________________ સંક- 70 સંહના હતા તે આ પ્રમાણે-વજઋષભ નારાચ, ઋષભ નારાચ. નારાચ, અર્ધનારાચ, કાલિકા અને સેવાd, વર્તમાન કાળે મનુષ્યોને સેવા સંહનન જ હોય છે. હે આયુષ્યમાનું ! પૂર્વકાળમાં મનુષ્યોને છ પ્રકારના સંસ્થાન હતા. તે આ પ્રમાણે - સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ પરિમંડલ, સાદિક, કુન્જ, વામન અને હૂંડક પણ હે આયુષ્યમાન ! વર્તમાનકાળે માત્ર હુંડક સંસ્થાન જ હોય છે. મનુષ્યોના સંહાન, સંસ્થાન, ઊંચાઈ અને આયુ અવસર્પિણી કાળના દોષ ને કારણે સમયે-સમયે ક્ષીણ થતા જાય છે ક્રોધ-માન-માયા- લોભ તથા ખોટા તોલ માપ ની પ્રવૃત્તિ વગેરે બધા અવગુણ વધે છે. ત્રાક્વા અને જનપદોમાં માપતોલ વિષમ હોય છે. રાજકુળ અને વર્ષ વિષમ હોય છે. વિષમ વર્ષોમાં ઔષધિની શક્તિ ઘટી જાય છે. આ સમયમાં ઔષધિની દુર્બળતાને લીધે આયુ પણ ઘટે છે. આ રીતે કૃષ્ણ પક્ષના ચંદ્રમાની જેમ હૂાસમાન લોકમાં જે ધર્મમાં અનુરકત મનુષ્ય છે તે સારી રીતે જીવન જીવે છે. [૭૧-૭૩હે આયુષ્યમાનું ! તે જે કોઈ પણ નામનો પુરુષ નાહીને, દેવપૂજા કરીને, કૌતુક મંગલ અને પ્રાયશ્ચિતુ કરીને, માથે નાહીને, ગળામાં માળા પહેરી, મણી. અને સોનાના આભૂષણો ધારણ કરી, નવા અને બહુમૂલ્ય વસ્ત્રો પહેરી. ચંદન ના લેપ વાળા શરીરે, શુદ્ધ માળા અને વિલેપન યુક્ત, સુંદર હાર-અદ્ધહાર- ત્રિસરોહાર, કંદોરાથી શોભાયમાન થઈને, વક્ષસ્થળ ઉપર રૈવેયક, આંગળીમાં સુંદર વીટી, બાહુ ઉપર અનેક પ્રકારના મણી અને રત્નોથી જડીત બાજુ બંધથી વિભૂષિત, અત્યધિક શોભાયુકત, કુંડળથી પ્રકાશિત મુખવાળા, મુગટથી દીપતા મસ્તકવાળા, વિસ્તૃતહાર થી શોભતા વક્ષસ્થળ, લાંબા સુંદર વસ્ત્રના ઉત્તરીય ને ધારણ કરી, વીંટી થી પીળાવર્ણની આંગળીવાળા, વિવિધ મણી-સુવર્ણ વિશુદ્ધ રત્નયુક્ત, બહુમૂલ્ય પ્રકાશયુક્ત, સુશ્લિષ્ઠ, વિશિષ્ઠ, મનોહર, રમણીય અને વીરત્વના સૂચક કડા ધારણ કરે. વધારે કેટલું કહેવું ? કલ્પ વૃક્ષ જેવા, અલંકૃત વિભૂષિત અને પવિત્ર થઈને પોતાના માતા-પિતાને પ્રણામ કરે ત્યારે તેઓ આ પ્રમાણે કહે- હે પુત્ર ! સો વર્ષનો થા. પણ તેનું આયુષ્ય 100 વર્ષ હોય તો જીવે અન્યથા વધારે કેટલું જીવે ? સો વર્ષ જીવતો તે વીસ યુગ જીવે છે. અથતુિં તે 200 અયન કે 600 હતું કે 1200 મહિના કે 2400 પક્ષ કે 36000 રાતદિવસ કે 1080000 મુહૂર્ત કે 4074840000 શ્વાસોશ્વાસ દલું જીવે છે. હે ભગવનું છે તે સાડાબાવીસ “તંદુલવાહ” કઈ રીતે ખાય છે ? હે ગૌતમ ! દુબલ સ્ત્રી વડે ખાંડેલ, બળવાન શ્રી દ્વારા સૂપડાથી છડેલ. ખરમુસલ થી કુટેલ, ભુંસા અને કાંકરા રહિત કરેલ અખંડિત અને પરિપૂર્ણ ચોખાના સાડા બાર “પલનો એક પ્રસ્થ થાય. તે પ્રસ્થ ને “માગધ' પણ કહે છે. (સામાન્યથી) રોજ સવારે એક પ્રસ્થ અને સાંજે એક પ્રસ્થ એમ બે વખત ભાત ખાય છે. એક પ્રસ્થકમાં 6400 ભાત હોય છે. ર૦૦૦ ચોખા ના દાણાનો એક કવલ (કોળીયો) થકી પુરુષનો આહાર ૩ર કવલ સ્ત્રીનો આહાર 28 કવલ અને નપુંસકનો 24 કવલ હોય છે. આ ગણનો આ રીતે છે. બે અસતીની પ્રસૃતિ, બે પ્રકૃતિ ની એક સેતિકા, ચાર સૈતિકાનો એક કુડવ, ચાર કુડવનો એક પ્રસ્થક, ચાર પ્રસ્થકનો એક આઢક, સાઈઠ આઠક નો એક જઘન્ય કુંભ, એસી આઢક નો એક મધ્યમ કુંભ, સો આઢક નો એક ઉત્કૃષ્ટ કુંભ અને 800 આઢકનો એક વાહ થાય છે. આ વાહ પ્રમાણે સાડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org