________________ સૂત્ર-૧૧૨ 53 તેઓ બિચારા રાગને કારણે આ કટિભાગ અપવિત્ર મળની થેલી છે તે જાણતા નથી. તેથી જ તેને વિકસિત નીલકમલ ના સમૂહ સમાન માનીને તેનું વર્ણન કરે છે. વધારે કેટલું કહીએ ?- પ્રચુર મેદ યુક્ત, પરમ અપવિત્ર વિષ્ઠાની રાશિ અને ધૃણા યોગ્ય શરીરમાં મોહ કરવો જોઈએ નહીં સેંકડો કૃમિ સમૂહોથી યુક્ત, અપવિત્ર મળથી વ્યાપ્ત, અશુદ્ધ, અશાવત, સારરહિત, દુર્ગધયુક્ત, પરસેવા અને મળથી મલિન આ શરીરમાં તમે નિર્વેદ પામો. [113-11] આ શરીર દાંત-કાન-નાકનો મેલ, મુખની પ્રચુર લાળથી યુક્ત છે. આવા બિભત્સ અને ધૃણિત શરીર પ્રત્યે રાગ કેવો ? સડન-ગલન-વિનાશવિધ્વંસન-દુઃખકર અને મરણધર્મી, સડેલા લાકડા સમાન આ શરીરની અભિલાષા કોણ કરે? આ શરીર કાગડા, કુતરા, કીડી, મકોડા, માછલી અને મશાન માં રહેતા ગિધ વગેરેનું ભોજય તથા વ્યાધિથી ગ્રસ્ત છે. એ શરીરમાં કોણ રાગ કરે ? અપવિત્ર વિષ્ઠા થી પૂરિત, માંસ અને હાડકાનું ઘર, મલસ્ત્રાવિ, રજ-વીર્યથી ઉત્પન્ન નવ છિદ્રથી યુક્ત અશાવત જાણ. તિલકયુક્ત, વિશેષથી રક્ત હોઠ વાળી યુવતિના. જુઓ છો. બાહ્ય રૂપને જુઓ છો પણ અંદર રહેલ દુગંધિત મળને નથી જોતા. મોહથી ગ્રસિત થઈ નાચો છો અને કપાળના અપવિત્ર રસને (ચુંબન થી) પીઓ છો કપાળથી ઉત્પન્ન રસ જેને સ્વય થકો છો, ધૃણા કરો છો અને તેમાંજ અનુરક્ત થઈ અત્યંત આસક્તિ થી પીઓ છો. [૧૨૦-૧૨૪]કપાળ અપવિત્ર છે. નાક-વિવિધ અંગ-છિદ્ર વિછિદ્ર પણ અપવિત્ર છે. શરીર પણ અપવિત્ર ચામડાથી ઢાંકેલું અંજન થી નિર્મળ, સ્નાન-ઉદ્વર્તન થી સંસ્કારિત, સુકુમાલ પુષ્પોથી સુશોભિત કેશરાશિ યુક્ત સ્ત્રીનું મુખ અજ્ઞાનીને રાગ ઉત્પન્ન કરે છે. અજ્ઞાન બુદ્ધિવાળો જે ફૂલોને મસ્તકનું આભુષણ કહે છે. તે કેવળ ફૂલ જ છે. મસ્તકનું આભુષણ નહીં. સાંભળો ! ચરબી, વસા, રસિ, કફ, શ્લેષ્મ, મેદ આ બધાં માથાના ભૂષણ છે આ પોતાના શરીરના સ્વાધિન છે. આ શરીર ભૂષિત થવા માટે અયોગ્ય છે. વિષ્ઠાનું ઘર છે. બે પગ અને નવ છિદ્રોથી યુક્ત છે. તીવ્ર દુર્ગધથી ભરેલું છે. તેમાં અજ્ઞાની મનુષ્ય અત્યંત મૂર્શિત થાય છે. [૧૨૫-૧૨૯]કામરાગથી રંગાયેલા તમે ગુપ્ત અંગોને પ્રગટ કરીને દાંતોના ચિકણા મળ અને ખોપરી માંથી નીકળતી કાંજી અર્થાતુ વિકૃત રસને પીઓ છો. હાથિના દેત મૂસલ-સસલા અને મૃગનું માંસ, ચમરી ગાયના વાળ અને ચિત્તાનું ચામડું તથા નખને માટે તેઓનું શરીર ગ્રહણ કરાય છે (મનુષ્યનું શરીર શું કામનું છે ) હે મૂર્ખ ! આ શરીર દુર્ગન્ધ યુક્ત અને મરણના સ્વભાવવાળું છે. તેમાં નિત્ય વિશ્વાસ કરી તમે કેમ આસકત થાઓ છો ? એનો સ્વભાવ તો કહો- દંત કોઈ કામના નથી, મોટા વાળ ઘણા યોગ્ય છે. ચામડી પણ બિભત્સ છે હવે કહો કે તમે શેમાં રાગ રાખો છો ? કફ, પિત્ત, મૂત્ર, વિષ્ઠા, વસા, દાંઢ આદિ શેનો રાગ છે? [૧૩૦-૧૩૫]જંઘાના હાડકા ઉપર સાથળ છે. તેના ઉપર કટિભાગ છે. કટિ ઉપર પૃષ્ઠ ભાગ છે. પૃષ્ઠ ભાગમાં 18 હાડકાં છે. બે આંખના હાડકાં છે બે આંખના હાડકા અને સોળ ગર્દનના હાડકા જાણવા. પીઠમાં બાર પાસળી છે. શિરા અને સ્નાયુ થી બાંધેલ કઠોર હાડકાનો આ ઢાંચો, માંસ અને ચામડામાં લપેટાયેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org