Book Title: Yogmahatmya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 131
________________ ૧૦૪ યોગમાહાસ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૩ ટીકા : प्रायश्चित्तमिति-प्राग्जन्मकृतपाप्मनां पुनः प्रायश्चित्तं योगः, तन्नाशकत्वात् तस्य, तथा किलेति सत्ये, अब्धीनां सागरोपमाणामन्तःकोटाकोटीस्थितेनिश्चयाद्=अपूर्वकरणारम्भेऽपि तावत्स्थितिककर्मसद्भावावश्यकत्वस्य महाभाष्यादिप्रसिद्धत्वात्, तस्य च धर्मसंन्यासैकनाश्यत्वादिति ।।२३।। ટીકાર્ચ - પ્રનિવૃત્ત ........ તી, વળી પૂર્વજન્મોમાં કરાયેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત યોગ છે; કેમ કે તેનું પ્રાયશ્ચિત્તનું, તદ્દનાશકપણું છે=પૂર્વજન્મોમાં કરાયેલાં પાપોનું નાશકપણું છે. અહીં પ્રશ્ન થાય કે જે જીવોએ પૂર્વભવોમાં હિંસાદિ કૃત્યો કર્યા હોય તેમને તે પાપોની શુદ્ધિ અર્થે કરાતી ક્રિયા યોગરૂપ છે, પરંતુ જેમણે પૂર્વભવોમાં તેવું કોઈ હિંસાદિ કૃત્ય કરેલું નથી, અને એકેન્દ્રિયાદિમાંથી આવેલા છે, તેમનું ધર્માનુષ્ઠાન યોગરૂપ હોવા છતાં પૂર્વજન્મોનાં પાપોના પ્રાયશ્ચિત્તરૂપ છે, તેમ કહી શકાશે નહિ. તે પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – તથા વિતિ સ - શ્લોકમાં વિત્ન અવ્યય છે, તે ખરેખર અર્થમાં છે. ગથીનાં ....... નાથત્વતિ | સાગરોપમની અંતઃકોટાકોટિની સ્થિતિનો ખરેખર નિશ્ચય હોવાથી અર્થાત્ અપૂર્વકરણના આરંભમાં પણ તેટલી સ્થિતિક કર્મસદ્ભાવના આવશ્યકપણાનું મહાભાષ્યાદિમાં પ્રસિદ્ધપણું હોવાથી, સર્વ જીવોને મિથ્યાત્વ, અવિરતિ આદિ કૃત પૂર્વજન્મોનાં પાપોની પ્રાપ્તિ છે, અને તેનું પૂર્વજન્મોમાં તે પાપોનું, ધર્મસંન્યાસએકનાશ્યપણું હોવાથી સર્વ યોગમાર્ગની પ્રવૃત્તિ પૂર્વજન્મમાં કરાયેલાં પાપકર્મોના પ્રાયશ્ચિતરૂપ યોગસ્વરૂપ છે, એ પ્રકારનો સંબંધ છે. ત્તિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. ll૨૩મા ભાવાર્થ – પૂર્વજન્મોમાં કરાયેલાં પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત યોગ - મોહનું ઉમૂલન કરીને આત્માના શુદ્ધ ભાવના પ્રગટીકરણને અનુકૂળ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148