Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 9
________________ કાશી, કાશમીર અને ઉર્જન પણ પ્રખ્યાત વિધાધામો હતા. આ વિશાળ દેશના જુદા જુદા ભાગોમાં અનેક પ્રખ્યાત વિદ્યાધામે હતાં. જુદાં જુદાં રાજ્યને ઈતિહાસ અને વિદ્યા પ્રચાર વિષે માહિતી એકઠી કરવાનું ગાંડપણ આ યુગમાં હજી કઈને સૂઝયું હોય એમ જણાતું નથી. ગુજરાતમાં દ્વારકા, જામનગર, સિદ્ધપુર વિગેરે મેટા અને પ્રખ્યાત વિદ્યાધામો હતાં. વન ઉપવનમાં ઋષિમુનિના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરવાની પ્રથા કયારથી બંધ થઈ તે જાણી શકાયું નથી. પરંતુ ત્યાર પછી જે નવી વ્યવસ્થા જન્મી તે અંગ્રેજોએ જુદા જુદા પ્રદેશમાં કબજો જમાવીને તેનું નિકંદન કાઢતાં ગયાં ત્યાં સુધી ચાલુ રાખી હતી. ચાર પ્રથાઓનું અસ્તિત્વ કેળવણીની ચાર પ્રથાએ તે સમયે અસ્તિત્વમાં હતીઃ (૧) અસંખ્ય આચાર્યો પિતાને ઘેરે શિને મફત ભણાવતા, તેમનું ગુજરાન કર્મકાંડ તિષ વિગેરેની આવક દ્વારા થતું. . (૨) અનેક મોટાં શહેરોમાં ઉચ્ચ સંસ્કૃત સાહિત્યનાં અભ્યાસ માટે વિદ્યાપીઠ થપાયેલી હતી, જ્યાં દરેક પ્રકારનું મફત શિક્ષણે મળતું. આ વિદ્યાપીઠના ખર્ચ માટે રાજા મહારાજાઓ જાગીર ભેટ આપતા અને ધનાઢયે મેટી રકમ ભેટ ધરતા. (૩) ફારસી અને ઉર્દૂ ભાષાની કેળવણુ માટે ઠેર ઠેર મદ્રેસાઓ, હતી. જ્યાં લાખો મુસલમાન બાળક ફારસી અને ઉર્દૂ ભાષા શીખતા. આ પ્રથા મુસલમાન રાજ્ય શરૂ થયું ત્યારથી અસ્તિત્વમાં, આવી હતી. () આ ઉપરાંત નાનામાં નાનાં ગામમાં પણ બધાં બાળકનાં શિક્ષણ માટે ઓછામાં ઓછી એક પાઠશાળા હતી. દરેક ગ્રામ પંચાયતને માથે બાળકોને શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવાની ફરજ હતી. અંગ્રેજોએ આવીને આ ગ્રામ પંચાયતને સંપૂર્ણ નાશ કર્યો ત્યારથી આ તમામ શાળાઓ બંધ થઈ ગઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 302