Book Title: Yogmahatmya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 140
________________ ૧૧૩ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૮/૨૯ અન્વયાર્થ: ર=અને માનવિજાતિનાપુર્વેન=આજીવિકાદિના પ્રયોજનથી લોન યોગની વિશ્વના=વિડંબણા પવનમપુરથસ્થસ્થ પવનને અભિમુખ રહેલા પુરુષને વૃત્તનજ્વાતિનોપમ =અગ્નિની જ્વાલાની ઉપમા જેવી છે. ll૨૮ શ્લોકાર્ચ - અને આજીવિકાદિના પ્રયોજનથી યોગની વિડંબણા પવનને અભિમુખ રહેલા પુરુષને અગ્નિની જ્વાલાની ઉપમા જેવી છે. ! ભાવાર્થ - બાહ્યથી યોગસદશ હઠયોગની પ્રવૃત્તિથી યોગની વિડંબણા : જેમ કોઈ પુરુષ ઠંડીથી વ્યાકુળ હોય અને અગ્નિની વાલા પાસે બેઠેલો હોય તો તેની ઠંડી દૂર થાય છે, પરંતુ તે જ પુરુષ પવનને અભિમુખ રહેલો હોય અને અગ્નિની વાલા સામે હોય તો પવનના બળથી તે વાલા તે પુરુષને બાળવાનું કામ કરે છે; તેમ યોગરૂપી અગ્નિ કર્મોને બાળીને જીવના હિતને કરનાર છે, પરંતુ જ્યારે જીવના ચિત્તમાં આજીવિકાદિ કે માનખ્યાતિઆદિની આશંસા થાય છે, ત્યારે તેમના ચિત્તમાં વર્તતો આજીવિકા આદિનો પવન યોગની બાહ્ય પ્રવૃત્તિરૂપ હઠયોગ દ્વારા કદાચ કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે, તોપણ તે સિદ્ધિઓ જીવમાં મોહધારાની વૃદ્ધિ કરીને જીવનો વિનાશ કરે છે. તેથી યોગની ઉચિત પ્રવૃત્તિઓ યોગ્ય જીવોને ગુણની વૃદ્ધિનું કારણ બને છે, જ્યારે આજીવિકાદિ પ્રયોજનોથી ચિત્તને પદાર્થો પ્રત્યે સ્થિર કરીને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ યોગની વિડંબણારૂપ છે. માટે માત્ર ચિત્તની બાહ્ય સ્થિરતાથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ યોગનું માહાભ્ય નથી, પરંતુ યોગની વિડંબણા છે. ll૨૮ અવતરણિકા - અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ અનેક પ્રકારનું યોગનું માહાભ્ય બતાવ્યું, અને આવો યોગ પ્રાપ્ત કરવો અતિદુષ્કર છે, છતાં તે યોગની પ્રાપ્તિ માટે પરમ ઉપાયરૂપ “યોગ' એ પ્રકારના બે અક્ષરનું અહર્નિશ ધ્યાન છે, તેમ શ્લોક-૨૭માં બતાવ્યું. હવે યોગનું માહાભ્ય સાંભળીને કોઈને યોગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148