Book Title: Yogmahatmya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 122
________________ ૯૫ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૧ તત્ર રૂતિ, ત્યાં=પુરુષ અને સત્ત્વની શુદ્ધિના સામ્યમાં, ઉપચરિત ભોગના અભાવરૂપ પુરુષની શુદ્ધિ છે. વળી સત્વની શુદ્ધિ સર્વથા કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી સ્વકારણમાં અનુપ્રવેશ છે=સત્ત્વના સ્વકારણ એવી પ્રકૃતિમાં અનુપ્રવેશરૂપ છે. રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. વિમુક્તમ્ - તે=આ શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું તે આ, પાતંજલ યોગસૂત્ર૩/પપમાં કહેવાયું છે – “સત્ત્વપુરુષોઃ ..... વૈવલ્યમ્” રૂતિ છે “સત્વ અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કેવલ્ય છે–પુરુષનો પ્રકૃતિથી પૃથમ્ભાવ છે.” ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ઘરના તત્ર પુરુષ0 શુદ્ધપરિતા મોટTમાવ: પાઠ મુદ્રિત પ્રતમાં છે તે અશુદ્ધ જણાય છે. ત્યાં પાતંજલયોગસૂત્રની રાજમાર્તડ ટીકા પ્રમાણે તત્ર પુરુષસ્થ શુદ્ધિપરિતમો માવ: પાઠ સંગત છે, તે પાઠ મુજબ અમે અર્થ કરેલ છે. ભાવાર્થ :શ્લોક-૨૦માં કહ્યું તે વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનની સંજ્ઞા, વિષય અને સ્વભાવ :(૧) વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનની સંજ્ઞા : શ્લોક-૨૦માં કહ્યું કે ક્ષણ અને પૂર્વ-અપર રૂપ ક્ષણના ક્રમમાં સંયમ કરવાથી યોગીને ક્ષણોના પરસ્પર ભેદને કરનારું એવું વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે, અને તે જ્ઞાનને તારકજ્ઞાન કહેવાય છે. કેમ તેને તારકજ્ઞાન કહેવાય છે ? તેથી કહે છે – અગાધ એવા સંસારરૂપી સમુદ્રથી આ જ્ઞાન યોગીને તારે છે, એવી વ્યુત્પત્તિ અર્થવાળી સંજ્ઞાથી તે જ્ઞાનને તારકજ્ઞાન કહેવાય છે. (૨) વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનનો વિષય : વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સર્વવિષયવાળું છે અર્થાત્ મહદાદિ સર્વવિષયવાળું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148