Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 4
________________ પિતાના હાથે પિતાનો નાશ અંગ્રેજો તે આ દેશમાંથી ઉચાળા ભરી ગયા પણ તે પહેલાં યુનિવર્સિટીના શિક્ષણ દ્વારા હજારે દેશી અંગ્રેજે તેમણે તૈયાર કરી દીધા હતા. આ દેશની ધરતી નો કાયમી કબજે કરવા આ એક જ ઉપાય હતો કે દેશની પ્રજાને બધી રીતે બરબાદ કરી નાંખવી. આ માટે તેની સંસ્કૃતિને સર્વનાશ કરો.” આ કાર્ય પરદેશીઓ કરવા જાય તે પ્રજા વીર અને બળવો કરી બેસે એટલે દેશના જ લોકોના હાથે આ સર્વનાશને કાર્યક્રમ અમલી બનાવવાનું અનિવાર્ય હતું એ માટે જ દેશી અંગ્રેજોને તૈયાર કરવામાં આવ્યા. આજે તો એ ડીગ્રીધારી, પશ્ચિમપરસ્ત દેશી અંગ્રેજોની સંખ્યા લાખ સુધી પહોંચી ગઈ છે. આ દેશી અંગ્રેજોએ જાણે કે અજાણે એમને મળેલા શૈક્ષણિક પશ્ચિમી વારસાને કારણે સંસ્કૃતિનાં તમામ ક્ષેત્રના મૂળમાં ઘા મારી દીધા છે. મેક્ષલક્ષી સંસ્કૃતિના વૃક્ષના તમામ અંગેને હચમચાવી નાખ્યાં છે, આ શિક્ષિતોને શિક્ષિત કહેવા કે કેમ? એ પણ એક સવાલ થઈ પડે તેવી તેમની પશ્ચિમ -પરસ્ત નીતિ રીતિઓ જોવા મળે છે. ( શ્રી વેણીશંકર મુરારજી વાસુ આ વિષયમાં સારી એવી જાણકારી ધરાવે છે. તેમને પ્રત્યેક વિચાર જુદા જુદા વિષય ઉપર વેધક પ્રકાશ ફેંકે છે દાખલા, દલીલો અને આંકડાઓ દરેક લેખ પાછળનું એમનું બળ છે. બેશક, આ લેખ સર્વથા આધ્યાત્મિક ભૂમિકા પર નથી પરંતુ આધ્યાત્મિક જીવન જીવવાને જન્મસિદ્ધ હક ધરાવતી માયાવતની મહાપ્રજાના સર્વનાશની ઘાતકી અને ભેદી શસ્ત્રો તે ખુલ્લા પાડે છે. અને એ રીતે આર્ય મહાપ્રજાની મહાસંત-દીધી ધર્મપ્રધાન ચાર પુરુષાર્થની સંસ્કૃતિની પુનસ્થાપના કરીને આ મહાપ્રજાના આધ્યાત્મિક સ્તરને મજબૂત કરવાના પ્રયત્નમાં આ લેખે પિતાને વિશિષ્ટ ફાળો નોંધાવે છે શ્રી વાસુ જણાવે છે કે સાંસ્કૃતિક તત્ત્વને પશ્ચિમ-રસ્ત ભેદી અને અણધડ નીતિરીતિના હાલના વેગથી પણ નષ્ટ કરવાનું ચાલુ રાખવામાં આવશે તે ભારતીય પ્રજાનું આયુષ્ય કદાચ સે બસે વર્ષથી ઝાઝું નહિ હોય ! શ્રી વાસુની વિચારધારા ભારતીય પ્રજાના કોઈ પણ કક્ષાના અગ્રણીઓ તરીકે ગણાતા તમામ બંધુઓ સુધી પહોંચે તે મને લાગે છે કે, તેમના મગજમાં પરદેશી એજન્ટોએ જે ખોટા ખ્યાલે ભરી દીધા છે. જેના દ્વારા પ્રજાના તમામ જીવન સ્તરે હચમચી ઉઠયા છે તે બધા જળમૂળથી ઉખડી જાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 302