Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 8
________________ ૬૦ કરે. પ્રજાની માથે ઠેકી બેસાડાયેલા અંગ્રેજી ભણેલા સ્વદેશીઓ પરંતુ અંગ્રેજો ૧૫૦ વરસના ટૂંકા ગાળામાં ખોટા ઈતિહાસ અને બેટી કેળવણી દ્વારા હિંદુ પ્રજાની અસિમતા ધર્મ, સંસ્કૃતિ, ચારિત્ર્ય અને ગૌરવનું ખંડન કરીને અંગ્રેજી સંસ્કૃતિને પૂજનારે એક વર્ગ યાર કરી શક્યા. આ અલ્પ સંખ્યક વર્ગ ૬૦ કરોડની પ્રજાને માથે પરદેશી સંસ્કૃતિ આચારવિચાર, રહેણીકરણી સુચિ, વિચારસરણી અને અર્થવ્યવસ્થા ઠોકી બેસાડવા રાત દિવસ પ્રવૃત્ત રહે. એનાથી વધુ નિર્દય અત્યાચાર બીજે કઈ હોઈ શકે? સ્વાધીનતા મળ્યા પછી આ આસુરી પ્રવૃત્તિ વધુ વેગ પકડી રહી છે, કારણ કે સ્વાધીનતા મળ્યા પછી પણ અંગ્રેજોએ આપણું નિકંદન કાઢવાના પ્રયાસ રૂપે કેળવણી નામની જે સુરંગ ચાંપી હતી, તે સુરંગને આપણે વધુ વિનાશ પ્રેરે એવી બનાવી દીધી છે. કેળવણીમાં ભારતીયપણું રહેવા જ નથી દીધું. -ભારતીય કેળવણીની પ્રથા સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં વિદ્યાર્થીઓ વન ઉપવનમાં અષિમુનિના આશ્રમમાં ભૌતિક અને આધ્યાત્મિક વિષેનું જ્ઞાન પિતાની શક્તિ અને રુચિ પ્રમાણે મેળવતા. આ આશ્રમે નિભાવવાની જવાબદારી રાજ્યની હતી. ને ત્યારબાદ કળિયુગમાં એ આશ્રમ બંધ પડયા. કળિયુગની શરૂઆત પછી હજારે વરસને ઈતિહાસ સંશોધનના અભાવે અંધારામાં અટવાઈ પડે છે. પરંતુ મગધ સામ્રાજ્યના સમયથી આપણે ઈતિહાસ કડીબંધ મળી શકે છે. અને તે વખતથી સમગ્ર પ્રજામાં કેળવણીનાં ઝરણાં કેવી રીતે વહેતાં હતાં તે જાણી શકાય છે. તે વખતે નાલંદા વિદ્યાપીઠ વિશ્વ વિખ્યાત હતી, જ્યાં ૨૦ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા. તક્ષશિલા ભારત અને અફઘાનિસ્તાનની સરહદે આવેલી બીજી વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠ હતી. જ્યાં વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ આવીને રહેતા અને જ્ઞાન મેળવતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 302