________________ 48 તંદુલયાલિય-દિ] ભેંસો, સુવર, સિંહ, વાઘ, સાંઢ, હાથીના ખભા જેવા વિપુલ-પરિપૂર્ણ-ઉન્નત અને મૃદુ ગર્દન ચાર આંગળ સુપરિમિત અને શંખ જેવી શ્રેષ્ઠ, દાઢી-મૂંછ અવસ્થિત અને સુસ્પષ્ટ, ડોઢી પુષ્ટ, માંસલ, સુંદર અને વાઘ જેવી વિસ્તીર્ણ, હોઠ સંશુદ્ધ, મુગા અને બિંબના ફળ જેવા લાલ રંગના, દંત પંક્તિ ચંદ્રમા જેવી નિર્મળ-શંખ-ગાયનું દુધના ફણ-કુન્દપુષ્મ-જલકણ અને મૃણાલનાલની જેમ શ્વેત, દાંત અખંડ-સુડોળ-અવિરલઅત્યન્ત સ્નિગ્ધ અને સુંદર, એક સરખા, તાળવું અને ભિનું તળ અગ્નિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવું સ્વર સારસ પક્ષી જેવા મધુર-નવીન મેઘની ગર્જના જેવો ગંભીર તથા ઢોંચ પક્ષીના અવાજ જેવો- દુંદુભી યુક્ત, નાક ગરુડની ચાંચ જેવું લાંબુ સીધુ અને ઉન્નત, મુખ વિકસિત કમળ જેવું આંખ પક્ષ કમળ જેવી વિકસીતધવલ-કમળપત્ર જેવી સ્વચ્છ, ભંવર થોડી નીચે ઝુકેલી ધનુષ જેવી સુંદર પંક્તિયુક્ત-કાળા મેઘ જેવી ઉચિત માત્રામાં લાંબી અને સુંદર- કાન કંઈક અંશે શરીરને ચોટેલ પ્રમાણયુક્ત ગોળ અને આસપાસનો ભાગ માંસલ યુક્ત અને પુષ્ટ, કપાળ અર્ધચંદ્રમાં જેવું સંસ્થિત, મુખ પરિપૂર્ણ ચંદ્રમાં જેવું, સૌમ્ય, મસ્તક છત્રના આકાર જેવું ઉભરતું, માથાનો અગ્રભાગ મુદ્ગર જેવો. સુર્દઢ નસોથી બદ્ધ- ઉન્નત. લક્ષણથી યુક્ત અને ઉન્નત શિખર યુક્ત, માથાની ચામડી અગ્નિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવી લાલ, માથાના વાળ શાલ્મલી વૃક્ષના ફળ જેવા ધન, પ્રમાણપત, બારીક, કોમળ, સુંદર, નિર્મળ, સ્નિગ્ધ, પ્રશસ્ત લક્ષણવાળા, સુગંધિત, ભુજ-ભોજક રત્ન નીલમણી અને કાજળ જેવા કાળા હર્ષિત ભ્રમરના ઝુંડ ના સમૂહ જેવા, ઘુઘરાલા, દક્ષિણાવર્ત હોય છે. તેઓ ઉત્તમ લક્ષણ, વ્યંજન, ગણથી પરિપૂર્ણ પ્રમાણોપેત માન-ઉન્માન, સવગ સુંદર, ચંદ્રમા સમાન સૌમ્ય આકૃતિ વાળા, પ્રિયદર્શી. સ્વાભાવિક શૃંગાર ને લીધે સુંદરતાયુક્ત, જોવા લાયક, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હોય છે. આ મનુષ્યો નો સ્વર અક્ષારિત, મેઘ સમાન, હંસ સમાન. કોંચ પક્ષી નંદી-નંદીઘોષ- સિંહ-સિહઘોષ દિશાકુમાર દેવોનો ઘંટ-ઉદધિકુમાર દેવોનો ઘંટ એ સર્વે સમાન સ્વર હોય છે, શરીરમાં વાયુના અનુકૂળ વેગ વાળા, કબુતર જેવા સ્વભાવવાળા, શકુનિ પક્ષી જેવા નિર્લેપ મળ દ્વાર વાળા, પીઠ અને પેટની નીચે સુગઠિત બંને પડખા અને ઉચિત પરિમાણ જાંઘવાળા, પદ્મકમળ નીલકમળ જેવા સુગંધિત મુખવાળા, તેજ યુક્ત, નિરોગી, ઉત્તમ, પ્રશસ્ત, અત્યન્ત શ્વેત, અનુપમ જળ-મળ-ડાઘ- પસીના અને રજ રહિત શરીરવાળા અત્યંત સ્વચ્છ ને ઉદ્યોતિ શરીરવાળા, વજઋષભનારાચ સંઘયણ વાળા, સમચતુરગ્ન સંસ્થાન થી સંસ્થિત અને છ હજાર ધનુષ ઊંચાઈ વાળા કહ્યા છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો 256 પૃષ્ઠહાડકા વાળા કહ્યા છે. આ મનુષ્યો સ્વભાવે સરળ, પ્રકૃતિથી વિનિત, વિકારરહિત, પ્રકૃતિ થી અલ્પક્રોધમાન-માયા-લોભવાળા, મૃદુ અને માર્દવતા યુક્ત, તલ્લીન, સરળ, વિનિત, અલ્પ ઈચ્છાવાળા, અલ્પ સંગ્રહી શાંત સ્વભાવી. અસિ-મસિ-કૃષિ વ્યાપારરહિત, ગૃહાકારવૃક્ષની શાખા ઉપર નિવાસ, ઈચ્છિત. વિદ્યાભિલાસી, કલ્પવૃક્ષના પૃથ્વીફળ અને પુષ્પનો આહાર કરે છે. કિપ-૭૦)હે આયુષ્યમાન્ શ્રમણ ! પૂર્વકાળમાં મનુષ્યો ના છ પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org