________________ नमो नमोनिम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ TNNI 28 તંદુલવેયાલિય-પઈણય SEZZZZZZZZZZZ (પાંચમું પ્રકિર્ણક-ગુર્જરછાયા) [૧]જરા-મરણ થી મુક્ત થયેલા એવા જિનેશ્વર મહાવીર ને પ્રણામ કરીને આ “નંદુલ વેયાલિય” પન્નાને હું કહીશ. રિ-૩ ગણવામાં મનુષ્યનું આયુ સો વર્ષ લઈ તેને દશ-દશમાં વિભાજીત કરાય છે. તે સો વર્ષના આયુ સિવાયનો કાળ તે ગભવાસ. તે ગર્ભકાળ અને જેટલા દિવસ, રાત્રિ, મુહૂર્ત, શ્વાસોશ્વાસ જીવ ગર્ભવાસમાં રહે તેની આહાર વિધિ કહીશ ૪-૮જીવ 270 પૂર્ણ દિવસરાત અને અડધો દિવસ ગર્ભમાં રહે છે. નિયમથી જીવને આટલા દિવસ રાત ગર્ભવાસ માં લાગે. પણ ઉપઘાતને કારણે તેનાથી ઓછા કે અધિક દિવસ માં પણ જન્મ લઈ શકે છે. નિયમથી જીવ ૮૩૨પ મુહુર્ત સુધી ગર્ભમાં રહે પણ તેમાં હાનિ-વૃદ્ધિ પણ થાય છે. જીવને ગર્ભમાં 31410225 શ્વાસોચ્છુવાસ હોય છે. પણ તેનાથી ઓછા-અધિક પણ હોઈ શકે. [9-12] હે આયુષ્યમાન્ ! સ્ત્રીની નાભિની નીચે પુષ્પડંઠલ ના આકાર વાળી બે સિરા હોય છે. તેની નીચે ઉલટું કરેલ કમળના આકારની યોનિ હોય છે. જે તલવારની મ્યાન જેવી હોય છે. તે યોનિ નીચે કેરીની પેશી જેવો માંસપિંડ હોય છે તે ઋતુકાળ માં ફૂટીને લોહીના કણ છોડે છે. ઉલટા કરાયેલ કમળ ના આકારની તે યોનિ જ્યારે શુક્ર મિશ્રિત હોય છે ત્યારે તે જીવ ઉત્પન્ન કરવા યોગ્ય હોય છે. તેમ જિનેન્દ્રોએ કહયું છે. ગર્ભ ઉત્પત્તિ યોગ્ય યોનિ માં 12 મુહુર્ત સુધી લાખ પૃથકત્વ થી. અધિક જીવ રહે છે. ત્યાર પછી તે વિનાશ પામે છે. [૧૩-૧૪]પપ વર્ષ બાદ શ્રી યોનિ ગર્ભધારણ યોગ્ય રહેતી નથી અને ૭પ વર્ષ બાદ પુરુષ પ્રાયઃ શુક્રાણુ રહિત થઈ જાય છે. 100 વર્ષથી પૂર્વકોટી સુધી જેટલું આયુ હોય છે. તેના અડધા ભાગ પછી સ્ત્રી સંતાનો ઉત્પત્તિ માં અસમર્થ થઈ જાય છે. અને આયુના ર૦ ટકા ભાગ બાકી રહેતા પુરુષ શુક્રાણુ રહિત થઈ જાય છે. [૧૫]રકતોત્કટ સ્ત્રી યોનિ 12 મુહૂર્તમાં ઉત્કૃષ્ટથી લાખ પૃથકત્વ જીવોને સંતાન રૂપે ઉત્પન્ન કરવામાં સમર્થ હોય છે. 12 વર્ષ માં અધિકતમ ગર્ભકાળમાં એક જીવના અધિકતમ શો પૃથકૃત્વ (૨૦૦થી 900) પિતા થઈ શકે છે. | [૧૬]જમણી કુક્ષી પુરુષ નો અને ડાબી કુક્ષી સ્ત્રીનું નિવાસ સ્થળ હોય છે. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org