________________ સૂત્ર-૧૪૩ પપ. પ્રસન્ન અને ક્ષણમાં રોષાયમાન થતી, અંધકારની જેમ દુwવેશ, વિષ લતાની જેમ આશ્રયને અયોગ્ય કુવા માં આક્રોશ થી અવગાહન કરનાર દુષ્ટ મગર જેવી, સ્થાનભ્રષ્ટ ઐશ્વર્યવાનુ ની જેમ પ્રશંસા માટે અયોગ્ય, દ્વિપાક ફળની જેમ પહેલા સારી લાગતી પણ પછી કરુ ફળ દેનારી, બાળકને લલચાવનારી ખાલી મુઠ્ઠી જેવી સાર વગરની, માંસપિંડ ને ગ્રહણ કરવાની જેમ ઉપદ્રવ ઉત્પન્ન કરનારી, બળેલા ઘાસ ના પૂળાની જેમ નહીં છૂટેલ માન અને બળેલા શીલવાળી, અરિષ્ટની જેમ દુર્ગધનીય, ખોટા સિક્કાની જેમ સમયે શીલને ઠગનારી, ક્રોધીની જેમ કષ્ટ થી રક્ષિત, અત્યંતવિષાદવાળી, નિદિત, દુરૂપચારા, અગંભીર અવિશ્વસનીય, અનવસ્થિત, દુખથી રક્ષિત, અરતિકર, કર્કશ, દંડ વૈરવાળી, રૂપ અને સૌભાગ્યથી ઉન્મત, સાંપની ગતિની જેમ કુટીલ હૃદયા, અટવીમાં યાત્રા ની જેમ ભય ભય ઉત્પન્ન કરનારી, કુળ-પરિવાર અને મિત્રમાં ફૂટ પાડનારી, બીજાના દોષો પ્રકાશિત કરનારી. કૃતઘ્ન, વીર્યનાશ કરનારી, કોલની જેમ એકાંતમાં હરણ કરનારી, ચંચળ, અરિનથી લાલ થયેલ ઘડાની જેમ લાલ હોઠોથી રાગ ઉત્પન્ન કરનાર, અંતરંગમાં ભગ્નશત હૃદયા દોરડા વિનાનું બંધન, વૃક્ષરહિત જંગલ અગ્નિનિલય અદશ્ય વૈતરણી, અસાધ્ય બિમારી, વિના વિયોગો પ્રલાપ કરનારી, અનભિવ્યક્ત ઉપસર્ગ, રતિક્રિડામાં ચિત્ત વિભ્રમ કરનારી, સવાંગ સળગાવનારી, મેઘવિના જ વજપાત કરનારી, જળશુન્ય પ્રવાહ અને સમુદ્ર સમાન નિરંતર ગર્જન કરનારી, આ સ્ત્રીઓ હોય છે. આ રીતે સ્ત્રીઓની અનેક નામ નિયુક્તિ કરાય છે. લાખો ઉપાયો થકી અને વિવિધ પ્રકારે પુરુષોની કામાસક્તિ વધારે છે તથા તેને વધ બંધનનું ભાજન બનાવનાર નારી સમાન પુરુષનો બીજો કોઈ શત્રુ નથી. તેથી તેના નારી વગેરે નિયુક્તિ આ પ્રમાણે છે. પુરુષને તેના સમાન કોઈ શત્રુ નથી, માટે “નારી’ વિવિધ પ્રકારના કર્મો અને શિલ્પથી પુરુષોને મોહિત કરે માહે “મહિલા', પુરુષો ને મત્ત કરે છે માટે “પ્રમદા, મહાન કલહને ઉત્પન્ન કરે છે માટે “માહિલિકા, પુરુષને હાવભાવ થી રમણ કરાવે છે માટે “રા', પુરુષોને પોતાના અંગમાં રાગ કરાવે માટે “અંગના', અનેક પ્રકારના યુદ્ધ- કલહ-સંગ્રામ-અટવીમાં ભ્રમણ, વિના પ્રયોજન ઋણ લેવું. ઠંડીગરમી નું દુઃખ અને કલેશ ઉભો કરવા આદિ કાર્યો માં તે પુરુષ ને પ્રવૃત્ત કરે છે માટે લલના, યોગનિયોગ દ્વારા પુરુષને વશ કરે માટે “યોજિત્ તથા વિવિધ ભાવો દ્વારા પુરષની વાસના ઉદ્દીપ્ત કરે છે માટે વનિતા કહેવાય છે. કોઈ સ્ત્રી પ્રમત્ત ભાવને, કોઈ પ્રણય વિભ્રમને અને કોઈ શ્વાસ રોગીની જેમ શબ્દ-વ્યવહાર કરે છે. કોઈ શત્ર જેવી હોય છે અને કોઈ રડી રડી પગે પ્રણામ કરે છે. કોઈ સ્તુતિ કરે છે. કોઈ કુતુહૂલ, હાસ્ય અને કટાક્ષ પૂર્વક જુએ છે. કોઈ વિલાસયુક્ત મધુર વચનોથી, કોઈ હાસ્ય ચેણ થી, કોઈ આલિંગન દ્વારા, કોઈ સીત્કારના શબ્દથી, કોઈ ગૃહયોગ ના પ્રદર્શન થી, કોઈ ભૂમિ ઉપર લખીને અથવા ચિલ કરીને, કોઈ વાંસડા પર ચડી નૃત્ય દ્વારા, કોઈ બાળકના આલિંગન થકી, કોઈ આંગળીના ટચાકા, સ્તન મર્દન અને કટિતટ પીડન આદિ થકી પુરુષોને આકૃષ્ટ કરે છે. આ સ્ત્રીયો વિઘ્ન કરવામાં જાળની જેમ, ફાંસવામાં કીચડની જેમ, મારવામાં મૃત્યુ ની જેમ, સળગાવવામાં અગ્નિ ની જેમ અને છિન્નભિન્ન કરવામાં તલવાર જેવી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org