________________
ગાથા-૧૪૧ થી ૧૪૬
ર૪૬
૨૪૨
દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
કૃષ્ણ પક્ષમાં તેટલાં જ સમયમાં રાહુચી આવૃત થતા ઘટે છે. ચંદ્રમાંના પંદર ભાગ ક્રમશ: રાહુના ૧૫ ભાગોથી અનાવૃત્ત થતાં જાય છે અને પછી આવૃત થતાં જાય છે.
એ કારણે ચંદ્રમા વૃદ્ધિ અને હાનિને પામે છે. એ જ કારણે જ્યોસ્તા અને કાલિમા આવે છે. • ગાથા-૧૪૭, ૧૪૮ - મનુષ્યલોકમાં ઉત્પન્ન અને સંચરણ કરવાવાળા –
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર સમૂહ આદિ પાંચ પ્રકારના જ્યોતિક દેવો હોય છેતિ તું જાણ.] -
મનુષ્યલોકની બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા, નક્ષત્ર છે તેની ગતિ પણ નથી, સંચરણ પણ નથી. તેથી આ સૂર્યાદિ બધાંને સ્થિર જ્યોતિક જાણવા.
• ગાથા-૧૪૯ થી ૧૫૧ - આ ચંદ્ર અને સૂર્ય જંબૂદ્વીપમાં બે-બે છે. - લવણ સમુદ્રમાં ચાર-ચાર હોય છે. – ધાતકીખંડમાં બાર-બાર હોય છે.
- એટલે કે જંબૂતીપમાં બેગણાં, લવણ સમુદ્રમાં ચારગણા, ઘાતકીખંડમાં બારગણાં હોય છે.
- ઘાતકીખંડના આગળના ક્ષેત્રમાં અર્થાત્ દ્વીપ, સમુદ્રમાં સૂર્ય-ચંદ્રની સંખ્યાની તેની પૂર્વેના દ્વીપ-સમુદ્રની સંખ્યા કરતાં ત્રણ ગણાં કરી તથા તેમાં પૂર્વના ચંદ્ર અને સૂર્યોની સંખ્યા ઉમેરી જાણવા જોઈએ. જેમકે - કાલોદધિ સમુદ્રમાં ૪૨-૪૨ ચંદ્ર સૂર્ય વિચરે છે. તો આ સંખ્યાનું ગણિત આ પ્રમાણે –]
– પૂર્વના લવણ સમુદ્રમાં સૂર્ય-ચંદ્ર ૧૨-૧૨ છે. - તેના ત્રણ ગણાં કરો એટલે ૩૬-૩૬ સંખ્યા આવે. - તેમાં પૂર્વના ૨ + ૪ ચંદ્ર-સૂર્ય ઉમેરો.
- તેથી ૩૬ +૪+ ૨ = ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય સંખ્યા થાય. આ પ્રમાણે આગળઆગળના દ્વીપાદિમાં ગણવું.
• ગાથા-૧૫ર :
જો તું દ્વીપ-સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ, તારાની સંખ્યા જાણવા ઈચ્છતા હો તો - ગણન રીત
એક ચંદ્ર પરિવારની સંખ્યાથી ગુણા કરવાથી તે દ્વીપ-સમુદ્રના નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જાણવી.
• ગાથા-૧૫૩ થી ૧૫૬ :
માનુષોતર પર્વતની બહાર ચંદ્ર, સૂર્ય અવસ્થિત છે, ત્યાં ચંદ્ર અભિજિત નગના યોગવાળો અને સૂર્ય પુષ્ય નક્ષત્રના ચોગવાળો હોય છે. તે તું જાણ.]
સૂર્યથી ચંદ્ર અને ચંદ્રથી સૂર્યનું અંત૫૦ હજાર યોજન કરતાં ઓછું હોતું નથી. ચંદ્રનું ચંદ્રથી અને સૂર્યનું સૂર્યથી અંતર ૧-લાખ યોજન.
ચંદ્રથી સૂર્ય અંતરિત છે અને પ્રદીપ્ત સૂર્યથી ચંદ્રમાં અંતરિત છે, તે અનેક 2િ8/16]
વર્ણના કિરણોવાળો છે.
• ગાથા-૧૫૩,૧૫૮ -
એક ચંદ્ર પસ્વિારના ૮૮ ગ્રહો અને ૨૮ નક્ષત્રો હોય છે ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ હોય છે.
• ગાથા-૧૫૯ થી ૧૬૧ :
સૂર્ય દેવોની આયુ સ્થિતિ ૧૦૦૦ વર્ષ અધિક એક પલ્યોપમ કહી છે, ચંદ્ર દેવની સ્થિતિ એક લાખ વર્ષાધિક એક પલ્યોપમ છે.
ગ્રહોની સ્થિતિ ૧-પલ્યોપમ, નક્ષત્રોની સ્થિતિ અર્ધ પોપમ, તારાની સ્થિતિ ૧/૪ [પા પલ્યોપમ છે.
જ્યોતિક દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક એક લાખ વર્ષ-પલ્યોપમ કહી છે.
• ગાયા-૧૬૨ -
મેં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિક દેવની સ્થિતિ કહી. હવે મહાત્ ઋદ્ધિવાળા, ૧૨-કાપતિ ઈન્દ્રોનું વિવરણ –
• ગાથા-૧૬૩ થી ૧૬૮ :
પહેલા સૌધર્મપતિ, બીજા ઈશાનપતિ, બીજા-સનકુમાર, ચોથા માહેન્દ્ર, પાંચમાં બ્રહ્મ, છઠ્ઠા લાંતક...
સાતમા મહાશુક, આઠમાં સહસાર, નવમાં આનર્ત, દશમાં પ્રાણત, અગિયારમાં આરણ, બારમાં અય્યત.
આ રીતે બાર કાપતિ ઈન્દ્ર કપોના સ્વામી હોય છે. તે ઈન્દ્રો સિવાય દેવોને આજ્ઞા દેનાર બીજું કોઈ નથી.
આ કલાવાસીની ઉપર જે દેવગણ છે, તે સ્વશાસિત ભાવનાથી ઉત્પન્ન થાય છે. કેમકે વેયકમાં અન્યરૂપ અર્થાત દાસભાવ કે સ્વામી ભાવથી ઉત્પત્તિ સંભવ નથી.
જે સમ્યક્ દર્શનથી પતિત પણ શ્રમણ વેશને ધારણ કરે છે, તેમની પણ ઉત્પત્તિ ઉત્કૃષ્ટ રૂપે શૈવેયક સુધી થાય.
• ગાથા-૧૬૯ થી૧૭3 -
અહીં સૌધર્મ કલાપતિ શક મહાનુભવના મીશ લાખ વિમાનોનું કથન કરાયેલ છે.
ઈશાનેન્દ્રના ૨૮ લાખ, સનકુમારના ૧૨-લાખ વિમાનો. માહેન્દ્રના ૮-લાખ, બ્રહ્મલોકના ૪-લાખ વિમાનો. લાંકના ૫૦-હજાર, મહાશુકના ૪૦-હજાર વિમાનો.
સહસારના ૬-હજાર, આણત-પ્રાણતના ૪૦૦, આરણ-અર્ચ્યુતના 30o વિમાનો કહેલાં છે.
અર્થાત્ ઉક્ત સંખ્યામાં વિમાનોનું અધિપતિપણું. તે-તે ઈન્દ્રો [કલાસ્વામી) ભોગવે છે.