________________
ગાયા-૩૧ થી ૩૮
૨૩૫
૨૩૬
દેવેન્દ્રરતવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
- તે શ્રેષ્ઠ દ્વાર આઠ યોજન ઉંચા છે અને તેની ઉપરનો ભાગ લાલ કળશોથી સજાવેલ છે, ઉપર સોનાના ઘંટ બાંધ્યા છે.
- આ ભવનોમાં ભવનપતિ દેવ શ્રેષ્ઠ તરુણીના ગીત અને વાધોના અવાજને કારણે નિત્ય સુખયુક્ત અને પ્રમુદિત રહી પસાર થતાં સમયને જાણતાં નથી.
• ગાયા-૩૯ થી ૪ર :
(૧) ચમરેન્દ્ર, (૨) ધરણેન્દ્ર, (3) વેણુદેવ, (૪) પૂર્ણ, (૫) જલકાંત, (૬) અમિત ગતિ, () વેલંબ, (૮) ઘોષ, (૯) હરિ અને (૧૦) અગ્નિશીખ.
આ ભવનપતિ ઈન્દ્રોના મણિરત્નોથી જડિત, સ્વર્ણસ્તંભ અને રમણીય લતામંડપ યુક્ત ભવન...
દક્ષિણ દિશામાં હોય છે. ઉત્તર દિશા અને તેની આસપાસ બાકીના ઈન્દ્રોના ભવનો હોય છે.
દક્ષિણ દિશા તરફ (૧) અસુરકુમારના ૩૪ લાખ, (૨) નાગકુમારના ૪૪લાખ, (3) સુવર્ણકુમારના ૪૮-લાખ, (૪ થી ૯) દ્વીપ, ઉદધિ, વિધુત, સ્વનિત અને અગ્નિકુમારના પ્રત્યેકના ચાલીશ-ચાલીશ લાખ અને (૧૦) વાયુકુમારના ૫૦-લાખ ભવન હોય છે.
ઉત્તરદિશા તરફ (૧) અસુરકુમાના ૩૦ લાખ, (૨) નાગ કુમારના ૪૦-લાખ, (3) સુવર્ણકુમારના-3૪ લાખ, (૪) વાયુકુમારના ૪૬-લાખ, (૫ થી ૯) દ્વીપ, ઉદધિ, વિધત, સ્વનિત અને અગ્નિકુમાર એ પાંચેના પ્રત્યેકના છત્રીશ-જીગીશ લાખ ભવનો છે.
• ગાથા-૪૩ થી ૪૫ - બધાં વૈમાનિક અને ભવનપતિ ઈન્દ્રોની ત્રણ પર્વદા હોય.
- એ બધાના ત્રાયઅિંશક, લોકપાલ, સામાજિક અને ચાર ગણા આત્મરક્ષક દેવો હોય છે.
- દક્ષિણ દિશાના ભવનપતિના-૬૪,ooo. - ઉત્તર દિશાના ભવનપતિની-૬0,000. - વાણ યંતરોના ૬૦૦૦, - જ્યોતિકેન્દ્રોના ૪૦૦૦ સામાનિક દેવો હોય છે.
- એ જ પ્રમાણે ચમરેન્દ્ર અને બલીન્દ્રની પાંચ અણમહિષી અને બાકીના ભવનપતિની છ અગ્રમહિષીઓ હોય છે.
• ગાયા-૪૬ થી ૫૦ :
એ રીતે જંબૂદ્વીપમાં બે, માનુષોત્તર પર્વતમાં ચાર, અરણ સમુદ્રમાં છે અને અરણ દ્વીપમાં આઠ, ભવનપતિ આવાસ છે.
- જે નામની સમુદ્ર કે દ્વીપમાં તેમની ઉત્પત્તિ થાય છે.
- અસુર, નાગ અને ઉદધિકુમારોના આવાસ અરુણવર સમુદ્રમાં હોય છે, તેમાં જ તેની ઉત્પતિ થાય છે.
- દ્વીપ, દિશા, અગ્નિ અને સ્વનિતકુમારોના આવાસો અરુણવરદ્વીપમાં હોય
છે, તેમાં જ તેમની ઉત્પત્તિ થાય છે.
- વાયકુમાર અને સુવર્ણકુમાર ઈન્દ્રોના આવાસ માનુષોત્તર પર્વત ઉપર હોય છે.
- હરિ અને હરિસ્સહ દેવોના આવાસ વિધુપ્રભ અને માલ્યવંત પર્વતો ઉપર હોય છે.
• ગાથા-૫૧ થી ૬૫ :
હે સુંદરી ! આ ભવનપતિ દેવોમાં જેનું જે બળ-વીર્યપાકમ છે, તેનું યથાક્રમથી, આનુપૂર્વી પૂર્વક વર્ણન કરું છું.
- અસુર અને સુરકા દ્વારા જે સ્વામીવનો વિષય છે, તેનું ક્ષેત્ર જંબુદ્વીપ અને ચમરેન્દ્રની ચમચંયા રાજધાની સુધી છે, આ જ સ્વામીત્વ બલિ અને વૈરોચનનું પણ છે.
– ધરણ અને નાગરાજ જંબૂદ્વીપને ફેણથી આચ્છાદિત કરી શકે છે. તેમજ ભૂતાનંદ માટે જાણવું.
- ગરુડેન્દ્ર અને વેણુદેવ પાંખ દ્વારા જંબૂહીપને આછાદિત કરી શકે ચે, તેવું જ વેણુદાલીનું જાણવું.
- જયકાંત અને જલપભ એક જ જલતરંગ દ્વારા જંબૂદ્વીપને ભરી દઈ શકે છે.
– અમિતગતિ અને અમિતવાહન પોતાના એક પગની એડીથી સંપૂર્ણ જંબૂદ્વીપને કંપાવી શકે છે.
- વેલંબ અને પ્રભંજન એક વાયુના ગુંજન દ્વારા આખા જંબૂદ્વીપને ભરી શકે છે.
- હે સુંદરી ! ઘોષ અને મહાઘોષ એક મેઘગર્જના શબ્દતી જંબૂદ્વીપને બહેરો કરી શકે છે.
- હરિ અને હરિસ્સહ એક વિધુત થકી આખા જંબૂદ્વીપને પ્રકાશિત કરી શકે છે.
- અગ્નિશીખ અને અગ્નિમાનવ એક અગ્નિ જ્વાળાથી આખા જંબૂદ્વીપને બાળી શકે છે.
- - હે સુંદરીતીછલિોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. આમાંનો કોઈપણ એક ઈન્દ્ર પોતાના રૂપો દ્વારા આ દ્વીપ અને સમુદ્રને અવગાહી શકે છે.
- કોઈપણ સમર્થ ઈન્દ્ર જંબદ્વીપને ડાબા હાથે છત્રની જેમ ધારણ કરી શકે છે. - મેરુ પર્વતને પરિશ્રમ વિના ગ્રહણ કરી શકે છે.
- કોઈ એક શકિતશાળી ઈન્દ્ર જંબૂદ્વીપને છત્ર અને મેરુ પર્વતને દંડ બનાવી શકે છે.
આ એ બધાં ઈન્દ્રોનું બળ વિશેષ છે. • ગાથા-૬૬ થી ૬૮ :સંક્ષેપથી આ ભવનપતિઓના ભવનની સ્થિતિ કહી.
- હવે વ્યંતરના ભવનપતિની સ્થિતિ સાંભળો પિશાચ, ભૂત, ચલ, રાક્ષસ, | કિંમર, લિંપુર, મહોમ, ગંધર્વ, એ વાણવ્યંતર દેવોના આઠ પ્રકારો છે. આ