Book Title: Yogmahatmya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 130
________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩ અવતરણિકા : શ્લોક-૧થી ૪ સુધી યોગના સ્વરૂપને સ્પર્શનાર યોગનું માહાત્મ્ય બતાવ્યું. ત્યારપછી યોગના સેવનથી થતી સિદ્ધિઓ યોગનું માહાત્મ્ય છે, તે પાતંજલ મતાનુસાર શ્લોક-પથી ૨૧ સુધી બતાવ્યું. ત્યારબાદ શ્લોક-૨૨માં તે યોગમાહાત્મ્ય સ્વદર્શનાનુસાર કઈ રીતે સંગત-અસંગત થાય છે તે બતાવ્યું. હવે યોગ શું છે, તેનું સ્વરૂપ સ્પષ્ટ થાય તેવું યોગનું માહાત્મ્ય સ્વદર્શનાનુસાર ગ્રંથકારશ્રી બતાવે છે - શ્લોક ઃ प्रायश्चित्तं पुनर्योगः प्राग्जन्मकृतकर्मणाम् । अब्धीनां निश्चयादन्तः कोटाकोटिस्थितेः किल । |२३|| અન્વયાર્થ : પુન:=વળી પ્રાનન્મત્ત ર્મામ્=પૂર્વજન્મોમાં કરાયેલાં કર્મોનું અર્થાત્ પૂર્વજન્મોમાં કરાયેલાં પાપકર્મોનું, પ્રાયશ્ચિત્ત=પ્રાયશ્ચિત્ત અર્થાત્ શુદ્ધિને અનુકૂળ ઉદ્યમ યોગઃ=યોગ છે. ૧૦૩ અહીં પ્રશ્ન થાય કે કોઈએ પૂર્વજન્મોમાં પાપો ન કર્યાં હોય તેમને પ્રાયશ્ચિત્તરૂપ યોગની પ્રાપ્તિ થશે નહિ, તેથી કહે છે અચ્છીનામ્ અન્તઃજોટાોટિસ્થિતે:=સાગરોપમની અંતઃકોટાકોટિસ્થિતિનો વિજ્ઞ=ખરેખર નિશ્વયા નિશ્ચય હોવાથી અર્થાત્ મહાભાષ્યના વચન દ્વારા નિર્ણય હોવાથી, જિનવચનાનુસાર સંયમ ગ્રહણ કરનારા જીવોને પ્રાયશ્ચિત્તરૂપ યોગની પ્રાપ્તિ છે, એમ સંબંધ છે. ||૨૩|| શ્લોકાર્થ : વળી પૂર્વજન્મોમાં કરાયેલાં પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત યોગ છે. ન અહીં પ્રશ્ન થાય કે કોઈએ પૂર્વજન્મોમાં પાપો ન કર્યાં હોય તેમને પ્રાયશ્ચિત્તરૂપ યોગની પ્રાપ્તિ થશે નહિ, તેથી કહે છે સાગરોપમની અંતઃકોટાકોટિસ્થિતિનો ખરેખર નિશ્ર્ચય હોવાથી પ્રાયશ્ચિત્તરૂપ યોગની પ્રાપ્તિ છે, એમ સંબંધ છે. II૨૩II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148