________________
૨૩૨
દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
૩૨ દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકસૂત્ર-૯
મૂળ-સૂત્રાનુવાદ
૦ આ પયાસૂત્રની કોઈ વૃત્તિ કે અવસૂરી આદિ હોવાનું અમારી જાણમાં નથી, માટે મૂળ સૂત્રનો અનુવાદ માત્ર અહીં કરેલ છે.
૦ સૂત્ર અને વિવેચન એવા બે વિભાગ ન હોવાથી, અમે અહીં માત્ર સૂત્રની જ નોંધ
કરેલ છે.
૦ આખું સૂત્ર ગાથા બદ્ધ હોવાથી ગાથા-૧, ગાથા-૨ એ પ્રમાણે અમોએ અહીં ક્રમ નિર્દેશ કરેલો છે.
૦ આ સૂત્ર-૩૦૮ ગાથાત્મક છે, જે ક્રમશઃ આ પ્રમાણે –
૦ ગાથા-૧ થી ૩ :
ત્રૈલોક્ય ગુરુ, ગુણોથી પરિપૂર્ણ, દેવ અને મનુષ્યો વડે પૂજિત, ઋષભ આદિ જિનવર તથા અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાન મહાવીરને નમસ્કાર કરીને
નિશ્ચે આગમવિદ્ કોઈ શ્રાવક, સંધ્યાકાળના પ્રારંભે
જેણે અહંકાર જિત્યો છે તેવા વર્ધમાન મહાવીર સ્વામીની સ્તુતિ કરે છે, તે સ્તુતિ કરતાં
—
-
શ્રાવકની પત્ની સુખપૂર્વક સામે બેસી, સમભાવથી બંને હાથ જોડી વર્ધમાન સ્વામીની સ્તુતિ સાંભળે છે.
૭ ગાથા-૪ *
તિલકરૂપી રત્ન અને સૌભાગ્યસૂચક ચિહ્નથી અલંકૃત્ ઈન્દ્રની પત્નીની સાથે અમે પણ –
માન ચાલ્યુ ગયું છે તેવા વર્ધમાન સ્વામીના ચરણોમાં વંદના કરીએ છીએ.
૭ ગાથા-૫ -
વિનયથી પ્રણામ કરવાને કારણે જેમના મુગટ શિથિલ થઈ ગયા છે, તે દેવો દ્વારા અદ્વિતીય યશવાળા અને ઉપશાંત રોષવાળા વર્ધમાન સ્વામીના ચરણો વંદિત થયા છે.
- ગાથા-૬ :
જેમના ગુણો દ્વારા બત્રીશ દેવેન્દ્રો પુરી રીતે પરાજિત કરાયા છે, તેથી તેમના કલ્યાણકારી ચરણોનું અમે ધ્યાન કરી રહ્યા છીએ. [મંગલાચરણ કર્યુ.]
૭ ગાથા-૭ થી ૧૦ ઃ
તે શ્રાવક પત્ની પોતાના પ્રિયને કહે છે કે આ રીતે જે બત્રીશ દેવેન્દ્રો કહેવાયા છે, તે વિશે મારી જિજ્ઞાસા સંતોષવા વિશેષ વ્યાખ્યા કરો
તે બત્રીશ ઈન્દ્રો (૧) કેવો છે ? (૨) ક્યાં રહે છે ? (3) કોની કેવી સ્થિતિ
-