________________ પક તંદુલયાલિયં-૪િ૪]. [૧૪૪-૧૫૧]સ્ત્રીયો તલવાર જેવી તીક્ષણ, શાહી જેવી કાલિમા, ગહન વન જેવી ભ્રમિત કરનારી. કબાટ અને કારાગાર જેવી બંધન કારક, પ્રવાહશીલ અગાધ જળની જેમ ભયદાયક હોય છે. આ સ્ત્રીઓ સેંકડો દોષોની ગગરી, અનેક પ્રકારના અપયશને ફેલાવનારી, કુટીલ હૃદયા, કપટપૂર્ણ વિચારવાળી હોય છે. તેના સ્વભાવને બુદ્ધિમાન પણ જાણી શકતા નથી. ગંગાના બાલુકણ, સાગરનું જલ, હિમવનું પરિમાણ, ઉગ્રતપનું ફળ, ગર્ભથી ઉત્પન્ન થનાર બાળક, સિંહની પીઠના વાળ, પેટમાં રહેલ પદાર્થ ઘોડાના ચાલવા નો અવાજ તેને કદાચ બુદ્ધિમાન મનુષ્ય જાણી શકે પણ સ્ત્રીના હૃદયને જાણી શકતો નથી. આ પ્રકારના ગુણોથી યુક્ત આ સ્ત્રીઓ વાંદરા જેવી ચંચળ મનવાળી અને સંસારમાં વિશ્વાસ કરવા યોગ્ય નથી. લોકમાં જેમ ધાન્ય વિહિન ખળ, પુષ્પરહિત બગીચો, દુધ રહિત ગાય, તેલ રહિત તલ નિરર્થક છે તેમ સ્ત્રી પણ સુખહિન હોવાથી નિરર્થક છે. જેટલા સમયમાં આંખ મીંચીને ઉઘાડાય એટલો સમયમાં સ્ત્રીઓનું હૃદય અને ચિત્ત હજાર વખત વ્યાકુળ થઈ જાય છે. ૧પ૨મૂર્ખ, વૃદ્ધ, વિશિષ્ટ જ્ઞાનથી હીન નિર્વિશેષ સંસારમાં શુકર જેવી નીચ પ્રવૃત્તિ વાળાને ઉપદેશ નિરર્થક છે. [૧પ૩-૧૫૪] પુત્ર, પિતા અને ઘણા-સંગ્રહ કરેલા તે ધનથી શું લાભ ? જે મરતી વખતે કંઈ પણ સહારો આપી ન શકે ? મૃત્યુ થતા પુત્ર મિત્ર કે પત્ની પણ સાથ છોડી દે છે પણ સુઉપાર્જિત ધર્મ જ મરણ સમયે સાથ છોડતો નથી. ૧પપ-૧પ૮]ધર્મ રક્ષક છે. ધર્મશરણ છે, ધર્મ જ ગતિ અને આધાર છે. ધર્મનું સારી રીતે આચરણ કરવાથી અજર અમર સ્થાનની પ્રાપ્તિ થાય છે. ધર્મ પ્રીતિકર-કીતિકર-દીપ્તિકર-યશકર-રતિકર-અભયકર-નિવૃત્તિકર અને મોક્ષ પ્રાપ્તિ સહાયક છે. સુકૃતધર્મ થકી જ મનુષ્યને શ્રેષ્ઠ દેવતાઓના અનુપમ રૂપ- ભોગોપભોગ-દ્ધિ અને વિજ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય છે. દેવેન્દ્ર- ચકીપદ, રાજ્ય, ઈચ્છિત. ભોગથી– નિવણ પર્યત આ બધું ધમચરણનું જ ફળ છે. [૧૫૯-૧૬૧]અહીં સો વર્ષના આયુવાળા મનુષ્યના આહાર, ઉચ્છવાસ, સંધિ, શિરા, રોમળ, પિત્ત, લોહી, વીર્ય ની ગણિત દષ્ટિએ પરિગણના કરાઈ છે. જેની ગણના દ્વારા અર્થ પ્રગટ કરાયો છે એવા શરીર ના વર્ષોને સાંભળીને તમે મોક્ષરૂપી કમળ માટે પ્રયત્ન કરો જેના સમ્યકત્વરૂપી હજારો પાંદડા છે. આ શરીર જન્મ, જરા મરણ, વેદના થી ભરેલી ગાડી જેવું છે. તેને પામીને એ જ કરવું જોઈએ જેથી બધા દુઃખોથી છૂટી જવાય. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ તંદુલ વેયાલિય પયત્નો ગુર્જરછાયા પૂર્ણ | પાંચમો પયનો ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org