Book Title: Yogadrushti Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 8
________________ યોગદષ્ટિ-એક પરિશીલન અન્યથા એ પ્રયત્ન નકામો જાય છે. કેવલયોગ(દ્રવ્યયોગ) અને એકલું દર્શન(પરિણામશૂન્ય જ્ઞાન) એ મોક્ષસાધક નથી. એકલો યોગ ઘણાને મળ્યો છે અને કર્તવ્યના અધ્યવસાય વિનાનું જ્ઞાન ઘણાને મળ્યું છે, પરંતુ એથી નિસ્વાર થતો નથી. ૧ અહીં યોગદષ્ટિ આ પદથી અન્ય સામાન્ય દષ્ટિઓનું ગ્રહણ થતું નથી. તે સામાન્ય દષ્ટિઓનું સ્વરૂપ જણાવવા બીજી ગાથા છે સઘન અધન દિન રાયણીમાં, બાળ વિકલ ને અનેરા રે, અર્થ જુએ જિમ જુજુઆ, તિમ ઓવનજરના ફેરા રે, વીર જિણેસર દેશના નારા આ બીજી ગાથાનો આશય એ છે કે વાદળવાળો દિવસ, વાદળ વિનાનો દિવસ, વાદળવાળી રાત અને વાદળ વિનાની રાત હોય ત્યારે એક જ વ્યક્તિને પણ એક જ દશ્ય અસ્પષ્ટ, સ્પષ્ટ, અસ્પષ્ટતમ અને અસ્પષ્ટતર દેખાય છે. એમાં જોનાર બાલ હોય અથવા વૃદ્ધ હોય, ચક્ષુ વગેરે ઈન્દ્રિયની ખામીવાળો હોય અથવા તેવા પ્રકારની ખામી વિનાનો હોય તો એ દશ્યના દર્શનમાં થોડો ફરક પડે છે. તેમ યોગના દર્શનમાં પણ મિથ્યાત્વાદિ કર્મના જુદા જુદા ક્ષયોપશમવિશેષના કારણે ભેદ પડે છે. જોનારાના ભેદથી, જોવાના સાધનના ભેદથી અને જોવાની રીત વગેરેના ભેદથી જેમ અર્થ જુદો જુદો દેખાય છે-તેમ જીવને પ્રાપ્ત થયેલ લયોપશમવિશેષથી સામાન્ય દષ્ટિમાં ફરક પડે છે. જીવનો પોતાનો અનંતજ્ઞાનગુણ આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપીને રહેલો હોવા છતાં મિથ્યાત્વાદિના કારણે અનાદિકાળથી બંધાયેલ કર્મથી આવરાયેલ છે. અનંતજ્ઞાની એવા પણ જીવની છવસ્થ અવસ્થામાં આવરણભૂત કર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 146