Book Title: Agam 32 Devendrastava Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009066/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમ સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૮ માં છે... [ નિરયાવલિકા-પંચક - પયજ્ઞાઓ-૧૦૧ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર • નિરયાવલિકા ૦ ૫તંસિકા ૦ પુપિકા ૦ પુષ્પચૂલિકા ૦ વૃષ્ણિદશા આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨ 0 ચતુઃ શરણ ૦ આતુર પ્રત્યાખ્યાન o મહાપ્રત્યાખ્યાન o ભક્તપરિજ્ઞા o તંદુલ વૈચારિક o સંસ્કારક o ગચ્છાચાર 0 ગણિવિધા 0 દેવેન્દ્રસ્તય ૦ વીરસ્તવ 0 ચંદ્રવેધ્યક આ દશ + એક વૈિકલ્પિક) પન્નાસૂત્રો - x – x – x - x – x – x - ૪ - તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. III ઘીકાંટા રોડ, અમદાવાદ (M) 9824419736 | ||| Tel. 079-25508631 2િ8/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ D 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના D આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૨૮ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક છેમુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર ૦ શ્રી જૈન શ્વે.પૂ. સંઘ - થાનગઢ શાહ હંજારીમલજી ભૂરમલજી – કર્નલ D D 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. | Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે - (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા. (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. - - ૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૦ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ૩૨ દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-૯ મૂળ-સૂત્રાનુવાદ ૦ આ પયાસૂત્રની કોઈ વૃત્તિ કે અવસૂરી આદિ હોવાનું અમારી જાણમાં નથી, માટે મૂળ સૂત્રનો અનુવાદ માત્ર અહીં કરેલ છે. ૦ સૂત્ર અને વિવેચન એવા બે વિભાગ ન હોવાથી, અમે અહીં માત્ર સૂત્રની જ નોંધ કરેલ છે. ૦ આખું સૂત્ર ગાથા બદ્ધ હોવાથી ગાથા-૧, ગાથા-૨ એ પ્રમાણે અમોએ અહીં ક્રમ નિર્દેશ કરેલો છે. ૦ આ સૂત્ર-૩૦૮ ગાથાત્મક છે, જે ક્રમશઃ આ પ્રમાણે – ૦ ગાથા-૧ થી ૩ : ત્રૈલોક્ય ગુરુ, ગુણોથી પરિપૂર્ણ, દેવ અને મનુષ્યો વડે પૂજિત, ઋષભ આદિ જિનવર તથા અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાન મહાવીરને નમસ્કાર કરીને નિશ્ચે આગમવિદ્ કોઈ શ્રાવક, સંધ્યાકાળના પ્રારંભે જેણે અહંકાર જિત્યો છે તેવા વર્ધમાન મહાવીર સ્વામીની સ્તુતિ કરે છે, તે સ્તુતિ કરતાં — - શ્રાવકની પત્ની સુખપૂર્વક સામે બેસી, સમભાવથી બંને હાથ જોડી વર્ધમાન સ્વામીની સ્તુતિ સાંભળે છે. ૭ ગાથા-૪ * તિલકરૂપી રત્ન અને સૌભાગ્યસૂચક ચિહ્નથી અલંકૃત્ ઈન્દ્રની પત્નીની સાથે અમે પણ – માન ચાલ્યુ ગયું છે તેવા વર્ધમાન સ્વામીના ચરણોમાં વંદના કરીએ છીએ. ૭ ગાથા-૫ - વિનયથી પ્રણામ કરવાને કારણે જેમના મુગટ શિથિલ થઈ ગયા છે, તે દેવો દ્વારા અદ્વિતીય યશવાળા અને ઉપશાંત રોષવાળા વર્ધમાન સ્વામીના ચરણો વંદિત થયા છે. - ગાથા-૬ : જેમના ગુણો દ્વારા બત્રીશ દેવેન્દ્રો પુરી રીતે પરાજિત કરાયા છે, તેથી તેમના કલ્યાણકારી ચરણોનું અમે ધ્યાન કરી રહ્યા છીએ. [મંગલાચરણ કર્યુ.] ૭ ગાથા-૭ થી ૧૦ ઃ તે શ્રાવક પત્ની પોતાના પ્રિયને કહે છે કે આ રીતે જે બત્રીશ દેવેન્દ્રો કહેવાયા છે, તે વિશે મારી જિજ્ઞાસા સંતોષવા વિશેષ વ્યાખ્યા કરો તે બત્રીશ ઈન્દ્રો (૧) કેવો છે ? (૨) ક્યાં રહે છે ? (3) કોની કેવી સ્થિતિ - Page #17 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭ થી ૧૦ ૨૩૩ ૨૩૪ દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ છે ? (૪) ભવન-પરિગ્રહ કેટલો છે ? (૫) કોના વિમાન કેટલા છે ? (૬) કેટલા ભવન છે ? (૭) કેટલા નગર છે ? (૮) ત્યાંની પૃથ્વીની પહોળાઈ-ઉંચાઈ કેવી છે ? (૯) તે વિમાનોનો વર્ણ કેવો છે ? (૧૦) આહારનો જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટકાળ કેટલો છે ? (૧૧) શ્વાસોચ્છવાસ, અવધિજ્ઞાન કેવા છે ? તે કહો. • ગાથા-૧૧ - જેણે વિનય અને ઉપચાર દૂર કર્યા છે, હાસ્યરસને સમાપ્ત કર્યો છે, તેવી પ્રિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેના પતિ કહે છે - હે સુતનું ! સાંભળો. • ગાથા-૧૨,૧૩ : પ્રશ્નના ઉત્તરરૂપ શ્રુતજ્ઞાનરૂપી સાગરથી જે વાત ઉપલબ્ધ છે, તેમાં ઈન્દ્રોની નામાવલીને સાંભળો. અને વીર દ્વારા પ્રણામ કરાયેલ તે જ્ઞાનરૂપી રત્ન કે જે તારાગણની પંક્તિ જેમ શુદ્ધ છે, તેને પ્રસન્ન ચિત્તે સાંભળો. • ગાથા-૧૪ થી ૧૯ :હે વિકસિત નયનોવાળી સુંદરી ! રત્નપ્રભા પૃથ્વીમાં રહેવાવાળા, તેજલેશ્યાગી સહિત વીશ ભવનપતિ દેવોના નામ મારી પાસે શ્રવણ કરો. (૧) અસુરોના બે ભવનપતિ ઈન્દ્રો - અમરેન્દ્ર, અસુરેન્દ્ર (૨) નાગકુમારના બે ઈન્દ્રો - ધરણ, ભૂતાનંદ. (3) સુવર્ણકુમારના બે ઈન્દ્રો - વેણુદેવ, વેણુદાલી. (૪) ઉદધિકુમારના બે ઈન્દ્રો - જલકાંત, જલપભ. (૫) દ્વીપકુમારના બે ઈન્દ્રો - પૂર્ણ, વશિષ્ટ. (૬) દિશાકુમારના બે ઈન્દ્રો - અમિતગતિ અને અમિતવાહન. (૩) વાયુકમારના બે ઈન્દ્રો - વેલંબ, પ્રભંજન (૮) સ્વનિતકુમારના બે ઈન્દ્રો - ઘોષ, મહાઘોષ. (૯) વિદુકુમારના બે ઈન્દ્રો - હરિકાંત, હરિસ્સહ. (૧૦) અગ્નિકુમારના બે ઈન્દ્રો - અગ્નિશિખ, અગ્નિમાનવ. • ગાથા-૨૦ થી ૨૭ : વિકસિત યશ અને વિકસિત નયનોવાળી ! સુખપૂર્વક ભવનમાં બેસેલી સુંદરી ! મેં જે આ ૨૦-ઈન્દ્રો કહ્યા, તેમનો ભવન પરિગ્રહ સાંભળ! - તે ચમરેન્દ્ર, વૈરોચન, અસુરેન્દ્ર મહાનુભવોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૬૪ લાખ છે, - તે ભૂાનંદ અને ધરણ નામના બંને નાગકુમાર ઈન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૮૪-લાખ છે. - હે સુંદરી ! વેમુદેવ અને વેણુદાલી એ બંને સુવર્ણ ઈન્દ્રોના ભવનોની સંખ્યા-૩ર લાખની છે. આ રીતે અસુરેન્દ્રાદિના ભવનોની સંખ્યા આ પ્રમાણે - (૧) અસુરકુમારેન્દ્રની ભવનસંખ્યા-૬૪ લાખ, (૨) નાગકુમારેન્દ્રની ભવન સંખ્યા-૮૪ લાખ, (3) સુવર્ણકુમારેન્દ્રની ભવન સંખ્યા-૩ર લાખ, (૪) વાયુકુમારેન્દ્રની ભવન સંખ્યા-૯૬ લાખ, (૫થી૧૦) દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિદુકુમાર, અનિતકુમાર અને અગ્નિકુમાર આ છ એ યુગલોની ભવન સંખ્યા પ્રત્યેકની ૭૬ લાખ • 9૬ લાખ છે. હે લીલાસ્થિત સુંદરી ! હવે આ ઈન્દ્રોની સ્થિતિ અર્થાતુ આયુષ્ય વિશેષને ક્રમથી સાંભળ - • ગાથા-૨૮ થી ૩૦ :હે સુંદરી ! (૧) ચમરેન્દ્રની ઉત્કૃષ્ટ આયુ સ્થિત એક સાગરોપમ. (૨) બલિ અને (3) વૈરોયન ઈન્દ્રની પણ એ જ છે. (૪) ચમરેન્દ્ર સિવાયના બાકીના દક્ષિણ દિશાના ઈન્દ્રોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ દોઢ પલ્યોપમ છે. (૫) બલિ સિવાયના બાકીના ઉત્તર દિશાના ઈન્દ્રો છે, તેની આયુસ્થિતિ કંઈક ન્યૂન બે પલ્યોપમ છે. • ગાથા-૩૧ થી ૩૮ :આ બધું આયુ-સ્થિતિનું વિવરણ છે. હવે તું ઉત્તમ ભવનવાસી દેવોના સુંદર નગરોનું, સુંદરી ! માહામ્ય છે તે સાંભળ. સંપૂર્ણ રત્નપ્રભા પૃથ્વીમાં ૧૧,૦૦૦ યોજન છે. - તેમાં ૧૦૦૦ યોજન જતાં ભવનપતિના નગર છે. - આ (નગર) ભવન બધાં અંદરથી ચતુકોણ અને બહારથી ગોળાકાર છે. - તે સ્વાભાવિક રીતે અત્યંત સુંદર, રમણીય, નિર્મળ અને વજનના બનેલા છે. - ભવન નગરોના પ્રાકાર સોનાના બનેલા છે. - શ્રેષ્ઠ કમળની પાખંડી ઉપર રહેલા આ ભવનો વિવિધ મણીઓથી શોભિત અને સ્વભાવથી મનોહારી છે. - લાંબા સમય સુધી ન મુઝાનારી પુષ્પમાળા અને ચંદનથી બનાવેલા દરવાજાથી યુક્ત છે. - તે નગરોના ઉપરના ભાગ પતાકાથી શોભે છે તેથી તે શ્રેષ્ઠ નગર રમણીય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ગાયા-૩૧ થી ૩૮ ૨૩૫ ૨૩૬ દેવેન્દ્રરતવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ - તે શ્રેષ્ઠ દ્વાર આઠ યોજન ઉંચા છે અને તેની ઉપરનો ભાગ લાલ કળશોથી સજાવેલ છે, ઉપર સોનાના ઘંટ બાંધ્યા છે. - આ ભવનોમાં ભવનપતિ દેવ શ્રેષ્ઠ તરુણીના ગીત અને વાધોના અવાજને કારણે નિત્ય સુખયુક્ત અને પ્રમુદિત રહી પસાર થતાં સમયને જાણતાં નથી. • ગાયા-૩૯ થી ૪ર : (૧) ચમરેન્દ્ર, (૨) ધરણેન્દ્ર, (3) વેણુદેવ, (૪) પૂર્ણ, (૫) જલકાંત, (૬) અમિત ગતિ, () વેલંબ, (૮) ઘોષ, (૯) હરિ અને (૧૦) અગ્નિશીખ. આ ભવનપતિ ઈન્દ્રોના મણિરત્નોથી જડિત, સ્વર્ણસ્તંભ અને રમણીય લતામંડપ યુક્ત ભવન... દક્ષિણ દિશામાં હોય છે. ઉત્તર દિશા અને તેની આસપાસ બાકીના ઈન્દ્રોના ભવનો હોય છે. દક્ષિણ દિશા તરફ (૧) અસુરકુમારના ૩૪ લાખ, (૨) નાગકુમારના ૪૪લાખ, (3) સુવર્ણકુમારના ૪૮-લાખ, (૪ થી ૯) દ્વીપ, ઉદધિ, વિધુત, સ્વનિત અને અગ્નિકુમારના પ્રત્યેકના ચાલીશ-ચાલીશ લાખ અને (૧૦) વાયુકુમારના ૫૦-લાખ ભવન હોય છે. ઉત્તરદિશા તરફ (૧) અસુરકુમાના ૩૦ લાખ, (૨) નાગ કુમારના ૪૦-લાખ, (3) સુવર્ણકુમારના-3૪ લાખ, (૪) વાયુકુમારના ૪૬-લાખ, (૫ થી ૯) દ્વીપ, ઉદધિ, વિધત, સ્વનિત અને અગ્નિકુમાર એ પાંચેના પ્રત્યેકના છત્રીશ-જીગીશ લાખ ભવનો છે. • ગાથા-૪૩ થી ૪૫ - બધાં વૈમાનિક અને ભવનપતિ ઈન્દ્રોની ત્રણ પર્વદા હોય. - એ બધાના ત્રાયઅિંશક, લોકપાલ, સામાજિક અને ચાર ગણા આત્મરક્ષક દેવો હોય છે. - દક્ષિણ દિશાના ભવનપતિના-૬૪,ooo. - ઉત્તર દિશાના ભવનપતિની-૬0,000. - વાણ યંતરોના ૬૦૦૦, - જ્યોતિકેન્દ્રોના ૪૦૦૦ સામાનિક દેવો હોય છે. - એ જ પ્રમાણે ચમરેન્દ્ર અને બલીન્દ્રની પાંચ અણમહિષી અને બાકીના ભવનપતિની છ અગ્રમહિષીઓ હોય છે. • ગાયા-૪૬ થી ૫૦ : એ રીતે જંબૂદ્વીપમાં બે, માનુષોત્તર પર્વતમાં ચાર, અરણ સમુદ્રમાં છે અને અરણ દ્વીપમાં આઠ, ભવનપતિ આવાસ છે. - જે નામની સમુદ્ર કે દ્વીપમાં તેમની ઉત્પત્તિ થાય છે. - અસુર, નાગ અને ઉદધિકુમારોના આવાસ અરુણવર સમુદ્રમાં હોય છે, તેમાં જ તેની ઉત્પતિ થાય છે. - દ્વીપ, દિશા, અગ્નિ અને સ્વનિતકુમારોના આવાસો અરુણવરદ્વીપમાં હોય છે, તેમાં જ તેમની ઉત્પત્તિ થાય છે. - વાયકુમાર અને સુવર્ણકુમાર ઈન્દ્રોના આવાસ માનુષોત્તર પર્વત ઉપર હોય છે. - હરિ અને હરિસ્સહ દેવોના આવાસ વિધુપ્રભ અને માલ્યવંત પર્વતો ઉપર હોય છે. • ગાથા-૫૧ થી ૬૫ : હે સુંદરી ! આ ભવનપતિ દેવોમાં જેનું જે બળ-વીર્યપાકમ છે, તેનું યથાક્રમથી, આનુપૂર્વી પૂર્વક વર્ણન કરું છું. - અસુર અને સુરકા દ્વારા જે સ્વામીવનો વિષય છે, તેનું ક્ષેત્ર જંબુદ્વીપ અને ચમરેન્દ્રની ચમચંયા રાજધાની સુધી છે, આ જ સ્વામીત્વ બલિ અને વૈરોચનનું પણ છે. – ધરણ અને નાગરાજ જંબૂદ્વીપને ફેણથી આચ્છાદિત કરી શકે છે. તેમજ ભૂતાનંદ માટે જાણવું. - ગરુડેન્દ્ર અને વેણુદેવ પાંખ દ્વારા જંબૂહીપને આછાદિત કરી શકે ચે, તેવું જ વેણુદાલીનું જાણવું. - જયકાંત અને જલપભ એક જ જલતરંગ દ્વારા જંબૂદ્વીપને ભરી દઈ શકે છે. – અમિતગતિ અને અમિતવાહન પોતાના એક પગની એડીથી સંપૂર્ણ જંબૂદ્વીપને કંપાવી શકે છે. - વેલંબ અને પ્રભંજન એક વાયુના ગુંજન દ્વારા આખા જંબૂદ્વીપને ભરી શકે છે. - હે સુંદરી ! ઘોષ અને મહાઘોષ એક મેઘગર્જના શબ્દતી જંબૂદ્વીપને બહેરો કરી શકે છે. - હરિ અને હરિસ્સહ એક વિધુત થકી આખા જંબૂદ્વીપને પ્રકાશિત કરી શકે છે. - અગ્નિશીખ અને અગ્નિમાનવ એક અગ્નિ જ્વાળાથી આખા જંબૂદ્વીપને બાળી શકે છે. - - હે સુંદરીતીછલિોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. આમાંનો કોઈપણ એક ઈન્દ્ર પોતાના રૂપો દ્વારા આ દ્વીપ અને સમુદ્રને અવગાહી શકે છે. - કોઈપણ સમર્થ ઈન્દ્ર જંબદ્વીપને ડાબા હાથે છત્રની જેમ ધારણ કરી શકે છે. - મેરુ પર્વતને પરિશ્રમ વિના ગ્રહણ કરી શકે છે. - કોઈ એક શકિતશાળી ઈન્દ્ર જંબૂદ્વીપને છત્ર અને મેરુ પર્વતને દંડ બનાવી શકે છે. આ એ બધાં ઈન્દ્રોનું બળ વિશેષ છે. • ગાથા-૬૬ થી ૬૮ :સંક્ષેપથી આ ભવનપતિઓના ભવનની સ્થિતિ કહી. - હવે વ્યંતરના ભવનપતિની સ્થિતિ સાંભળો પિશાચ, ભૂત, ચલ, રાક્ષસ, | કિંમર, લિંપુર, મહોમ, ગંધર્વ, એ વાણવ્યંતર દેવોના આઠ પ્રકારો છે. આ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ દેવેન્દ્રસવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ગાથા-૬૬ થી ૬૮ ૨૩૭ વાણવ્યંતર દેવોને સંક્ષેપથી મેં કહ્યા - હવે એક એક કરીને સોળ ઈન્દ્રો અને ઋદ્ધિ કહીશ. • ગાથા-૬૯ થી ૨ - કાળ, મહાકાળ, સુ૫, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિંનર, કિંધુરુષ, સપુષ, મહાપુરુષ, અનિકાય, મહાકાય, ગીતરતિ અને ગીત ચશ. આ સોળ વાણ થંતરેન્દ્રો છે. વાણવ્યંતરોના ભેદમાં સંનિહિત, સમાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવસ, વિશાલ, હાય, હાયરતિ, શ્વેત, મહાશ્વેત, પતંગ, પતંગપતિ. આ અંતર્ભત બીજા ૧૬ વાણવ્યંતરેન્દ્ર જાણવા. • ગાથા-૭૩ થી ૮૦ :વ્યંતર દેવ ઉd, અધો, તોછલોકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં નિવાસ કરે છે. તેના ભવનો રક્તપ્રભા પૃથ્વીના ઉપરના ભાગમાં હોય છે. એકૈક યુગલમાં નિયમા અસંખ્યાતા શ્રેષ્ઠભવન છે. તે વિસ્તારથી સંખ્યાત યોજનવાળા છે. જેના વિવિધ ભેદ આ પ્રમાણે છે - તે ઉત્કૃષ્ટથી જંબૂદ્વીપ સમાન, જઘન્યથી ભરતક સમાન અને મધ્યમથી વિદેહ ક્ષેત્ર સમાન હોય ચે. જેમાં વ્યંતર દેવો શ્રેષ્ઠ તરણીના ગીત અને સંગીતના અવાજને કારણે નિત્ય સુખયુક્ત અને આનંદિત રહેતાં પસાર થતાં સમયને જાણતાં નથી. મણિ-સુવર્ણ અને રનોનાં તૂપ અને સોનાની વેદિકાથી યુકત એવા તેમના ભવન દક્ષિણ દિશા તરફ હોય છે અને બાકીના ઉત્તર દિશા પાસે હોય છે. આ વ્યંતર દેવોનું જઘન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ છે. આ રીતે વ્યંતર દેવોના ભવન અને સ્થિતિ સંક્ષેપથી કહી છે, હવે શ્રેષ્ઠ જ્યોતિક દેવોના આવાસનું વિવરણ સાંભળ. • ગાથા-૮૧ થી ૮૬ - ચંદ્ર, સૂર્ય, તારાગણ, નક્ષત્ર અને ગ્રગણ સમૂહ એ પાંચ પ્રકારના જ્યોતિક દેવો કહ્યા છે. હવે તેમની સ્થિતિ અને ગતિ કહીશ. તીછલિોકમાં જ્યોતિષીઓના અર્ધકપિત્ય ફળના આકારવાળા સ્ફટિક રનમય રમણીય અસંખ્યાત વિમાન છે. રતનપભા પૃથ્વીના સમભૂતળા ભાગથી ૯૦ યોજન ઉંચાઈએ તેમનું નિમ્નતળ છે. - સમભૂલા પૃથ્વીથી ૮૦૦ યોજને સૂર્ય છે. - એ જ રીતે ૮૮૦ યોજન ઉંચે ચંદ્ર સ્થિત છે. - એ પ્રમાણે જ્યોતિક દેવ વિસ્તાર ૧૧૦ યોજન છે. - એક યોજનમાં ૬૧ ભાગ કરીએ, તો તે ૬૧ ભાગમાં ૫૬ ભાગ જેટલું ચંદ્ર પરિમંડલ હોય છે. - સૂર્યનો આયામ-વિલંભ ૪૮ ભાગ જેટલો હોય છે. - જેમાં જ્યોતિક દેવ શ્રેષ્ઠ તરણીના ગીત અને વાધોના અવાજના કારણે નિત્ય સુખ અને પ્રમોદથી પસાર થતાં તે દેવો કાળને જાણતા નથી. • ગાથા-૮૦ થી ૯૧ - એક યોજનના ૬૧-ભાગમાંથી ૫૬ ભાગ વિસ્તાસ્વાનું ચંદ્રમંડલ હોય છે અને ૨૮ ભાગ જેટલી પહોળાઈ હોય છે. ૪૮ ભાગ જેટલાં વિસ્તારવાળું સૂર્યમંડલ અને ૨૪ ભાગ જેટલી પહોળાઈ હોય છે. ગ્રહો અઈયોજન વિસ્તારમાં તેનાથી અર્ધ વિસ્તારમાં નક્ષત્ર સમૂહ અને તેનાથી અર્ધ વિસ્તારમાં તારા સમૂહ હોય છે. તેમાં અર્ધ વિસ્તાર પ્રમાણ તેની પહોળાઈ છે. એક યોજનાનું અડધું બે ગાઉ થાય છે. તેમાં ૫૦૦ ધનુ હોય છે. આ ગ્રહ-નક્ષત્રસમૂહ અને તારા વિમાનોનો વિસ્તાર છે, જેનો જે આયામ વિકંભ છે, તેનાથી અડધી પહોળાઈ તેની છે તેનાથી ત્રણ ગણી પરિધિ છે, એમ જાણ. • ગાથા-૯૨,૯૩ :- ચંદ્ર-સૂર્ય વિમાનોનું વહન ૧૬,૦૦૦ દેવ કરે છે. - ગ્રહ વિમાનોનું વહન ૮૦૦૦ દેવ કરે છે. - નક્ષત્ર વિમાનોનું વહન ૪૦૦૦ દેવ કરે છે. - તારા વિમાનોનું વહન ૨૦૦૦ દેવ કરે છે. - તે દેવો પૂર્વમાં સિંહ, દક્ષિણમાં હાથી, પશ્ચિમમાં બળદ અને ઉત્તરમાં ઘોડા રૂપે વહન કરે છે. • ગાથા-૯૪ થી ૯૬ - - ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એક એકથી તે જ ગતિએ ચાલે છે - ગતિ કરે છે. - ચંદ્રની ગતિ સૌથી ઓછી છે. - તારાની ગતિ સૌથી તેજ છે. - એ પ્રમાણે જ્યોતિક દેવની ગતિ વિશેષ જાણવી. - ઋદ્ધિમાં તારા, નક્ષત્ર, ગ્રહ, સૂર્ય, ચંદ્ર એ એક એક કરતાં વધુ બદ્ધિવાનું જણવા. • ગાથા-૯૭ થી ૧૦૦ - – બધામાં અત્યંતર નક્ષત્ર અભિજિત છે. - સૌથી બાહ્ય નક્ષત્ર મૂળ છે. - સૌથી ઉપર સ્વાતિ અને નીચે ભરણી નક્ષત્ર છે. - નિશ્ચયથી ચંદ્ર અને સૂર્યની વચ્ચે બદાં ગ્રહ-નક્ષત્ર હોય છે. ચંદ્ર અને સની બાબર નીચે અને બરાબર ઉપર તારા નામે જ્યોતિક વિમાન] હોય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૭ થી ૧૦૦ ૨૩૯ ૨૪૦ દેવેન્દ્રરાવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ - તારાઓનું પરસ્પર જઘન્ય અંતર ૫૦૦ ધનુષ્ટ્ર અને ઉત્કૃષ્ટ અંતર ૪૦૦૦ ધનુષ બિ ગાઉ] હોય છે. - વ્યવધાનની અપેક્ષાથી તારાઓનું અંતર જઘન્ય ૨૬૬ યોજન અને ઉત્કૃષ્ટ - ૧૨,૨૪૨ યોજન છે. • ગાથા-૧૦૧ થી ૧૦૪ :આ ચંદ્રયોગની ૬૭ ખંડિત અહો ગિ, નવ મુહૂર્ત અને ૨કળા હોય છે. - શતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા આ છ નાખો ૧૫-મુહૂર્ત સંયોગવાળા છે. - ત્રણે ઉત્તર નક્ષત્ર, પુનર્વસુ, રોહિણી, વિશાખા આ છ નક્ષત્રો ચંદ્રમા સાથે ૪૫-મુહૂર્તનો સંયોગ કરે છે. - બાકી પંદર નક્ષત્રો ચંદ્રમા સાથે ૩૦ મુહૂર્તનો સંયોગ કરે છે. આ રીતે ચંદ્રમા સાથે નpયોગ જાણવો. • ગાથા-૧૦૫ થી ૧૦૮ : અભિજિત નક્ષત્ર સૂર્ય સાથે ચાર અહોરાત્ર અને છ મુહર્ત ચોક સાથે ગમન કરે છે. એ જ પ્રકારે બાકીના સંબંધે કહું છું – શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા આ છ નાગ અહોરાત્ર અને ર૧-મુહૂર્ત સૂર્ય સાથે રહે છે. ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા એ છ નાક્ષત્રો ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત સુધી સૂર્ય સાથે રહે છે. બાકીના ૧૫ નક્ષણો ૧૩ અહોરાત્ર અને ૧૨-મુહૂર્ત પર્યન્ત સૂર્ય સાથે ભ્રમણ કરે છે. • ગાથા-૧૦૯ થી ૧૨૬ : બે ચંદ્ર, બે સૂર્ય પ૬ નક્ષત્ર, ૧૩૬ ગ્રહ, ૧,૩૩,૯૫૦ કોડાકોડી તાગણ એ બધાં જંબૂદ્વીપમાં વિચરે છે. લવણ સમુદ્રમાં ૪-ચંદ્ર, ૪-સૂર્ય, ૧૧૨ નક્ષત્ર, ૩૫ર ગ્રહો અને ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ ભ્રમણ કરે છે. ઘાતકીખંડમાં ૧૨-ચંદ્ર, ૧૨-સૂર્ય, ૩૩૬ નક્ષત્ર, ૧૦૫૬ ગ્રહો અને ૮,૦૩,૭૦૦ કોડાકોડી તારાગણ વિચરે છે. કાલોદધિ સમુદ્રમાં તેજસ્વી કિરણોથી યુક્ત ૪૨-ચંદ્ર, ૪ર-સૂર્ય, ૧૧૭૬ નક્ષત્રો, ૩૬૯૬ ગ્રહો, ૨૮,૧૨,૫૦ કોડાકોડી તારાગણ છે. એ જ રીતે પુકરવરદ્વીપમાં ૧૪૪-ચંદ્ર, ૧૪૪-સૂર્ય, ૪૦૩૨ નબો, ૧૨,૬૩૨ ગ્રહો, ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ વિચરે છે. અર્ધપુકવરદ્વીપમાં તેનાથી અડધા અર્થાત્ કર ચંદ્ર, ૭-સૂર્ય આદિ વિચરણ કરે છે. આ રીતે સમસ્ત મનુષ્ય લોકને ૧૩ર-ચંદ્ર, ૧૩૨-સૂર્યો, ૧૧૬૧૬ મહાગ્રહો, ૩૬૯૬ નાગો, ૮૮,૪૦,કોડાકોડી તારાગણનો સમૂહ પ્રકાશિત કરે છે [તેમ જાણ.] • ગાથા-૧૨૩ થી ૧૨૯ :- સંપથી મનુષ્યલોકમાં આ નબ સમૂહ કહ્યો - મનુષ્યલોકની બહાર જિનેન્દ્રો દ્વારા અસંખ્યાત તારા કહેલા છે. આ રીતે મનુષ્યલોકમાં સૂર્ય આદિ ગ્રહો કહ્યા છે, તે કદંબ વૃક્ષના ફૂલના આકાર સમાન વિચરણ કરે છે. - આ રીતે મનુષ્ય લોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર કહ્યા છે, જેના નામ-ગોત્ર સાધારણ બુદ્ધિવાળા મનુષ્યો કહી શકતા નથી. • ગાથા-૧૩૦ થી ૧૩૬ :- મનુષ્યલોકમાં ચંદ્રો અને સૂર્યોની ૬૬ પિટકો છે. – એક એક પિટકમાં બબ્બે ચંદ્ર અને સૂર્ય છે. - નામ આદિની ૬૬-પિટકો છે, એક એક પિટકમાં ૫૬-૫૬ નાગો છે. મહાગ્રહો ૧૩૬ છે. એ જ રીતે મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્યની ચાચાર પંક્તિ છે, એક એક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્રો છે. ગ્રહોની પંક્તિ ૩૬ હોય છે. દરેકમાં ૬૬-૬૬ ગ્રહો હોય છે. ચંદ્ર, સૂર્ય અને ગ્રહ સમૂહ અનવસ્થિત સંબંધથી તેર મેરુ પર્વતની પરિક્રમા કરતાં બધા મેરુ પર્વતની મંડલાકાર પ્રદક્ષિણા કરે છે. • ગાથા-૧૩૭ થી ૧૪o :એ જ રીતે નક્ષત્રો અને ગ્રહોના નિત્યમંડળ પણ જાણવા. તે પણ મેરુ પર્વતની પ્રદક્ષિણા મંડલાકારે કરે છે. ચંદ્ર અને સૂર્યની ગતિ ઉપર-સ્વીચે હોતી નથી, પણ અંદર-બહાર તીર્થો અને મંડલાકાર હોય છે. ચંદ્ર, સૂર્ય, નત્ર આદિ જ્યોતિકોના પરિભ્રમણ વિશેષ દ્વારા મનુષ્યોના સુખ અને દુ:ખની ગતિ હોય છે. તે જ્યોતિક દેવ નજીક હોય તો તાપમાન નિયમા વધે છે અને દૂર હોય તો તાપમાન ઘટે છે. તેમનું તાપોત્ર કલંબુક પુણ્યના સંસ્થાન સમાન હોય છે. ચંદ્ર અને સૂર્યનું તાપણ અંદરથી સંકુચિત અને બહારની વિસ્તૃત હોય છે. • ગાથા-૧૪૧ થી ૧૪૬ :કયા કારણે ચંદ્રમાં વધે છે, કયા કારણે ક્ષીણ થાય છે ? અથવા કયા કારણે ચંદ્રની જ્યોત્સના અને કાલિમા થાય ? સહુનું કાળું વિમાન હંમેશાં ચંદ્રમાની સાથે ચાર આંગળ નીચે નિરંતર ગમન કરે છે. શુક્લપક્ષમાં ચંદ્રમાં ૬૨-૬૨ ભાગ સહુથી અનાવૃત થતો રોજ વધે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૧ થી ૧૪૬ ર૪૬ ૨૪૨ દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કૃષ્ણ પક્ષમાં તેટલાં જ સમયમાં રાહુચી આવૃત થતા ઘટે છે. ચંદ્રમાંના પંદર ભાગ ક્રમશ: રાહુના ૧૫ ભાગોથી અનાવૃત્ત થતાં જાય છે અને પછી આવૃત થતાં જાય છે. એ કારણે ચંદ્રમા વૃદ્ધિ અને હાનિને પામે છે. એ જ કારણે જ્યોસ્તા અને કાલિમા આવે છે. • ગાથા-૧૪૭, ૧૪૮ - મનુષ્યલોકમાં ઉત્પન્ન અને સંચરણ કરવાવાળા – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર સમૂહ આદિ પાંચ પ્રકારના જ્યોતિક દેવો હોય છેતિ તું જાણ.] - મનુષ્યલોકની બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા, નક્ષત્ર છે તેની ગતિ પણ નથી, સંચરણ પણ નથી. તેથી આ સૂર્યાદિ બધાંને સ્થિર જ્યોતિક જાણવા. • ગાથા-૧૪૯ થી ૧૫૧ - આ ચંદ્ર અને સૂર્ય જંબૂદ્વીપમાં બે-બે છે. - લવણ સમુદ્રમાં ચાર-ચાર હોય છે. – ધાતકીખંડમાં બાર-બાર હોય છે. - એટલે કે જંબૂતીપમાં બેગણાં, લવણ સમુદ્રમાં ચારગણા, ઘાતકીખંડમાં બારગણાં હોય છે. - ઘાતકીખંડના આગળના ક્ષેત્રમાં અર્થાત્ દ્વીપ, સમુદ્રમાં સૂર્ય-ચંદ્રની સંખ્યાની તેની પૂર્વેના દ્વીપ-સમુદ્રની સંખ્યા કરતાં ત્રણ ગણાં કરી તથા તેમાં પૂર્વના ચંદ્ર અને સૂર્યોની સંખ્યા ઉમેરી જાણવા જોઈએ. જેમકે - કાલોદધિ સમુદ્રમાં ૪૨-૪૨ ચંદ્ર સૂર્ય વિચરે છે. તો આ સંખ્યાનું ગણિત આ પ્રમાણે –] – પૂર્વના લવણ સમુદ્રમાં સૂર્ય-ચંદ્ર ૧૨-૧૨ છે. - તેના ત્રણ ગણાં કરો એટલે ૩૬-૩૬ સંખ્યા આવે. - તેમાં પૂર્વના ૨ + ૪ ચંદ્ર-સૂર્ય ઉમેરો. - તેથી ૩૬ +૪+ ૨ = ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય સંખ્યા થાય. આ પ્રમાણે આગળઆગળના દ્વીપાદિમાં ગણવું. • ગાથા-૧૫ર : જો તું દ્વીપ-સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ, તારાની સંખ્યા જાણવા ઈચ્છતા હો તો - ગણન રીત એક ચંદ્ર પરિવારની સંખ્યાથી ગુણા કરવાથી તે દ્વીપ-સમુદ્રના નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જાણવી. • ગાથા-૧૫૩ થી ૧૫૬ : માનુષોતર પર્વતની બહાર ચંદ્ર, સૂર્ય અવસ્થિત છે, ત્યાં ચંદ્ર અભિજિત નગના યોગવાળો અને સૂર્ય પુષ્ય નક્ષત્રના ચોગવાળો હોય છે. તે તું જાણ.] સૂર્યથી ચંદ્ર અને ચંદ્રથી સૂર્યનું અંત૫૦ હજાર યોજન કરતાં ઓછું હોતું નથી. ચંદ્રનું ચંદ્રથી અને સૂર્યનું સૂર્યથી અંતર ૧-લાખ યોજન. ચંદ્રથી સૂર્ય અંતરિત છે અને પ્રદીપ્ત સૂર્યથી ચંદ્રમાં અંતરિત છે, તે અનેક 2િ8/16] વર્ણના કિરણોવાળો છે. • ગાથા-૧૫૩,૧૫૮ - એક ચંદ્ર પસ્વિારના ૮૮ ગ્રહો અને ૨૮ નક્ષત્રો હોય છે ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ હોય છે. • ગાથા-૧૫૯ થી ૧૬૧ : સૂર્ય દેવોની આયુ સ્થિતિ ૧૦૦૦ વર્ષ અધિક એક પલ્યોપમ કહી છે, ચંદ્ર દેવની સ્થિતિ એક લાખ વર્ષાધિક એક પલ્યોપમ છે. ગ્રહોની સ્થિતિ ૧-પલ્યોપમ, નક્ષત્રોની સ્થિતિ અર્ધ પોપમ, તારાની સ્થિતિ ૧/૪ [પા પલ્યોપમ છે. જ્યોતિક દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક એક લાખ વર્ષ-પલ્યોપમ કહી છે. • ગાયા-૧૬૨ - મેં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિક દેવની સ્થિતિ કહી. હવે મહાત્ ઋદ્ધિવાળા, ૧૨-કાપતિ ઈન્દ્રોનું વિવરણ – • ગાથા-૧૬૩ થી ૧૬૮ : પહેલા સૌધર્મપતિ, બીજા ઈશાનપતિ, બીજા-સનકુમાર, ચોથા માહેન્દ્ર, પાંચમાં બ્રહ્મ, છઠ્ઠા લાંતક... સાતમા મહાશુક, આઠમાં સહસાર, નવમાં આનર્ત, દશમાં પ્રાણત, અગિયારમાં આરણ, બારમાં અય્યત. આ રીતે બાર કાપતિ ઈન્દ્ર કપોના સ્વામી હોય છે. તે ઈન્દ્રો સિવાય દેવોને આજ્ઞા દેનાર બીજું કોઈ નથી. આ કલાવાસીની ઉપર જે દેવગણ છે, તે સ્વશાસિત ભાવનાથી ઉત્પન્ન થાય છે. કેમકે વેયકમાં અન્યરૂપ અર્થાત દાસભાવ કે સ્વામી ભાવથી ઉત્પત્તિ સંભવ નથી. જે સમ્યક્ દર્શનથી પતિત પણ શ્રમણ વેશને ધારણ કરે છે, તેમની પણ ઉત્પત્તિ ઉત્કૃષ્ટ રૂપે શૈવેયક સુધી થાય. • ગાથા-૧૬૯ થી૧૭3 - અહીં સૌધર્મ કલાપતિ શક મહાનુભવના મીશ લાખ વિમાનોનું કથન કરાયેલ છે. ઈશાનેન્દ્રના ૨૮ લાખ, સનકુમારના ૧૨-લાખ વિમાનો. માહેન્દ્રના ૮-લાખ, બ્રહ્મલોકના ૪-લાખ વિમાનો. લાંકના ૫૦-હજાર, મહાશુકના ૪૦-હજાર વિમાનો. સહસારના ૬-હજાર, આણત-પ્રાણતના ૪૦૦, આરણ-અર્ચ્યુતના 30o વિમાનો કહેલાં છે. અર્થાત્ ઉક્ત સંખ્યામાં વિમાનોનું અધિપતિપણું. તે-તે ઈન્દ્રો [કલાસ્વામી) ભોગવે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૪ થી ૧૮૬ ૨૪3 ૨૪૪ દેવેન્દ્રસવ પ્રકીર્ણકસૂત્રસટીક અનુવાદ • ગાથા-૧૩૪ થી ૧૮૬ : આ પ્રકારે હે સુંદરી ! જે કલામાં જેટલાં વિમાનો કહ્યા છે, તે કપસ્થિતિ વિશેષને સાંભળ. શકમહાનુભવની બે સાગરોપમ, ઈશાનેન્દ્રની સાધિક બે સાગરોપમ કાસ્થિતિ કહી છે. સનકુમારની સાત, માહેન્દ્રની સાધિક સાત સાગરોપમ. બ્રહ્મલોકેન્દ્રની દશ, લાંતકેન્દ્રની ચૌદ સાગરોપમ. મહાકેન્દ્રની સતર, સહસારેન્દ્રની અઢાર સાગરોપમ. આનત કલામાં-૧૯, પ્રાણત કલામાં-૨૦ સાગરોપમાં આરણ કલામાં-૨૧, અશ્રુત કલામાં-૨૨ સાગરોપમ. એ પ્રમાણે આયુ સ્થિતિ જાણવી. હવે અનુત્તર અને પૈવેયક વિમાનોનો વિભાગ સાંભળો. અધો, મધ્ય અને ઉદd એ ત્રણે સૈવેયક છે. તે પ્રત્યેકના ત્રણ-ત્રણ પ્રકારો છે, એ રીતે નવ વેયક છે - સુદર્શન, અમોઘ, સુપબુદ્ધ, યશોધર, વસ, સુવસ, સુમનસ, સોમનસ અને પ્રિયદર્શન. અધો વૈવેયકમાં-૧૧૧, મધ્યમ ગ્રેવેયકમાં-૧૦૭ અને ઉર્ન વેયકમાં-૧૦૦ [એમ કુલ-૩૧૮ વિમાનો છે.] અનુત્તરોપપાતિકમાં પાંચ વિમાન કહ્યા છે. હે નમિતાંના સૌથી નીચે વાળા નૈવેયકોના દેવોનું આય ૨૩-સાગરોપમ છે. બાકીના ઉપરના આઠમાં ક્રમશઃ એક-એક સાગરોપમની આયુ-સ્થિતિ વઘતી જાય છે. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત એ ચારે વિમાન ક્રમશઃ પૂર્વ-દક્ષિણપશ્ચિમ-ઉત્તરમાં સ્થિત છે. મધ્યમાં સર્વાર્થ સિદ્ધ નામે પાંચમું વિમાન છે. આ બધાં વિમાનોની સ્થિતિ 33-સાગરોપમ ઉત્કૃષ્ટ કહી છે, પણ સર્વાર્થસિદ્ધમાં અજઘન્યોત્કૃષ્ટ 33-સાગરોપમ છે. • ગાથા-૧૮૩,૧૮૮ - નીચે-ઉપરના બબ્બે કલયુગલ અર્થાત્ આ આઠ વિમાન અર્ધ ચંદ્રાકાર છે, મધ્યના ચાર પૂર્ણ ચંદ્રાકાર છે. શૈવેયક દેવોના વિમાનો ત્રણ-ત્રણ પંકિતમાં છે, અનુત્તર વિમાન પુષ્પાકારે હોય છે. • ગાથા-૧૮૯,૧૦ - સૌધર્મ અને ઈશાન એ બે સ્પોમાં દેવ-વિમાન ધનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે. સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ એ ત્રણ કપોમાં દેવ વિમાનો ધનવાત ઉપર પ્રતિષ્ઠિત છે. લાંતક, મહાશુક અને સહસાર એ ત્રણે કયોમાં દેવવિમાનો ધનોદધિ અને ધનવાત બંને ઉપર પ્રતિષ્ઠિત છે. તેનાથી ઉપરના બધાં વિમાનો આકાશાંતર પ્રતિષ્ઠિત છે. આ રીતે ઉtઈલોકના વિમાનોની આધારવિધિ કહી. • ગાથા-૧૧ થી ૧૯૩ - ભવનપતિ અને વ્યંતર દેવોમાં કૃષ્ણ, નીલ, કાપોત અને તેજલેશ્યા [એ ચાર લેયા હોય છે. જયોતિક, સૌધર્મ અને ઈશાનમાં તેજોલેશ્યા હોય છે. સાનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં પાલેશ્યા હોય છે. તેમની ઉપરના દેવલોકોમાં શુક્લલેશ્યા હોય છે. સૌધર્મ અને ઈશાન બે કપોવાળા દેવોનો વર્ણ તપેલા સોના જેવો, સાનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકના દેવોનો વર્ણ પા જેવો શેત અને તેની ઉપરના દેવોનો વર્ણ શુક્લ હોય છે. • ગાથા-૧૯૪ થી ૧૯૮ : ભવનપતિ, વાણવ્યંતર, જયોતિક એ ત્રણે પ્રકાસ્ના દેવોની ઉંચાઈ સાત હાથ પ્રમાણ છે. હે સુંદરી ! હવે ઉપરના કલાપતિ દેવોની ઉંચાઈ - - સૌધર્મ અને ઈશાનની સાત હાય પ્રમાણ છે. - તેની ઉપર બન્ને કલ્પ સમાન હોય છે, અને એક-એક હાય પ્રમાણ માપ ઘટતું જાય છે. - વેચકોની ઉંચાઈ બે હાથ પ્રમાણ હોય છે. – અનુત્તર વિમાનવાસીની એક હાથ પ્રમાણ હોય. - એક કલાથી બીજા કલાના દેવોની સ્થિતિ સાગરોપમથી અધિક હોય છે, અને ઉંચાઈ તેનાથી ૧૧ ભાગ ઓછી હોય છે. - વિમાનોની ઉંચાઈ અને પૃથ્વીની જાડાઈ, તે બંનેનું પ્રમાણ ૩૨૦૦ યોજના હોય છે. • ગાથા-૧૯ થી ૨૦૨ - ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિક દેવોની કામકીડા શારીરિક હોય છે. હે સુંદરી ! હવે તું કલાપતિઓની કામક્રીડા સાંભળ – – સૌધર્મ અને ઈશાન કલામાં જે દેવો છે, તેમની કામક્રીડા શારીરિક હોય છે, જ્યારે સાનકુમાર દેવો અને મહેન્દ્ર દેવો એ બંને માટે સ્પર્શ દ્વારા કામકીડાને અનુભવે છે. - બ્રા અને લાંતકના દેવોની કામકીડા ચક્ષુ દ્વારા છે. - મહાશુક, સક્ષર દેવોની કામક્રીડા શ્રોત્ર દ્વારા છે. - આનતાદિ ચારે કલાના દેવોની કામક્રીડા મનથી છે. - તેની ઉપરના દેવોમાં કામકીડા હોતી નથી. • ગાથા-૨૦3,૨૦૪ - ગોશીર્ષ, અગર, કેતકીના પાન, પુન્નાગના ફૂલ, બકુલની ગંધ, ચંપક અને કમલની ગંધ અને તગરાદિની સુગંધ દેવોમાં હોય. આ ગંધવિધિ સંક્ષેપથી ઉપમા દ્વારા કહી. દેવતાઓ દષ્ટિથી સ્થિર અને સ્પર્શથી સુકુમાર હોય છે. • ગાથા-૨૦૫ થી ૨૦૮ :ઉર્વલોકમાં વિમાન સંખ્યા - ૮૪,૯૭,૦૨૩ :- - તેમાં પુષ્પાકૃતિવાળા Page #23 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦૩,૨૦૪ ૨૪૫ ૮૪,૮૯,૧૫૪ છે. – તેમાં શ્રેણિબદ્ધ વિમાનો ૩૮૩૪ છે. - તે સિવાયના વિમાનો પુણકર્ણિકાકાર હોય છે. વિમાનોની પંકિતનું અંતર નિશ્ચયથી અસંખ્યાત યોજન અને પુણ્યકણિકાકાર વિમાનોનું અંતર સંખ્યાત યોજન છે. • ગાથા-૨૦૯ થી ૨૧} : આવલિકા પ્રવિટ વિમાન ગોળાકાર, ત્રિકોણ અને ચતુષ્કોણ હોય છે, જ્યારે પુષ્ણકર્ણિકાની સંસ્યના અનેકાકારે હોય છે. વર્તુળાકાર વિમાન કંકણાકૃતિ જેવા, ત્રિકોણ વિમાન શીંગોડા જેવા, ચતુષ્કોણ વિમાન પાસે જેવા હોય છે. એક અંતર, પછી ચતુષ્કોણ, પછી વર્તુળ, પછી ત્રિકોણ એ રીતે વિમાનો રહેલાં હોય છે. વિમાનોની પંકિત વર્તુળાકાર ઉપર વર્તુળાકાર, ત્રિકોણ ઉપર ત્રિકોણ, ચતુષ્કોણ ઉપર ચતુષ્કોણ હોય છે. બઘાં વિમાનોનું અવલંબન દોડાની જેમ ઉપરથી નીચે અને એક છેડાથી બીજા છેડા સુધી સમાન હોય છે. • ગાથા-૨૧૪ થી ૨૧૬ :બધાં વર્તુળાકાર વિમાન પ્રાકારથી ઘેરાયેલા અને ચતુકોણ વિમાનો ચારે દિશામાં વેદિકાયુક્ત કહ્યા છે. જ્યાં વર્તુળાકાર વિમાન હોય છે, ત્યાં જ ત્રિકોણ વિમાનોની વેદિકા હોય છે, બાકીનાને પાáભાગે પ્રાકાર હોય છે. બધાં વર્તુળાકાર વિમાન એક હારવાળા હોય છે. કોણ વિમાન ત્રણ અને ચતુકોણ વિમાન ચાર દ્વારવાળા હોય છે. [આ વર્ણન કાપતિના વિમાનનું જાણવું] • ગાથા-૧૭,૨૧૮ : o ભવનપતિ દેવોના 9 કરોડ, ૭૨ લાખ ભવનો હોય છે. - આ ભવનોનું સંક્ષિપ્ત કથન કહેલ છે. o વીલોકમાં ઉત્પન્ન થનારા વાણવ્યંતર દેવોના અસંખ્યાત ભવનો હોય છે. છે તેનાથી સંખ્યાતગણાં જ્યોતિક દેવોના વિમાન હોય. • ગાથા-૨૧૯ :- વિમાનવાસી દેવો અા છે. - તેના કરતાં વ્યંતરદેવો અસંખ્યાતપણાં છે. - તેનાથી સંખ્યાતપણાં અધિક જ્યોતિક દેવો છે. • ગાથા-૨૨૦ : સૌધર્મ દેવલોકમાં દેવીઓના અલગ વિમાનોની સંખ્યા છ લાખ કેહવાયેલી છે. તેિમ જાણ] આ સંખ્યા ઈશાન કલામાં ચાર લાખ હોય છે. • ગાથા-૨૨૧થી ૨૪ :- પાંચ પ્રકારના અનુત્તર દેવો ગતિ, જાતિ અને દૃષ્ટિ અપેક્ષા થકી શ્રેષ્ઠ છે, ૨૪૬ દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ અનુપમ વિષય સુખવાળા છે. - જે રીતે સર્વ શ્રેષ્ઠ ગંધ, રૂપ અને શબ્દ હોય છે, તે રીતે સચિત્ત પુદ્ગલોના પણ સર્વશ્રેષ્ઠ રસ, સ્પર્શ અને ગંધ આ દેવોને હોય છે. (તેમ તું જાણ.] જેમ ભમર વિકસિત કળા, વિકસિત કમલ જ અને શ્રેષ્ઠ કુસુમની મકરંદનું સુખપૂર્વક પાલન કરે છે. [તે રીતે આ દેવો પૌદ્ગલિક વિષયોને સેવે છે.] હે સુંદરી ! આ દેવો શ્રેષ્ઠ કમળ જેવા શ્વેતવર્ણવાળા, એક જ ઉત્પત્તિ સ્થાનમાં નિવાસ કરનારા અને તે ઉત્પત્તિ સ્થાનથી વિમુક્ત થઈને સુખનો અનુભવ કરે છે– • ગાથા-૨૫ થી ૨૩ર : હે સુંદરી ! અનુત્તર વિમાનવાસી દેવોને ૩૩,૦૦૦ વર્ષ પુરા થાય ત્યારે આહારની ઈચ્છા થાય છે. મધ્યવર્તી આયુ ધારણ કરનારા દેવને ૧૬,૫૦૦ વર્ષ પુરા થાય ત્યારે આહાર ગ્રહણેચ્છા થાય છે. જે દેવ ૧૦ હજાર વર્ષના આયુને ધારણ કરે છે, તેનો આહાર એક એક દિવસના અંતરે હોય છે. હે સુંદરી ! ૧ વર્ષ અને સાડાચાર મહિને અનુત્તરવાસી દેવોને શ્વાસોશ્વાસ હોય છે.. હે સુતનું ! મધ્યમ આયુને ધારણ કરવાવાળા દેવોને આઠ માસ અને સાડા સાત દિવસે શ્વાસોચ્છવાસ હોય છે. જઘન્ય આયુ ધારણ કરવાવાળા દેવતાને શ્વાસોચ્છવાસ સાત સ્ટોક પૂર્ણ થતાં હોય છે. દેવોને જેટલાં સાગરોપમની જેની સ્થિતિ, તેટલાં પખવાડીયે તેમને શ્વાસોચ્છવાસ હોય છે અને એટલાં જ હજાર વર્ષે તે દેવોને આહારની ઈચ્છા થાય છે. આ રીતે આહાર અને શ્વાસોચ્છવાસ મેં વર્ણવ્યો. હે સુંદરી હે જી તેના સર્ભ અંતરને હું ક્રમશઃ કહીશ. • ગાથા-૨૩૩ થી ૨૪o - હે સુંદરી! આ દેવોનો જે વિષય જેટલી અવધિનો હોય છે તેનું હું આનુપૂર્વી ક્રમથી વર્ણન કરીશ. - સૌધર્મ અને ઈશાન દેવ નીચે એક નરક સુધી, સનકુમાર અને મહેન્દ્ર બીજી નક સુધી જુએ છે. - બ્રા અને લાંતક ત્રીજી નાક સુધી, શુક્ર અને સહસાર ચોથી નરક સુધી, આનત-પ્રાણત તથા આરણ-અય્યત દેવો પાંચમી નસ્ક સુધી પોતાના અવધિજ્ઞાનથી જુએ છે. - મધ્યવર્તી શૈવેયક દેવો છઠ્ઠી નજીક સુધી, ઉપરના રૈવેયકના દેવો સાતમી નક સુધી અવધિ વડે જુએ છે. - પાંચ અનુત્તરવાસી સંપૂર્ણ લોકનાડીને જુએ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૩૩ થી ૨૪૦ – અડધા સાગરોપમથી ઓછા આયુષ્યવાળા દેવો અવધિજ્ઞાનથી તીર્જી સંખ્યાત યોજન જુએ છે. – તેનાથી અધિક ૨૫-સાગરોપમવાળાનો અવધિ વિષય પણ જઘન્યથી સંખ્યાત યોજન હોય છે. તેનાથી વધારે આયુવાળા દેવો તીર્જી અસંખ્યાત દ્વીપસમુદ્ર સુધી અવધિથી જાણે છે. ઉપર બધાં દેવો પોતાના કાની ઉંચાઈ સુધી જાણે. અબાહ્ય અર્થાત્ જન્મથી અવધિજ્ઞાનવાળા નાસ્કી, દેવ, તીર્થંકર પૂર્ણપણે જુએ છે, બાકીના દેશથી જુએ છે. મેં સંક્ષેપથી આ અવધિજ્ઞાન વિષયક વર્ણન કર્યુ. હવે વિમાનોના રંગ, જાડાઈ, ઉંચાઈ કહીશ. • ગાથા-૨૪૧ થી ૨૪૬ : સૌધર્મ અને ઈશાન કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૭૦૦ યોજન છે અને તે રત્નથી ચિત્રિત જેવી છે. ૨૪૭ સુંદર મણિની વેદિકાથી યુક્ત, ધૈર્યમણિના પોથી યુક્ત, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત એવાં ઘણાં પ્રાસાદ આ વિમાનમાં હોય છે. - જેમાં દેવતા વસે છે. તેમાં જે કૃષ્ણ વિમાન છે, તે સ્વભાવથી અંજન ધાતુસમ તથા મેઘ અને કાકસમાન વર્ણવાળા છે. જે લીલારંગના વિમાન છે, તે સ્વભાવથી મેદક ધાતુ સમાન અને મોરની ગર્દન જેવા વર્ણવાળા છે. જે દીપશિખાના રંગવાળા વિમાન છે, તે જાસુદ પુષ્પ, સૂર્ય જેવા અને હિગુંલ ધાતુ સમાન વર્ણવાળા છે. જે કોરંટક ધાતુ સમાન રંગવાળા વિમાન છે, તે ખિલેલા ફૂલની કણિકા સમાન અને હળદર જેવા પીળા રંગના છે. • ગાથા-૨૪૭ થી ૨૫૨ : આ દેવતાઓ કદી ન મુરઝાનારી માળાવાળા, નિર્મળ દેહવાળા, સુગંધિત શ્વારાવાળા, અવ્યવસ્થિત વયવાળા, સ્વયં પ્રકાશમાન અને અનિમેષ આંખવાળા હોય છે. બધાં દેવતા ૭૨-કળામાં પંડિત હોય છે. ભવસંક્રમણની પ્રક્રિયામાં તેનો પ્રતિપાત હોય છે. શુભ કર્મોના ઉદયવાળા તે દેવોનું શરીર સ્વાભાવિક તો આભુષણ રહિત હોય છે, પણ પોતાની ઈચ્છાનુસાર વિવેલા આભુષણને દેવો ધારણ કરે છે. સૌધર્મ-ઈશાનના આ દેવો માહાત્મ્ય, વર્ણ, અવગાહના, પરિમાણ અને આયુ મર્યાદા આદિ સ્થિતિ વિશેષમાં હંમેશાં ગોળ સરસવની સમાન એકરૂપ હોય છે. આ કલ્પોમાં લીલા, પીળા, લાલ, શ્વેત અને કાળા વર્ણના ૫૦૦ ઉંચા પ્રાસાદ શોભે છે. દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ત્યાં સેંકડો મણીઓથી જડિત ઘણાં પ્રકારના આસન, શય્યા, સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમય માળા અને વિવિધ પ્રકારના અલંકારો રહેલાં હોય છે. • ગાથા-૨૫૩ થી ૨૫૫ : ૨૪૮ સાવકુમાર અને માહેન્દ્રકલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૬૦૦ યોજન છે, તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે. ત્યાં લીલા, પીળા, લાલ, સફેદ, કાળા એવા ૬૦૦ ઉંચા પ્રાસાદો શોભી રહેલા કહ્યા છે. ત્યાં સેંકડો મણીઓથી જડિત, ઘણાં પ્રકારના આસન-શય્યા-સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમયવાળા, અલંકાર હોય છે. • ગાથા-૨૫૬ થી ૨૫૮ : બ્રહ્મ અને લાંતક કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૫૦૦ યોજન હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણિની વેદિકાથી યુક્ત, ધૈર્ય મણિઓની રૂપિકા યુક્ત, રત્નમયમાલા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદો આ વિમાનોમાં હોય છે. ત્યાં લાલ, પીળા અને સફેદ વર્ણવાળા ૭૦૦ ઉંચા પ્રાસાદો શોભાયમાન રહેલાં છે. • ગાથા-૨૫૯ થી ૨૬૨ - શુક્ર અને સહસાર કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૪૦૦ યોજન હોય છે, તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણી અને વેદિકા, વૈસૂર્ય મણિની સ્તુકિા, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત એવાં ઘણાં પ્રકારના પ્રાસાદ ઉક્ત બંને કલ્પના વિમાનોમાં હોય છે. પીળા અને સફેદ વર્ણવાળા ૮૦૦ ઉંચા પ્રાસાદો છે. ત્યાં સેંકડો મણિથી જડિત ઘણાં પ્રકારના આસન, શય્યા, સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમયમાળા અને અલંકાર હોય છે. • ગાથા-૨૬૨ થી ૨૬૫ : આણત-પ્રાણત કલ્પમાં પૃથ્વી જાડાઈ-૨૩૦૦ યોજનોની હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણિઓની વેદિકા, ધૈર્ય મણિની રૂપિકા, રત્નમય માળા, અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ઉક્ત બંને કલ્પના વિમાનોમાં હોય છે. શંખ અને હિમ જેવા શુક્લ વર્ણના ૯૦૦ ઉંચા પ્રાસાદો છે. • ગાથા-૨૬૬ થી ૨૬૮ : ત્રૈવેયક વિમાનોમાં ૨૨૦૦ યોજન પૃથ્વીની જાડાઈ હોય છે અને તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણિની વેદિકા, ધૈર્ય મણિની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદો ઉક્ત ત્રૈવેયક વિમાનોમાં ત્યાં રહેલાં હોય છે. શંખ અને હિમ જેવા શ્વેત વસ્ત્રવાળા એવા ૧૦૦૦ ઉંચા પ્રાસાદો તે શોભિત છે, તેમ કહેલ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૬૨ થી ૨૬૫ ૨૪૯ ૨૫o દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ • ગાથા-૨૬૬ થી ૨૭ર : પાંચ અનુત્તર વિમાનોમાં ૨૧૦૦ યોજન પૃથ્વીની જાડાઈ હોય છે, તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે. સુંદર મણિની વેદિકા, વૈડૂર્ય મણિની તૃપિકા, રનમય માળા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં છે. શંખ અને હિમના જેવા શ્વેત વર્ણવાળા ૧૧૦૦ ઉંચા પ્રાસાદ આ અનુત્તર વિમાને શોભે છે. સેંકડો મણિથી જડિત, ઘણાં પ્રકારના આસન, શય્યા અને સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રનમયમાળા, અલંકાર ત્યાં હોય છે. • ગાથા-૨૭૩ થી ૨૭૮ - સવથિ સિદ્ધ વિમાનના સૌથી ઉંચા સ્તુપને અંતે બાર યોજન ઉપર ઈષતુ પ્રાગભારા પૃથ્વી આવેલી છે. તે પૃથ્વી નિર્મળ જળકળ, હિમ, ગાયનું દૂધ, સમુદ્રના ફીણ જેવી ઉજ્જવળ વર્ણવાળી છે. તથા ઉલટા કરાયેલા છમના આકારે સ્થિત છે. તે ૪૫-લાખ યોજન લાંબી-પહોળી છે. - તેના કરતાં ત્રણ ગણાંથી અધિક તેની પરિધિ છે. જેનું માપ - ૧, ૪૨, ૩૦,૨૪૯ યોજન છે. – તે પૃથ્વી મધ્ય ભાગે આઠ યોજન જાડી છે. - ઘટતાં ઘટતાં માખીની પાંખ જેવી પાતળી થઈ જાય છે. - તે શંખ, શ્વેત રત્ન, અર્જુન સુવર્ણ સમાન વર્ણવાળી તથા ઉલટા છગના આકારવાળી છે. • ગાથા-૨૭૯,૨૮૦ - સિદ્ધશિલાની ઉપર એક યોજન પચી લોકનો અંત આવે. તે એક યોજનના ઉપરના ૧૬માં ભાગમાં સિદ્ધોનું સ્થાન અવસ્થિત છે. [તેમ તું જાણ.] ત્યાં તે સિદ્ધ ભગવંતો નિશ્ચયથી વેદનારહિત, મમતારહિત, આસક્તિ રહિત, શરીર રહિત એવા ધનીભૂત આત્મપ્રદેશોથી નિર્મિત આકારવાળા (જો કે નિરાકાર જ હોય હોય છે. • ગાથા-૨૮૧ થી ૨૯૧ :(૧) સિદ્ધો ક્યાં અટકે છે ? (૨) સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત થાય છે ? (3) તેઓ પોતાના શરીરનો ક્યાં ત્યાગ કરે છે ? (૪) તેઓ ક્યાં જઈને સિદ્ધ થાય છે ? - શરીર છોડતી વખતે અંતિમ સમયે જે સંસ્થાન હોય, તે સંસ્થાને જ આત્મપ્રદેશો ધનીભૂત થઈ તે સિદ્ધાવસ્થા પામે છે. - અંતિમ ભવે શરીરનું જે દીર્ધ કે દૂરવ પ્રમાણ હોય છે, તેનો એક તૃતિયાંશ ભાગ ઘટી જઈને સિદ્ધાવગાહના થાય છે. - સિદ્ધોની ઉત્કૃષ્ટાવગાહના સાધિક ૩૩૩ ધનુષ જાણ. - સિદ્ધોની મધ્યમાવગાહના ચાર હાય પૂર્ણ ઉપર બે તૃતિયાંશ હાથ પ્રમાણ કહી છે. [નોંધ :- અહીં રની શબ્દ છે, રસ્તી એટલે એક હાથ પ્રમાણ, જેને કોશમાં દોઢ ફૂટ પ્રમાણ કહી છે.] - જઘન્યાવગાહનાથી સિદ્ધો એક હાથ પ્રમાણ અને આઠ અંગુલથી કંઈક અધિક કહેવાયેલા છે. - અંતિમ ભવના શરીરના ત્રણ ભાગમાંથી એક ભાગ ન્યૂન થતુ બે તૃતીયાંશ પ્રમાણ સિદ્ધાવગાહના કહી છે. – જરા અને મરણથી વિમુક્ત અનંત સિદ્ધો હોય છે. - તે બધાં લોકાંતને સ્પર્શતા એકબીજાને અવગાહે છે. - અશરીર સઘન આત્મ પ્રદેશવાળા, અનાકાર દર્શન અને સાકાર જ્ઞાનમાં અપ્રમત્ત એ સિદ્ધોનું લક્ષણ છે. - સિદ્ધ આત્મા પોતાના આત્મપ્રદેશોથી અનંત સિદ્ધોને સ્પર્શે છે. [એ સ્પર્શના દ્વાર જાણ.] દેશ-પ્રદેશોથી સિદ્ધો પણ અસંખ્યાતગણાં છે. • ગાથા-૨૯૨,૨૯૩ : કેવળ જ્ઞાનમાં ઉપયોગવાળા સિદ્ધાં બધાં દ્રવ્યોના દરેક ગુણ અને દરેક પર્યાયોને જાણે છે. અનંત કેવળ દૃષ્ટિથી બધું જ જુએ છે. જ્ઞાન અને દર્શન એ બંને ઉપયોગમાં બધાં કેવળીને એક સમયમાં એક ઉપયોગ હોય, બંને ઉપયોગ સાથે ન હોય. • ગાથા-૨૯૪ થી ૩૦૨ : દેવગણના સમૂના સમસ્ત કાળના સમસ્ત સુખોને અનંતગણાં કસ્વામાં આવે. ત્યારપછી - તે સંખ્યાને અનંતવથી વગત કરાય. - તો પણ મુક્તિના સુખની તુલના ન થઈ શકે. મુક્તિ પ્રાપ્ત સિદ્ધોને જે અવ્યાબાધ સુખ છે, તે સુખ મનુષ્યને કે સમસ્ત દેવતાને પણ નથી. સિદ્ધના સમસ્ત સુખ શશિને જો :(૧) સમસ્તકાળથી ગુણિત કરવામાં આવે (૨) ત્યારપછી તેનું અનંત વર્ગમૂળ કરવામાં આવે (3) તો પણ પ્રાપ્ત સંખ્યા સમસ્ત આકાશમાં ન સમાય. - જેવી રીતે કોઈ પ્લેચ્છ અનેક પ્રકારના નગરના ગુણોને જાણતો હોય તો પણ પોતાની ભાષામાં પ્રાપ્ત ઉપમાઓને કારણે તે ગુણો કોઈને કહી શકતો નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૯૪ થી ૩૦૨ એ રીતે સિદ્ધોનું સુખ અનુપમ છે. તેની કોઈ ઉપમા નથી, તો પણ કેટલાંક વિશેષણો દ્વારા તેની સમાનતા કહું છું. ૨૫૧ કોઈ પુરુષ સૌથી ઉત્કૃષ્ટ ભોજન કરીને બુખ અને તરસથી મુક્ત થઈ જાય અને જાણે કે અમૃતથી તૃપ્ત થયો છે. એ રીતે સમસ્તકાળમાં તૃપ્ત, અતુલ, શાશ્વત અને અવ્યાબાધ નિર્વાણ સુખને પામીને સિદ્ધો સુખી રહે છે. તેઓ સિદ્ધ છે, બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે. કર્મરૂપી વચથી ઉન્મુક્ત, અજર-અમર-અસંગ છે. જેમણે બધાં દુઃખોને દૂર કરી દીધા છે. જાતિ-જન્મ-જરા-મરણના બંધનથી મુક્ત, શાશ્વત, અવ્યાબાધ સુખનો તે સિદ્ધો નિરંતર અનુભવ કરતાં રહે છે. ૭ ગાથા-૩૦૩ થી ૩૦૫ : સમગ્ર દેવોની અને તેના સમગ્ર કાળની જે ઋદ્ધિ છે, તેનું અનંતગણું કરીએ તો પણ જિનેશ્વર પરમાત્માની ઋદ્ધિના અનંતાનંત ભાગ બરાબર ન થાય. સંપૂર્ણ વૈભવ અને ઋદ્ધિયુક્ત ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ પણ અરહંતોને વંદન કરે છે. ભવનપતિ, વાણવ્યંતર, વિમાનવાસી દેવો અને ઋષિપાલિત પોતપોતાની બુદ્ધિથી જિન-મહિમા વર્ણવે છે. • ગાથા-૩૦૬ થી ૩૦૮ : વીર અને ઈન્દ્રોની સ્તુતિના કર્તા, જેવો પોતે બધાં ઈન્દ્રો અને જિનેન્દ્રોની સ્તુતિ અને કિર્તન કર્યુ છે, તે સુરો, અસુરો, ગુરુ અને સિદ્ધો મને સિદ્ધિ આપો. આ રીતે ભવનપત્યાદિ ચારે દેવનિકાય દેવોની સ્તુતિ સમગ્રરૂપે સમાપ્ત થઈ. દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક સૂત્ર-૯, આગમ-૩૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ Page #27 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.