે છે. ત્રાક્વા અને જનપદોમાં માપતોલ વિષમ હોય છે. રાજકુળ અને વર્ષ વિષમ હોય છે. વિષમ વર્ષોમાં ઔષધિની શક્તિ ઘટી જાય છે. આ સમયમાં ઔષધિની દુર્બળતાને લીધે આયુ પણ ઘટે છે. આ રીતે કૃષ્ણ પક્ષના ચંદ્રમાની જેમ હૂાસમાન લોકમાં જે ધર્મમાં અનુરકત મનુષ્ય છે તે સારી રીતે જીવન જીવે છે. [૭૧-૭૩હે આયુષ્યમાનું ! તે જે કોઈ પણ નામનો પુરુષ નાહીને, દેવપૂજા કરીને, કૌતુક મંગલ અને પ્રાયશ્ચિતુ કરીને, માથે નાહીને, ગળામાં માળા પહેરી, મણી. અને સોનાના આભૂષણો ધારણ કરી, નવા અને બહુમૂલ્ય વસ્ત્રો પહેરી. ચંદન ના લેપ વાળા શરીરે, શુદ્ધ માળા અને વિલેપન યુક્ત, સુંદર હાર-અદ્ધહાર- ત્રિસરોહાર, કંદોરાથી શોભાયમાન થઈને, વક્ષસ્થળ ઉપર રૈવેયક, આંગળીમાં સુંદર વીટી, બાહુ ઉપર અનેક પ્રકારના મણી અને રત્નોથી જડીત બાજુ બંધથી વિભૂષિત, અત્યધિક શોભાયુકત, કુંડળથી પ્રકાશિત મુખવાળા, મુગટથી દીપતા મસ્તકવાળા, વિસ્તૃતહાર થી શોભતા વક્ષસ્થળ, લાંબા સુંદર વસ્ત્રના ઉત્તરીય ને ધારણ કરી, વીંટી થી પીળાવર્ણની આંગળીવાળા, વિવિધ મણી-સુવર્ણ વિશુદ્ધ રત્નયુક્ત, બહુમૂલ્ય પ્રકાશયુક્ત, સુશ્લિષ્ઠ, વિશિષ્ઠ, મનોહર, રમણીય અને વીરત્વના સૂચક કડા ધારણ કરે. વધારે કેટલું કહેવું ? કલ્પ વૃક્ષ જેવા, અલંકૃત વિભૂષિત અને પવિત્ર થઈને પોતાના માતા-પિતાને પ્રણામ કરે ત્યારે તેઓ આ પ્રમાણે કહે- હે પુત્ર ! સો વર્ષનો થા. પણ તેનું આયુષ્ય 100 વર્ષ હોય તો જીવે અન્યથા વધારે કેટલું જીવે ? સો વર્ષ જીવતો તે વીસ યુગ જીવે છે. અથતુિં તે 200 અયન કે 600 હતું કે 1200 મહિના કે 2400 પક્ષ કે 36000 રાતદિવસ કે 1080000 મુહૂર્ત કે 4074840000 શ્વાસોશ્વાસ દલું જીવે છે. હે ભગવનું છે તે સાડાબાવીસ “તંદુલવાહ” કઈ રીતે ખાય છે ? હે ગૌતમ ! દુબલ સ્ત્રી વડે ખાંડેલ, બળવાન શ્રી દ્વારા સૂપડાથી છડેલ. ખરમુસલ થી કુટેલ, ભુંસા અને કાંકરા રહિત કરેલ અખંડિત અને પરિપૂર્ણ ચોખાના સાડા બાર “પલનો એક પ્રસ્થ થાય. તે પ્રસ્થ ને “માગધ' પણ કહે છે. (સામાન્યથી) રોજ સવારે એક પ્રસ્થ અને સાંજે એક પ્રસ્થ એમ બે વખત ભાત ખાય છે. એક પ્રસ્થકમાં 6400 ભાત હોય છે. ર૦૦૦ ચોખા ના દાણાનો એક કવલ (કોળીયો) થકી પુરુષનો આહાર ૩ર કવલ સ્ત્રીનો આહાર 28 કવલ અને નપુંસકનો 24 કવલ હોય છે. આ ગણનો આ રીતે છે. બે અસતીની પ્રસૃતિ, બે પ્રકૃતિ ની એક સેતિકા, ચાર સૈતિકાનો એક કુડવ, ચાર કુડવનો એક પ્રસ્થક, ચાર પ્રસ્થકનો એક આઢક, સાઈઠ આઠક નો એક જઘન્ય કુંભ, એસી આઢક નો એક મધ્યમ કુંભ, સો આઢક નો એક ઉત્કૃષ્ટ કુંભ અને 800 આઢકનો એક વાહ થાય છે. આ વાહ પ્રમાણે સાડા Page #18 -------------------------------------------------------------------------- ________________ - - તંદુલયાલિઈ - [3] બાવીસ વાહ તંદુલ ખાય છે એ ગણિત અનુસાર 460 કરોડ, 80 લાખ ચોખાના દાણા થાય છે તેમ કહયું છે. આ રીતે સાડા બાવીસ વાહ તંદુલ ખાતો તે સાડા પાંચ કુંભ મગ ખાય છે. અર્થાતુ 2400 આઢક ઘી અને તેલ કે 36 હજાર પલ મીઠું ખાય છે. તે બે માસે કપડા બદલતો હોય છ00 ધોતી પહેરે છે. એક માસે બદલતો હોય તો 1200 ધોતી પહેરે છે. એ રીતે હે આયુષ્યમાન 100 વર્ષની આયુ વાળા મનુષ્યોના તેલ-ઘી, મીઠું, ભોજન અને વસ્ત્ર નું બધું ગણિત કે માપ-તોલ છે, આ ગણિત પરિમાણ પણ મહર્ષિઓએ બે પ્રકારે કહયું છે. જેની પાસે આ બધું છે તેની ગણના કરી, જેની પાસે આ કંઈ નથી તેની શું ગણના કરવી? [૭૪-૮૦]પહેલા વ્યવહાર ગણિત જેવું હવે સૂક્ષ્મ અને નિશ્ચયગત ગણિત જાણવું જોઈએ. જો આ પ્રકારે ન હોય તો ગણના વિષમ જાણવી. સર્વધક સૂક્ષ્યકાળ, જેનું વિભાજન ન થઈ શકે તેને “સમય” જાણવો. એક શ્વાસોશ્વાસમાં અસંખ્યાત સમય થાય છે. હૃષ્ટપુષ્ટ, ગ્લાનિ રહિત અને કષ્ટરહિત પુરુષ ની જે એક શ્વાસોશ્વાસ હોય છે તેને પ્રાણ કહે છે. સાત પ્રાણોનો એક સ્તોક, સાત સોફ નો એક લવ. 77 લવનું એક મુહૂર્ત કર્યું છે. હે ભગવન! એક મુહૂર્તમાં કેટલા ઉશ્વાસ કહ્યા છે? હે ગૌતમ ! 3703 ઉશ્વાસ થાય છે. બધા જ અનંતજ્ઞાનીઓએ આ જ મુહૂર્તપરિમાણ બતાવેલું છે. બે ઘડી નું એક મુહૂર્ત, સાઈઠ ઘડીનો એક અહોરાત્ર પંદર અહોરાત્રનો એક પક્ષ, બે પક્ષનો એક મહિનો થાય છે. [૮૧-૮દાડમના પુષ્પની આકૃતિ વાળી લોખંડની ઘડી બનાવી તેના તળમાં છિદ્ર કરવું. ત્રણ વર્ષની ગાયના બચ્ચાની પૂંછડીના 96 વાળ જે સીધા હોય અને વળેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ. અથવા બે વર્ષના હાથીના બચ્ચાની પૂંછડીના બે વાળ, જે ટુટેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ. અથવા ચાર માસા સોનાની એક ગોળ અને કઠોર સોય કે જેનું પરિમાણ ચાર અંગુલ હોય તેવું છિદ્ર હોવું જોઈએ. તે ઘડીમાં પાણીનું પરિણામ એ આઢક હોવું જોઈએ. તે પાણી ને કપડાં દ્વારા ગાળીને પ્રયોગ કરવો. મેઘનું સ્વચ્છ પાણી અને શરદકાલીન પર્વતીય નદી ના જ જેવું પાણી લેવું. 87-92]12- માસનું એક વર્ષના એક વર્ષના ૨૪-પક્ષ અને 30 રાતદિવસ હોય છે. એક રાત્રિ દિવસમાં 1,13,80 ઉશ્વાસ હોય છે. એક મહિનામાં ૩૩પપ૭૦૦ ઉશ્વાસ થાય છે. એક વર્ષમાં 40748400 ઉશ્વાસ થાય છે. 100 - વર્ષના આયુષ્યમાં 4074840000 ઉશ્વાસ થાય છે. હવે રાત દિવસ ક્ષીણ થતા આયુ ના ક્ષય ને જુઓ. (સાંભળી) [-૧૦૧]રાત દિવસમાં ત્રીસ અને મહિનામાં 900 મુહૂર્ત પ્રમાદિના નાશ પામે છે. પણ અજ્ઞાની તેને જાણતા નથી. હેમંત ઋતુમાં સૂર્ય પૂરા 3600 મુહૂર્ત આયનો નાશ કરે છે. એ જ રીતે ગ્રીષ્મ અને વર્ષો ઋતુઓમાં પણ થાય છે તેમ જાણવું. આ લોકમાં સામાન્ય થી સો વર્ષના આયુષ્યમાં 50 વર્ષ નિદ્રામાં નાશ પામે છે. એ જ રીતે 20 વર્ષ બાળપણ અને વૃદ્ધાવસ્થામાં નાશ પામે છે. બાકીના 15 વર્ષ ઠંડી, ગરમી, માર્ગગમન, ભૂખ, તરસ, ભય, શોક અને વિવિધ પ્રકારના રોગ થાય છે. એમ 85 વર્ષ નાશ પામે છે. જે સો વર્ષ જીવનાર હોય તે 15 વર્ષ જીવે છે અને Page #19 -------------------------------------------------------------------------- ________________ પ૧ સુત્ર- 101 100 વર્ષ જીવનાર પણ બધાં નથી હોતા. આ રીતે વ્યતીત થતા નિસ્સાર મનુષ્ય જીવન માં સામે આવેલ ચારિત્ર ધર્મનું પાલન કરતા નથી તેને પાછળથી પશ્ચાતાપ કરવો પડશે. આ કર્મભૂમિમાં ઉત્પન્ન થઈ ને પણ કોઈ મનુષ્ય મોહથી વશ જિનેન્દ્રો દ્વારા પ્રતિપાદિત ધર્મતીર્થ રૂપી શ્રેષ્ઠ માર્ગ અને આત્મ સ્વરૂપને જાણતો નથી આ જીવન નદીના વેગ જેવું ચપળ, યૌવન ફૂલો જેવું કરમાનારું અને સુખ પણ અશાવત છે. આ ત્રણે શીધ્ર ભોગ્ય છે. જેવી રીતે મૃગના સમૂહને જાળ વીંટાઈ જાય છે એ રીતે મનુષ્ય ને જરામરણ રૂપી જાળ વીંટાઈ જાય છે. તો પણ મોહ જાલ થી મૂઢ બનેલા તમે આ બધું જોઈ શકતા નથી. [૧૦૨]હે આયુષ્ય માનું ! આ શરીર ઈષ્ટ, પ્રિય, કાંત, મનોશ, મનોહર, મનાભિરામ, દઢ, વિશ્વાસનીય, સંમત, અભીષ્ટ, પ્રશંસનીય, આભુષણ અને રતન કરંડક સમાન સારી રીતે ગોપનીય, કપડાની પેટી અને તેલપાત્ર ની જેમ સારી રીતે રક્ષણીય, ઠંડી-ગરમી-ભૂખ-તરસ-ચોર-દેશ-મશકલાત-પિત્ત-કફ-સંનિપાત-આદિ રોગોના સંસ્પર્શથી બચાવવા યોગ્ય મનાય છે. પણ ખરેખર આ શરીર ? અધ્રુવ અનિત્ય અશાશ્વતા, વૃદ્ધિ અને હાની પામનારું, વિનાશશીલ છે. તેથી પહેલા કે પછી તેનો અવશ્ય પરિત્યાગ કરવો પડશે. હે આયુષ્યમાન્ ! આ શરીરમાં પૃષ્ઠ ભાગના હાડકાંમાં ક્રમશઃ 18 સાંધા છે. તેમાં કરંડક આકારની બાર પાંસળીના હાડકા છે. છ હાડકા માત્ર પડખાના ભાગ ઘેરે છે જેને કડાહ કહેવાય છે. મનુષ્યની કુક્ષિ એક વિતતિ (૧૨-અંગુલ પ્રમાણ) પરિમાણ યુક્ત અને ગર્દન ચાર અંગુલ પરિમાણ ની છે. જીભ ચાર પલ અને આંખ બે પલની છે. હાડકાના ચાર ખંડથી યુક્ત માથાનો. ભાગ છે. તેમાં 32 વ્રત, સાત અંગુલ પ્રમાણ જીભ, સાડા ત્રણ પલનું હૃદય, 25 પલનું કલેજું હોય છે, બે આંત હોય છે. જે પાંચ વામ પરિમાણની કહેવાય છે. બે આત આ પ્રકારે- સ્થળ અને પાતળી. તેમાં જે સ્થૂળ ત છે તેમાંથી મળ નીકળે છે અને જે સૂક્ષ્મ ત છે તેમાંથી મૂત્ર નીકળે છે. બે પડખાં કહ્યા છે. એક ડાબું બીજું જમણું. તેમાં જે ડાબુ પડખું છે તે સુખ પરિણામ વાળું છે. જે જમણું પડખું છે તે દુઃખ પરિણામવાળું છે. હે આયુષ્યમાનુ! આ શરીરમાં 160 સાંધા છે. 107 મર્મસ્થાન છે, એક બીજાથી જોડાયલા 300 હાડકાં છે, 900 સ્નાયુ, 700 શિરા, પ00 માંસ પેશી 9 ધમની, દાઢી મૂંછના રોમ સિવાયના. 99 લાખ રોમકૂપ, દાઢીમૂછ સહિત સાડા ત્રણ કરોડ રોમકૂપ હોય છે. હે આયુષ્યમાન ! આ શરીરમાં 10 શિરા નાભિથી નીકળી મસ્તિષ્ક તરફ જાય છે. જેને રસહરણી કહે છે. ઉર્ધ્વગમન કરતી. આ શિરા ચક્ષુ, શ્રોત્ર, ઘાણ અને જિલ્લા ને ક્રિયાશીલતા બક્ષે છે. અને તેના ઉપઘાતથી ચક્ષુ, નેત્ર, ઘાણ અને જીભની ક્રિયાશીલતા નાશ પામે છે. તે આયુષ્યમાનુ! આ શરીરમાં 10 શિરા નાભિથી નીકળી નીચે પગના તળીયા સુધી પહોંચે છે. તેનાથી જંઘાને ક્રિયાશીલતા પ્રાપ્ત થાય છે. આ શિરાના ઉપઘાત થી મસ્તકપીડ, આધાશીશી, મસ્તકશૂળ અને આંખનો અંધાપો આવે છે. તે આયુષ્યમાનું ! આ શરીર માં 160 શિરાનાભિથી નીકળી તિછ હાથના તળીયા સુધી પહોંચે છે. તેનાથી બાહુને ક્રિયાશીલતા મળે છે. અને તેના ઉપઘાતથી પડખામા વેદના, પૃષ્ઠ વેદના, કુક્ષિપિડા અને કુક્ષિળ થાય છે. તે આયુષ્યમાનું ! Page #20 -------------------------------------------------------------------------- ________________ પર તંદુલાલિય–૧૦૨] 160 શિરા નાભિથી નીકળી નીચે તરફ જઈ ગુદાને મળે છે. અને નિરુપઘાતથી મળ-મૂત્ર, વાયુ ઉચિત માત્રામાં થાય છે. અને ઉપઘાતથી મળ-મૂત્ર-વાયુ નો નિરોધ થતા મનુષ્ય ક્ષુબ્ધ બને છે અને પંડુ નામક રોગ થાય છે. હે આયુષ્યમાનું ! કફ ધારક 25 શિરા, પિત્ત ધારક રપ શિરા અને વીર્ય ધારક 10 શિરા હોય છે. પુરુષને 700 શિરા, સ્ત્રીને 670 શિરા અને નપુંસકને 680 શિરા હોય છે. હે આયુષ્યમાનું ! આ માનવ શરીરમાં લોહીનું વજન એક આઢક, વસાનું અડધું આઢક, મસ્તુલિંગનું એક પ્રસ્થ, મૂત્રનું એક આઢક, પુરીસનું એક પ્રસ્થ પિત્તનું એક કુડવ, કફનું એક કુડવ, શુક્રનું અડધું કુડવ પરિમાણ હોય છે. તેમાં જે દોષયુક્ત હોય છે તેમાં તે પરિમાણ અલ્પ હોય છે. પુરુષના શરીરમાં પાંચ કોઠા અને સ્ત્રીના શરીરમાં છ કોઠા હોય છે. પુરુષને નવ સ્ત્રોત અને સ્ત્રીને ૧૧-સ્રોત હોય છે પુરુષને પ૦૦ પેશિ, સ્ત્રીને 470 પેશી અને નપુંસક ને 480 પેશી હોય છે. [૧૦૩-૧૦૫કદાચ જો શરીરનું અંદરનું માંસ પરિવર્તન કરીને બહાર કરી દેવાય તો તે અશુચિ ને જોઈને માતા પણ ધૃણા કરવા માંડે, . મનુષ્યનું શરીર માંસ, શુક, હાડકાથી અપવિત્ર છે. પણ આ વસ્ત્ર, ગંધ અને માળા દ્વારા આચ્છાદિત હોવાથી શોભે છે. આ શરીર ખોપરી, ચરબી, મજ્જા, માંસ, હાડકાં, મસ્તુલિંગ, લોહી, વાલુંડક, ચર્મકોશ, નાકનો મેલ અને વિષ્ઠાનું ઘર છે. આ ખોપરી-નેત્ર, કાન, હોઠ, કપાળ, તાળવું વગેરે અમનોજ્ઞ મળથી યુક્ત છે. હોઠનો ઘેરાવો અત્યંત લાળ. થી ચીકણો, મોટું પસીનાવાળું, દાંત મળથી મલિન, જોવામાં બીભત્સ છે. હાથ-આંગળી, અંગુઠા, નખના સાંધા થી જોડાયેલ છે. આ અનેક તરલ-સ્ત્રાવનું ઘર છે. આ શરીર ખભાની નસ, અનેક શિરા અને ઘણાં સાંધાથી બંધાયેલું છે. શરીરમાં ફૂટેલા ઘડા જેવું કપાળ, સુકા વૃક્ષની કોટર જેવું પેટ, વાળવાળો અશોભનીય કુથિપ્રદેશ, હાડકાં અને શિરાના સમૂહથી યુક્ત તેમાં સર્વત્ર અને બધી તરફ રોમકૂપોમાંથી સ્વભાવથી જ અપવિત્ર અને ઘોર દુર્ગંધ યુક્ત પરસેવો નીકળી રહ્યો છે. તેમાં કલેજું, આંતરડા, પિત્ત, હૃદય, ફેફસા, પ્લીહા, કુડુક્સ, ઉદર એ ગુપ્ત માંસપિંડ અને મળાવક નવ છિદ્ર છે. તેમાં ધધક અવાજ કરતું હૃદય છે. તે દુર્ગધ યુક્ત પિત્ત, કફ, મૂત્ર અને ઔષધિનું નિવાસ સ્થાન છે. ગુહ્ય પ્રદેશ, ગોણ, જંઘા અને પગના છેડથી જોડાયેલ, માંસગંધથી યુક્ત અપવિત્ર અને નશ્વર છે. આ રીતે વિચાર કરતા અને તેનું બીભત્સ રૂપ જોઈને એ જાણવું જોઈએ કે આ શરીર અધવ, અનિત્ય, અશાશ્વત , સડન-ગલન અને વિનાશ ધર્મી તથા પહેલા કે પછી અવશ્ય નષ્ટ થનાર છે. આદિ અને અંત વાળું છે. બધાં મનુષ્યનો દેહ આવો જ છે. 106-108] માતાની કુક્ષિમાં શુક્ર અને શોણિત માં ઉત્પન્ન તે જ અપવિત્ર રસને પીતો નવ માંસ ગર્ભમાં રહે છે. યોનિમુખથી બહાર નીકળ્યો. સ્તન પાનથી વૃદ્ધિ પામ્યો, સ્વભાવથી જ અશુચિ અને મળ યુક્ત એવા આ શરીરને કઈ રીતે ધોવું શકય છે? અરે ! અશુચિમાં ઉત્પન અને જયાંથી તે મનુષ્ય બહાર નીકળેલ છે. કામક્રીડાની આસકિત થી તે જ અશુચિ યોનિ માં રમણ કરે છે. [૧૦૯-૧૧૨પછી અશચિ થી યુક્ત સ્ત્રીના કટિભાગ ને હજારો કવીઓ દ્વારા અશ્રાન્ત ભાવથી વર્ણન કેમ કરાય છે. ? તેઓ આ રીતે સ્વાર્થવશ મૂઢ બને છે. WWW.jainelibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૧૨ 53 તેઓ બિચારા રાગને કારણે આ કટિભાગ અપવિત્ર મળની થેલી છે તે જાણતા નથી. તેથી જ તેને વિકસિત નીલકમલ ના સમૂહ સમાન માનીને તેનું વર્ણન કરે છે. વધારે કેટલું કહીએ ?- પ્રચુર મેદ યુક્ત, પરમ અપવિત્ર વિષ્ઠાની રાશિ અને ધૃણા યોગ્ય શરીરમાં મોહ કરવો જોઈએ નહીં સેંકડો કૃમિ સમૂહોથી યુક્ત, અપવિત્ર મળથી વ્યાપ્ત, અશુદ્ધ, અશાવત, સારરહિત, દુર્ગધયુક્ત, પરસેવા અને મળથી મલિન આ શરીરમાં તમે નિર્વેદ પામો. [113-11] આ શરીર દાંત-કાન-નાકનો મેલ, મુખની પ્રચુર લાળથી યુક્ત છે. આવા બિભત્સ અને ધૃણિત શરીર પ્રત્યે રાગ કેવો ? સડન-ગલન-વિનાશવિધ્વંસન-દુઃખકર અને મરણધર્મી, સડેલા લાકડા સમાન આ શરીરની અભિલાષા કોણ કરે? આ શરીર કાગડા, કુતરા, કીડી, મકોડા, માછલી અને મશાન માં રહેતા ગિધ વગેરેનું ભોજય તથા વ્યાધિથી ગ્રસ્ત છે. એ શરીરમાં કોણ રાગ કરે ? અપવિત્ર વિષ્ઠા થી પૂરિત, માંસ અને હાડકાનું ઘર, મલસ્ત્રાવિ, રજ-વીર્યથી ઉત્પન્ન નવ છિદ્રથી યુક્ત અશાવત જાણ. તિલકયુક્ત, વિશેષથી રક્ત હોઠ વાળી યુવતિના. જુઓ છો. બાહ્ય રૂપને જુઓ છો પણ અંદર રહેલ દુગંધિત મળને નથી જોતા. મોહથી ગ્રસિત થઈ નાચો છો અને કપાળના અપવિત્ર રસને (ચુંબન થી) પીઓ છો કપાળથી ઉત્પન્ન રસ જેને સ્વય થકો છો, ધૃણા કરો છો અને તેમાંજ અનુરક્ત થઈ અત્યંત આસક્તિ થી પીઓ છો. [૧૨૦-૧૨૪]કપાળ અપવિત્ર છે. નાક-વિવિધ અંગ-છિદ્ર વિછિદ્ર પણ અપવિત્ર છે. શરીર પણ અપવિત્ર ચામડાથી ઢાંકેલું અંજન થી નિર્મળ, સ્નાન-ઉદ્વર્તન થી સંસ્કારિત, સુકુમાલ પુષ્પોથી સુશોભિત કેશરાશિ યુક્ત સ્ત્રીનું મુખ અજ્ઞાનીને રાગ ઉત્પન્ન કરે છે. અજ્ઞાન બુદ્ધિવાળો જે ફૂલોને મસ્તકનું આભુષણ કહે છે. તે કેવળ ફૂલ જ છે. મસ્તકનું આભુષણ નહીં. સાંભળો ! ચરબી, વસા, રસિ, કફ, શ્લેષ્મ, મેદ આ બધાં માથાના ભૂષણ છે આ પોતાના શરીરના સ્વાધિન છે. આ શરીર ભૂષિત થવા માટે અયોગ્ય છે. વિષ્ઠાનું ઘર છે. બે પગ અને નવ છિદ્રોથી યુક્ત છે. તીવ્ર દુર્ગધથી ભરેલું છે. તેમાં અજ્ઞાની મનુષ્ય અત્યંત મૂર્શિત થાય છે. [૧૨૫-૧૨૯]કામરાગથી રંગાયેલા તમે ગુપ્ત અંગોને પ્રગટ કરીને દાંતોના ચિકણા મળ અને ખોપરી માંથી નીકળતી કાંજી અર્થાતુ વિકૃત રસને પીઓ છો. હાથિના દેત મૂસલ-સસલા અને મૃગનું માંસ, ચમરી ગાયના વાળ અને ચિત્તાનું ચામડું તથા નખને માટે તેઓનું શરીર ગ્રહણ કરાય છે (મનુષ્યનું શરીર શું કામનું છે ) હે મૂર્ખ ! આ શરીર દુર્ગન્ધ યુક્ત અને મરણના સ્વભાવવાળું છે. તેમાં નિત્ય વિશ્વાસ કરી તમે કેમ આસકત થાઓ છો ? એનો સ્વભાવ તો કહો- દંત કોઈ કામના નથી, મોટા વાળ ઘણા યોગ્ય છે. ચામડી પણ બિભત્સ છે હવે કહો કે તમે શેમાં રાગ રાખો છો ? કફ, પિત્ત, મૂત્ર, વિષ્ઠા, વસા, દાંઢ આદિ શેનો રાગ છે? [૧૩૦-૧૩૫]જંઘાના હાડકા ઉપર સાથળ છે. તેના ઉપર કટિભાગ છે. કટિ ઉપર પૃષ્ઠ ભાગ છે. પૃષ્ઠ ભાગમાં 18 હાડકાં છે. બે આંખના હાડકાં છે બે આંખના હાડકા અને સોળ ગર્દનના હાડકા જાણવા. પીઠમાં બાર પાસળી છે. શિરા અને સ્નાયુ થી બાંધેલ કઠોર હાડકાનો આ ઢાંચો, માંસ અને ચામડામાં લપેટાયેલો છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ 54 તંદુલવાલિય- [35]. આ શરીર વિષ્ઠાનું ઘર છે આવા મળગૃહમાં કોણ રાગ કરે ? જેમ વિષ્ઠાના કુવા નજીક કાગડા ફરે છે. તેમાં કૃમિ દ્વારા સુલ-સુલ શબ્દ થયા કરે છે અને સ્ત્રોતોથી દુર્ગધ નીકળે છે. (મરેલા શરીર ની પણ આ જ દશા છે. મૃત શરીરના નેત્રને પક્ષી ચાંચ થી ખોદે છે. લતાની માફક હાથ ફેલાય જાય છે. આંત બહાર કાઢી લે છે અને ખોપરી ભયંકર દેખાય છે. મૃત શરીર ઉપર માખી બણબણ કરે છે. સડેલા માંસમાંથી સુલ-સુલ અવાજ આવે છે. તેમાં ઉત્પન્ન કૃમિ સમૂહ મિસમિસ અવાજ કરે છે. આંતરડામાંથી વિથિવ શબ્દ થાય છે. આમ આ ઘણું બીભત્સ લાગે છે. [૧૩-૧૪ર પ્રગટ પાંસળી વાળું વિકરાળ, સુકા સાંધાથી યુક્ત, ચેતના રહિત શરીરની અવસ્થા જાણો. નવ દ્વારોથી અશુચિ ને કાઢનાર, ઝરતા કાચા ઘડા સમાન આ શરીર પ્રતિ નિર્વેદ ભાવ ધારણ કરો. બે હાથ-બે પગ અને મસ્તક ધડ સાથે જોડેલ છે. તે મલિન મલનું કોમ્બગાર છે. આ વિષ્ઠાને તમે કેમ ઉપાડીને ફરો છો ? આ રૂપવાળા શરીરને રાજપથ ઉપર ફરતું જોઈને પ્રસન્ન થાઓ છો અને પર ગંધ થી સુગંધિતને તમારી ગંધ માનો છો, ગુલાબ, ચંપો, ચમેલી, અગર, ચંદન અને તર્ક નો ગંધને પોતાની ગંધ માની પ્રસન્ન થાઓ છો. તારું મોટું મુખવાસથી, અંગ-પ્રત્યંગ અગરથી, કેશ સ્નાનાદિ વેળા લગાડેલ સુગંધિત દ્રવ્યોથી સુગંધિત છે. તો આમાં તારી પોતાની ગંધ શું છે ? હે પુરષ ! આંખ-કાન-નાક નો મેલ તથા શ્લેષ્મ, અશુચિ અને મુત્ર એ જ તો તારી પોતાની ગંધ છે. [143] કામ રાગ અને મોહરૂપી વિવિધ દોરડાથી બંધાયેલ હજારો શ્રેષ્ઠ કવિઓ દ્વારા આ સ્ત્રિયોની પ્રશંસા માં ઘણું જ કહેવાયું છે. વસ્તુતઃ તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે. સ્ત્રિયો સ્વભાવથી કુટીલ, પ્રિયવચનોની લતા, પ્રેમ કરવામાં પહાડની નદીની જેમ કુટીલ, હજારો અપરાધોની સ્વામિની, શોક ઉત્પન્ન કરાવનારી, વાળનો વિનાશ કરનારી, પુરુષો માટે વધસ્થાન લજ્જાનો નાશ કરનારી, અવિનયની રાશિ, પાપખંડનું ઘર, શત્રુતાની ખાણ, શોકનું ઘર, મર્યાદા તોડનારી, રાગનું ઘર, દુરાચારિયોનું નિણાસ સ્થાન, સંમોહનની માતા, જ્ઞાનનો નાશ કરનારી, બાહ્મચર્યનાશ કરનારી, ધર્મમાં વિખરૂપ. સાધુઓની શત્રુ, આચાર સંપન્ન માટે કલંકરૂપ કર્મરૂપી રજનું વિશ્રામ ગૃહ મોક્ષમાર્ગમાં વિનુભૂત. દરિદ્રતાનો આવાસ, કોપાયમાન થાય ત્યારે ઝેરી સાપ જેવી, કામથી વશ થાય ત્યારે મદોન્મત હાથી જેવી, દુષ્ટ હૃદયા હોવાથી વાઘણ જેવી, કાલિમાં વાળા હૃદયની હોવાથી તૃણ આચ્છાદિત કૂવા સમાન, જાદૂગરની જેમ સેંકડો ઉપચાર થી આબદ્ધ કરનારી, દુગ્રાહ્ય સભાવ હોવા છતાં આદર્શની પ્રતિમા, શીલને સળગાવવામાં વનખંડની આગ જેવી, અસ્થિર ચિત્ત હોવાથી પર્વત માર્ગની જેમ અનવસ્થિત, અન્તરંગ વણ ની સમાન કુટીલ હૃદય, કાળા સર્પની જેમ અવિશ્વાસનીય. છળ છ% યુક્ત હોવાથી પ્રલય જેવી, સંધ્યાની લાલીમાની જેમ ક્ષણિક પ્રેમ કરનારી, સમુદ્રના તરંગની જેમ ચપળ સ્વભાવવાળી, માછલીની જેમ દુષ્પરિવર્તનીય, ચંચળતા માં વાંદરા જેવી, મૃત્યુની જેમ કંઈ બાકી ન રાખનારી, કાળની જેમ કુર, વરુણની જેમ કામપાશરૂપી હાથ વાળી, પાણીની જેમ નિમ્ન-અનુગામિની, કૃપણ ની જેમ ઉલટા હાથ વાળી, નરક સમાન ભયાનક, ગર્દભની જેમ દુશીલા, દુષ્ટ ઘોડાની જેમ દુર્દમનીય, બાળકની જેમ ક્ષણમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૪૩ પપ. પ્રસન્ન અને ક્ષણમાં રોષાયમાન થતી, અંધકારની જેમ દુwવેશ, વિષ લતાની જેમ આશ્રયને અયોગ્ય કુવા માં આક્રોશ થી અવગાહન કરનાર દુષ્ટ મગર જેવી, સ્થાનભ્રષ્ટ ઐશ્વર્યવાનુ ની જેમ પ્રશંસા માટે અયોગ્ય, દ્વિપાક ફળની જેમ પહેલા સારી લાગતી પણ પછી કરુ ફળ દેનારી, બાળકને લલચાવનારી ખાલી મુઠ્ઠી જેવી સાર વગરની, માંસપિંડ ને ગ્રહણ કરવાની જેમ ઉપદ્રવ ઉત્પન્ન કરનારી, બળેલા ઘાસ ના પૂળાની જેમ નહીં છૂટેલ માન અને બળેલા શીલવાળી, અરિષ્ટની જેમ દુર્ગધનીય, ખોટા સિક્કાની જેમ સમયે શીલને ઠગનારી, ક્રોધીની જેમ કષ્ટ થી રક્ષિત, અત્યંતવિષાદવાળી, નિદિત, દુરૂપચારા, અગંભીર અવિશ્વસનીય, અનવસ્થિત, દુખથી રક્ષિત, અરતિકર, કર્કશ, દંડ વૈરવાળી, રૂપ અને સૌભાગ્યથી ઉન્મત, સાંપની ગતિની જેમ કુટીલ હૃદયા, અટવીમાં યાત્રા ની જેમ ભય ભય ઉત્પન્ન કરનારી, કુળ-પરિવાર અને મિત્રમાં ફૂટ પાડનારી, બીજાના દોષો પ્રકાશિત કરનારી. કૃતઘ્ન, વીર્યનાશ કરનારી, કોલની જેમ એકાંતમાં હરણ કરનારી, ચંચળ, અરિનથી લાલ થયેલ ઘડાની જેમ લાલ હોઠોથી રાગ ઉત્પન્ન કરનાર, અંતરંગમાં ભગ્નશત હૃદયા દોરડા વિનાનું બંધન, વૃક્ષરહિત જંગલ અગ્નિનિલય અદશ્ય વૈતરણી, અસાધ્ય બિમારી, વિના વિયોગો પ્રલાપ કરનારી, અનભિવ્યક્ત ઉપસર્ગ, રતિક્રિડામાં ચિત્ત વિભ્રમ કરનારી, સવાંગ સળગાવનારી, મેઘવિના જ વજપાત કરનારી, જળશુન્ય પ્રવાહ અને સમુદ્ર સમાન નિરંતર ગર્જન કરનારી, આ સ્ત્રીઓ હોય છે. આ રીતે સ્ત્રીઓની અનેક નામ નિયુક્તિ કરાય છે. લાખો ઉપાયો થકી અને વિવિધ પ્રકારે પુરુષોની કામાસક્તિ વધારે છે તથા તેને વધ બંધનનું ભાજન બનાવનાર નારી સમાન પુરુષનો બીજો કોઈ શત્રુ નથી. તેથી તેના નારી વગેરે નિયુક્તિ આ પ્રમાણે છે. પુરુષને તેના સમાન કોઈ શત્રુ નથી, માટે “નારી’ વિવિધ પ્રકારના કર્મો અને શિલ્પથી પુરુષોને મોહિત કરે માહે “મહિલા', પુરુષો ને મત્ત કરે છે માટે “પ્રમદા, મહાન કલહને ઉત્પન્ન કરે છે માટે “માહિલિકા, પુરુષને હાવભાવ થી રમણ કરાવે છે માટે “રા', પુરુષોને પોતાના અંગમાં રાગ કરાવે માટે “અંગના', અનેક પ્રકારના યુદ્ધ- કલહ-સંગ્રામ-અટવીમાં ભ્રમણ, વિના પ્રયોજન ઋણ લેવું. ઠંડીગરમી નું દુઃખ અને કલેશ ઉભો કરવા આદિ કાર્યો માં તે પુરુષ ને પ્રવૃત્ત કરે છે માટે લલના, યોગનિયોગ દ્વારા પુરુષને વશ કરે માટે “યોજિત્ તથા વિવિધ ભાવો દ્વારા પુરષની વાસના ઉદ્દીપ્ત કરે છે માટે વનિતા કહેવાય છે. કોઈ સ્ત્રી પ્રમત્ત ભાવને, કોઈ પ્રણય વિભ્રમને અને કોઈ શ્વાસ રોગીની જેમ શબ્દ-વ્યવહાર કરે છે. કોઈ શત્ર જેવી હોય છે અને કોઈ રડી રડી પગે પ્રણામ કરે છે. કોઈ સ્તુતિ કરે છે. કોઈ કુતુહૂલ, હાસ્ય અને કટાક્ષ પૂર્વક જુએ છે. કોઈ વિલાસયુક્ત મધુર વચનોથી, કોઈ હાસ્ય ચેણ થી, કોઈ આલિંગન દ્વારા, કોઈ સીત્કારના શબ્દથી, કોઈ ગૃહયોગ ના પ્રદર્શન થી, કોઈ ભૂમિ ઉપર લખીને અથવા ચિલ કરીને, કોઈ વાંસડા પર ચડી નૃત્ય દ્વારા, કોઈ બાળકના આલિંગન થકી, કોઈ આંગળીના ટચાકા, સ્તન મર્દન અને કટિતટ પીડન આદિ થકી પુરુષોને આકૃષ્ટ કરે છે. આ સ્ત્રીયો વિઘ્ન કરવામાં જાળની જેમ, ફાંસવામાં કીચડની જેમ, મારવામાં મૃત્યુ ની જેમ, સળગાવવામાં અગ્નિ ની જેમ અને છિન્નભિન્ન કરવામાં તલવાર જેવી હોય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પક તંદુલયાલિયં-૪િ૪]. [૧૪૪-૧૫૧]સ્ત્રીયો તલવાર જેવી તીક્ષણ, શાહી જેવી કાલિમા, ગહન વન જેવી ભ્રમિત કરનારી. કબાટ અને કારાગાર જેવી બંધન કારક, પ્રવાહશીલ અગાધ જળની જેમ ભયદાયક હોય છે. આ સ્ત્રીઓ સેંકડો દોષોની ગગરી, અનેક પ્રકારના અપયશને ફેલાવનારી, કુટીલ હૃદયા, કપટપૂર્ણ વિચારવાળી હોય છે. તેના સ્વભાવને બુદ્ધિમાન પણ જાણી શકતા નથી. ગંગાના બાલુકણ, સાગરનું જલ, હિમવનું પરિમાણ, ઉગ્રતપનું ફળ, ગર્ભથી ઉત્પન્ન થનાર બાળક, સિંહની પીઠના વાળ, પેટમાં રહેલ પદાર્થ ઘોડાના ચાલવા નો અવાજ તેને કદાચ બુદ્ધિમાન મનુષ્ય જાણી શકે પણ સ્ત્રીના હૃદયને જાણી શકતો નથી. આ પ્રકારના ગુણોથી યુક્ત આ સ્ત્રીઓ વાંદરા જેવી ચંચળ મનવાળી અને સંસારમાં વિશ્વાસ કરવા યોગ્ય નથી. લોકમાં જેમ ધાન્ય વિહિન ખળ, પુષ્પરહિત બગીચો, દુધ રહિત ગાય, તેલ રહિત તલ નિરર્થક છે તેમ સ્ત્રી પણ સુખહિન હોવાથી નિરર્થક છે. જેટલા સમયમાં આંખ મીંચીને ઉઘાડાય એટલો સમયમાં સ્ત્રીઓનું હૃદય અને ચિત્ત હજાર વખત વ્યાકુળ થઈ જાય છે. ૧પ૨મૂર્ખ, વૃદ્ધ, વિશિષ્ટ જ્ઞાનથી હીન નિર્વિશેષ સંસારમાં શુકર જેવી નીચ પ્રવૃત્તિ વાળાને ઉપદેશ નિરર્થક છે. [૧પ૩-૧૫૪] પુત્ર, પિતા અને ઘણા-સંગ્રહ કરેલા તે ધનથી શું લાભ ? જે મરતી વખતે કંઈ પણ સહારો આપી ન શકે ? મૃત્યુ થતા પુત્ર મિત્ર કે પત્ની પણ સાથ છોડી દે છે પણ સુઉપાર્જિત ધર્મ જ મરણ સમયે સાથ છોડતો નથી. ૧પપ-૧પ૮]ધર્મ રક્ષક છે. ધર્મશરણ છે, ધર્મ જ ગતિ અને આધાર છે. ધર્મનું સારી રીતે આચરણ કરવાથી અજર અમર સ્થાનની પ્રાપ્તિ થાય છે. ધર્મ પ્રીતિકર-કીતિકર-દીપ્તિકર-યશકર-રતિકર-અભયકર-નિવૃત્તિકર અને મોક્ષ પ્રાપ્તિ સહાયક છે. સુકૃતધર્મ થકી જ મનુષ્યને શ્રેષ્ઠ દેવતાઓના અનુપમ રૂપ- ભોગોપભોગ-દ્ધિ અને વિજ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય છે. દેવેન્દ્ર- ચકીપદ, રાજ્ય, ઈચ્છિત. ભોગથી– નિવણ પર્યત આ બધું ધમચરણનું જ ફળ છે. [૧૫૯-૧૬૧]અહીં સો વર્ષના આયુવાળા મનુષ્યના આહાર, ઉચ્છવાસ, સંધિ, શિરા, રોમળ, પિત્ત, લોહી, વીર્ય ની ગણિત દષ્ટિએ પરિગણના કરાઈ છે. જેની ગણના દ્વારા અર્થ પ્રગટ કરાયો છે એવા શરીર ના વર્ષોને સાંભળીને તમે મોક્ષરૂપી કમળ માટે પ્રયત્ન કરો જેના સમ્યકત્વરૂપી હજારો પાંદડા છે. આ શરીર જન્મ, જરા મરણ, વેદના થી ભરેલી ગાડી જેવું છે. તેને પામીને એ જ કરવું જોઈએ જેથી બધા દુઃખોથી છૂટી જવાય. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ તંદુલ વેયાલિય પયત્નો ગુર્જરછાયા પૂર્ણ | પાંચમો પયનો ગુર્જરછાયા પૂર્ણ Page #25 -------------------------------------------------------------------------- ________________ 1 ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Shalih 11&116 11c12IP Richaela શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા 1-181$K h13 H1c1760