________________ પર તંદુલાલિય–૧૦૨] 160 શિરા નાભિથી નીકળી નીચે તરફ જઈ ગુદાને મળે છે. અને નિરુપઘાતથી મળ-મૂત્ર, વાયુ ઉચિત માત્રામાં થાય છે. અને ઉપઘાતથી મળ-મૂત્ર-વાયુ નો નિરોધ થતા મનુષ્ય ક્ષુબ્ધ બને છે અને પંડુ નામક રોગ થાય છે. હે આયુષ્યમાનું ! કફ ધારક 25 શિરા, પિત્ત ધારક રપ શિરા અને વીર્ય ધારક 10 શિરા હોય છે. પુરુષને 700 શિરા, સ્ત્રીને 670 શિરા અને નપુંસકને 680 શિરા હોય છે. હે આયુષ્યમાનું ! આ માનવ શરીરમાં લોહીનું વજન એક આઢક, વસાનું અડધું આઢક, મસ્તુલિંગનું એક પ્રસ્થ, મૂત્રનું એક આઢક, પુરીસનું એક પ્રસ્થ પિત્તનું એક કુડવ, કફનું એક કુડવ, શુક્રનું અડધું કુડવ પરિમાણ હોય છે. તેમાં જે દોષયુક્ત હોય છે તેમાં તે પરિમાણ અલ્પ હોય છે. પુરુષના શરીરમાં પાંચ કોઠા અને સ્ત્રીના શરીરમાં છ કોઠા હોય છે. પુરુષને નવ સ્ત્રોત અને સ્ત્રીને ૧૧-સ્રોત હોય છે પુરુષને પ૦૦ પેશિ, સ્ત્રીને 470 પેશી અને નપુંસક ને 480 પેશી હોય છે. [૧૦૩-૧૦૫કદાચ જો શરીરનું અંદરનું માંસ પરિવર્તન કરીને બહાર કરી દેવાય તો તે અશુચિ ને જોઈને માતા પણ ધૃણા કરવા માંડે, . મનુષ્યનું શરીર માંસ, શુક, હાડકાથી અપવિત્ર છે. પણ આ વસ્ત્ર, ગંધ અને માળા દ્વારા આચ્છાદિત હોવાથી શોભે છે. આ શરીર ખોપરી, ચરબી, મજ્જા, માંસ, હાડકાં, મસ્તુલિંગ, લોહી, વાલુંડક, ચર્મકોશ, નાકનો મેલ અને વિષ્ઠાનું ઘર છે. આ ખોપરી-નેત્ર, કાન, હોઠ, કપાળ, તાળવું વગેરે અમનોજ્ઞ મળથી યુક્ત છે. હોઠનો ઘેરાવો અત્યંત લાળ. થી ચીકણો, મોટું પસીનાવાળું, દાંત મળથી મલિન, જોવામાં બીભત્સ છે. હાથ-આંગળી, અંગુઠા, નખના સાંધા થી જોડાયેલ છે. આ અનેક તરલ-સ્ત્રાવનું ઘર છે. આ શરીર ખભાની નસ, અનેક શિરા અને ઘણાં સાંધાથી બંધાયેલું છે. શરીરમાં ફૂટેલા ઘડા જેવું કપાળ, સુકા વૃક્ષની કોટર જેવું પેટ, વાળવાળો અશોભનીય કુથિપ્રદેશ, હાડકાં અને શિરાના સમૂહથી યુક્ત તેમાં સર્વત્ર અને બધી તરફ રોમકૂપોમાંથી સ્વભાવથી જ અપવિત્ર અને ઘોર દુર્ગંધ યુક્ત પરસેવો નીકળી રહ્યો છે. તેમાં કલેજું, આંતરડા, પિત્ત, હૃદય, ફેફસા, પ્લીહા, કુડુક્સ, ઉદર એ ગુપ્ત માંસપિંડ અને મળાવક નવ છિદ્ર છે. તેમાં ધધક અવાજ કરતું હૃદય છે. તે દુર્ગધ યુક્ત પિત્ત, કફ, મૂત્ર અને ઔષધિનું નિવાસ સ્થાન છે. ગુહ્ય પ્રદેશ, ગોણ, જંઘા અને પગના છેડથી જોડાયેલ, માંસગંધથી યુક્ત અપવિત્ર અને નશ્વર છે. આ રીતે વિચાર કરતા અને તેનું બીભત્સ રૂપ જોઈને એ જાણવું જોઈએ કે આ શરીર અધવ, અનિત્ય, અશાશ્વત , સડન-ગલન અને વિનાશ ધર્મી તથા પહેલા કે પછી અવશ્ય નષ્ટ થનાર છે. આદિ અને અંત વાળું છે. બધાં મનુષ્યનો દેહ આવો જ છે. 106-108] માતાની કુક્ષિમાં શુક્ર અને શોણિત માં ઉત્પન્ન તે જ અપવિત્ર રસને પીતો નવ માંસ ગર્ભમાં રહે છે. યોનિમુખથી બહાર નીકળ્યો. સ્તન પાનથી વૃદ્ધિ પામ્યો, સ્વભાવથી જ અશુચિ અને મળ યુક્ત એવા આ શરીરને કઈ રીતે ધોવું શકય છે? અરે ! અશુચિમાં ઉત્પન અને જયાંથી તે મનુષ્ય બહાર નીકળેલ છે. કામક્રીડાની આસકિત થી તે જ અશુચિ યોનિ માં રમણ કરે છે. [૧૦૯-૧૧૨પછી અશચિ થી યુક્ત સ્ત્રીના કટિભાગ ને હજારો કવીઓ દ્વારા અશ્રાન્ત ભાવથી વર્ણન કેમ કરાય છે. ? તેઓ આ રીતે સ્વાર્થવશ મૂઢ બને છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org