Book Title: Yogadrushti Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 4
________________ યોગદૃષ્ટિ-એક પરિશીલન પ્રથમ મિત્રાદૃષ્ટિની સજ્ઝાય અનંતોપકારી દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા સમર્થ શાસ્ત્રકારપરમર્ષિ સૂરિપુરંદર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા ૧૪૪૪ ગ્રંથમાંના ‘યોગદિષ્ટ સમુચ્ચય' નામના ગ્રંથને અનુલક્ષીને મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ યોગદષ્ટિ-સજ્ઝાયની રચના કરી છે. અત્યંત ગંભીર અર્થને ખૂબ જ સ્પષ્ટપણે આ આઠ સજ્ઝાયમાં વર્ણવ્યો છે. પૂજ્યપાદ શાસ્ત્રકાર પરમર્ષિએ આવી સુંદર સજ્ઝાયની રચના કરી યોગના અત્યંત ગહન પદાર્થને ખૂબ સ્પષ્ટપણે સમજાવ્યો છે-એ અંગે અહીં થોડો વિચાર કરી લેવો છે. આત્માના વિકાસના પ્રારંભથી અંત સુધીના આપણા પ્રવાસનું ખૂબ જ સરસ રીતે આ સજ્ઝાયમાં વર્ણન છે. આ સઝાયના નિરંતર પરિશીલનથી મુમુક્ષુ આત્માઓને એક સુંદર આલંબનની પ્રાપ્તિ થાય છે. શિવસુખકારણ ઉપદિશી, યોગ તણી અડદિઠ્ઠી રે, તે ગુણ ઘુણી જિન વીરનો, કરશું ધર્મની પુટ્ટી રે, વીર જિણેસર દેશના ।।૧।। આઠ સજ્ઝાયમાંની પ્રથમ સજ્ઝાયની આ પહેલી ગાથા છે. યોગદષ્ટિનું અહીં સામાન્યથી વર્ણન કરાયું છે. ‘યોગષ્ટિ’ આ શબ્દ ઉપરથી જ આમ તો તેનું સ્વરૂપ સમજાય છે. દષ્ટિ એ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનથી અતિરિક્ત કોઈ ષ્ટિ નથી. જ્ઞાનના વિષય અનંતાનંત છે. એમાંના યોગસંબંધી જ્ઞાનને યોગષ્ટ કહેવાય છે. જીવનો ગુણ જ્ઞાન છે. મિથ્યાત્વાદિ દોષના કારણે જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે. એ અજ્ઞાન સ્વરૂપ જ્ઞાન પણ દષ્ટિ નથી. મિથ્યાત્વની મંદતાદિરૂપ સ્થિતિ પ્રાપ્ત થયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 146