________________ પ૧ સુત્ર- 101 100 વર્ષ જીવનાર પણ બધાં નથી હોતા. આ રીતે વ્યતીત થતા નિસ્સાર મનુષ્ય જીવન માં સામે આવેલ ચારિત્ર ધર્મનું પાલન કરતા નથી તેને પાછળથી પશ્ચાતાપ કરવો પડશે. આ કર્મભૂમિમાં ઉત્પન્ન થઈ ને પણ કોઈ મનુષ્ય મોહથી વશ જિનેન્દ્રો દ્વારા પ્રતિપાદિત ધર્મતીર્થ રૂપી શ્રેષ્ઠ માર્ગ અને આત્મ સ્વરૂપને જાણતો નથી આ જીવન નદીના વેગ જેવું ચપળ, યૌવન ફૂલો જેવું કરમાનારું અને સુખ પણ અશાવત છે. આ ત્રણે શીધ્ર ભોગ્ય છે. જેવી રીતે મૃગના સમૂહને જાળ વીંટાઈ જાય છે એ રીતે મનુષ્ય ને જરામરણ રૂપી જાળ વીંટાઈ જાય છે. તો પણ મોહ જાલ થી મૂઢ બનેલા તમે આ બધું જોઈ શકતા નથી. [૧૦૨]હે આયુષ્ય માનું ! આ શરીર ઈષ્ટ, પ્રિય, કાંત, મનોશ, મનોહર, મનાભિરામ, દઢ, વિશ્વાસનીય, સંમત, અભીષ્ટ, પ્રશંસનીય, આભુષણ અને રતન કરંડક સમાન સારી રીતે ગોપનીય, કપડાની પેટી અને તેલપાત્ર ની જેમ સારી રીતે રક્ષણીય, ઠંડી-ગરમી-ભૂખ-તરસ-ચોર-દેશ-મશકલાત-પિત્ત-કફ-સંનિપાત-આદિ રોગોના સંસ્પર્શથી બચાવવા યોગ્ય મનાય છે. પણ ખરેખર આ શરીર ? અધ્રુવ અનિત્ય અશાશ્વતા, વૃદ્ધિ અને હાની પામનારું, વિનાશશીલ છે. તેથી પહેલા કે પછી તેનો અવશ્ય પરિત્યાગ કરવો પડશે. હે આયુષ્યમાન્ ! આ શરીરમાં પૃષ્ઠ ભાગના હાડકાંમાં ક્રમશઃ 18 સાંધા છે. તેમાં કરંડક આકારની બાર પાંસળીના હાડકા છે. છ હાડકા માત્ર પડખાના ભાગ ઘેરે છે જેને કડાહ કહેવાય છે. મનુષ્યની કુક્ષિ એક વિતતિ (૧૨-અંગુલ પ્રમાણ) પરિમાણ યુક્ત અને ગર્દન ચાર અંગુલ પરિમાણ ની છે. જીભ ચાર પલ અને આંખ બે પલની છે. હાડકાના ચાર ખંડથી યુક્ત માથાનો. ભાગ છે. તેમાં 32 વ્રત, સાત અંગુલ પ્રમાણ જીભ, સાડા ત્રણ પલનું હૃદય, 25 પલનું કલેજું હોય છે, બે આંત હોય છે. જે પાંચ વામ પરિમાણની કહેવાય છે. બે આત આ પ્રકારે- સ્થળ અને પાતળી. તેમાં જે સ્થૂળ ત છે તેમાંથી મળ નીકળે છે અને જે સૂક્ષ્મ ત છે તેમાંથી મૂત્ર નીકળે છે. બે પડખાં કહ્યા છે. એક ડાબું બીજું જમણું. તેમાં જે ડાબુ પડખું છે તે સુખ પરિણામ વાળું છે. જે જમણું પડખું છે તે દુઃખ પરિણામવાળું છે. હે આયુષ્યમાનુ! આ શરીરમાં 160 સાંધા છે. 107 મર્મસ્થાન છે, એક બીજાથી જોડાયલા 300 હાડકાં છે, 900 સ્નાયુ, 700 શિરા, પ00 માંસ પેશી 9 ધમની, દાઢી મૂંછના રોમ સિવાયના. 99 લાખ રોમકૂપ, દાઢીમૂછ સહિત સાડા ત્રણ કરોડ રોમકૂપ હોય છે. હે આયુષ્યમાન ! આ શરીરમાં 10 શિરા નાભિથી નીકળી મસ્તિષ્ક તરફ જાય છે. જેને રસહરણી કહે છે. ઉર્ધ્વગમન કરતી. આ શિરા ચક્ષુ, શ્રોત્ર, ઘાણ અને જિલ્લા ને ક્રિયાશીલતા બક્ષે છે. અને તેના ઉપઘાતથી ચક્ષુ, નેત્ર, ઘાણ અને જીભની ક્રિયાશીલતા નાશ પામે છે. તે આયુષ્યમાનુ! આ શરીરમાં 10 શિરા નાભિથી નીકળી નીચે પગના તળીયા સુધી પહોંચે છે. તેનાથી જંઘાને ક્રિયાશીલતા પ્રાપ્ત થાય છે. આ શિરાના ઉપઘાત થી મસ્તકપીડ, આધાશીશી, મસ્તકશૂળ અને આંખનો અંધાપો આવે છે. તે આયુષ્યમાનું ! આ શરીર માં 160 શિરાનાભિથી નીકળી તિછ હાથના તળીયા સુધી પહોંચે છે. તેનાથી બાહુને ક્રિયાશીલતા મળે છે. અને તેના ઉપઘાતથી પડખામા વેદના, પૃષ્ઠ વેદના, કુક્ષિપિડા અને કુક્ષિળ થાય છે. તે આયુષ્યમાનું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org