Book Title: Visheshavashyaka Bhasya Part 2 Author(s): Hemchandracharya, Vajrasenvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 6
________________ પ્રસ્તાવના (પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના ટુંકાવીને) આ મહાન ગ્રંથ તે સામાયિકસૂત્ર ઉપર વિવરણનો ભાગ છે. સામાયિક વગેરે ષડાવશ્યકસૂત્રને હાલ પ્રચલિતમાં પ્રતિક્રમણ સૂત્ર કહીએ છીએ. તેમાં જ આવશ્યક (સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન) છે. તે સૂત્ર અંગબાહ્ય છે, એટલે ત્રણ નિષદ્યાથી નિષ્પન્ન નથી. અને મૂલ સૂત્રો પૈકી એક છે. તે સૂત્ર ઉપર આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીએ નિર્યુક્તિ પ્રાકૃત-પદ્યમાં રચી છે. જિનદાસ મહત્તરાચાર્યે પડાવશ્યક ઉપર ચૂર્ણિ પ્રાકૃત-ગદ્યમાં રચી છે. તથા એક આચાર્ય મહારાજે ભાષ્ય પ્રાકૃત ગદ્યમાં રચ્યું છે, જે સ્વતંત્ર મળતું નથી, પણ તેમાંથી કેટલીક ગાથાઓ શ્રીમાનું આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાની વૃત્તિમાં ટાંકી છે. શ્રીમાનું હરિભદ્રસૂરિ મહારાજે આ સૂત્ર તથા નિર્યુક્તિ ઉપર ટીકા રચી છે. આ સૂત્ર ઉપર હાલ હયાત સંસ્કૃત ટીકાઓ પૈકી તે પ્રથમ છે. અને તે પછી આ ઉપર ઘણું સાહિત્ય છે. જેમ મલયગિરિ મહારાજે કેટલાક ભાગ ઉપર ટીકા રચી, તેમ મલ્લધારી હેમચંદ્રાચાર્યે હારિભદ્રિકી વૃત્તિ ઉપર ટીપ્પનક લખેલ છે. વગેરે વિસ્તૃત સાહિત્ય છે. જે માટે જૈન ગ્રંથાવલીના પાના-૧૮ થી ૩૪ જુઓ.). પ્રથમ આવશ્યક એટલે સામાયિક ઉપર જિનભદ્રગણિક્ષમાશ્રમણે ભાષ્ય પ્રાકૃત-પદ્યમાં રચ્યું છે. ખરી રીતે તો તે સામાયિક પ્રથમ આવશ્યક ઉપર શ્રીમાનું ભદ્રબાહુસ્વામીએ રચેલ નિર્યુક્તિ પૈકી કેટલીક ગાથા ઉપર તે વિવરણ છે અને તે પહેલાં એક નામ અજ્ઞાત આચાર્યશ્રીએ ષડાવશ્યક ઉપર ભાષ્ય રચેલ હોવાથી તેનું નામ વિશેષઆવશ્યક ભાષ્ય એમ રાખેલ છે. તે ઉપર પોતે ટીકા રચી છે. પણ હાલ તે ઉપલબ્ધ નથી. તે ઉપર બીજી ટીકા કોસ્યાચાર્યે લખી છે તેની તાડપત્ર ઉપર સંવત ૧૧૩૬માં લખાયેલી નકલ ભંડારકર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં છે. તે ટીકા પણ છપાઈ ગઈ છે અને આ વિશેષાવશ્યક ભાષ્ય ઉપર શ્રીમાનું માલધારી હેમચંદ્રાચાર્યે શિષ્યહિતા નામની ત્રીજી ટીકા રચી છે. અને તે શ્રીયશોવિજય જૈન ગ્રંથમાલામાંથી બનારસમાં છપાયેલ છે. તે ટીકા ઉપરથી આ અનુવાદ કરાવી મૂલ સાથે તે અનુવાદ છાપવામાં આવેલ છે. આ ગ્રંથ ઘણો ગહન છે, તેથી તેનો અનુવાદ ઘણા વિદ્વાન માણસ સિવાય બરોબર થઈ શકે તેમ નથી, અને તેથી આ અનુવાદમાં ત્રુટિઓ આવવાનો સંભવ છે. વિદ્વાન વર્ગ આ ગ્રંથને સાયંત વાંચી સુધારો-વધારો મોકલવા કૃપા કરશે એવી ખાસ વિજ્ઞપ્તિ છે. વિષયાનુક્રમણિકા વિગતવાર આપેલ છે, તે ઉપરથી વિષય સંબંધી વિગતવાર ખુલાસો અત્રે કરેલ નથી. શ્રી જિનભદ્રગરિક્ષમાશ્રમણ તથા મલ્લધારી શ્રી હેમચંદ્રાચાર્ય શ્વેતામ્બર જૈન સાહિત્યમાં સુપ્રસિદ્ધ મહાનું તત્વવેત્તા આચાર્ય ભગવંત છે. હેમચંદ્રાચાર્યે ઘણા પુસ્તકો લખ્યા છે. આ ટીકા સંવત ૧૧૬પમાં જયસિંહ રાજાના રાજ્યમાં રચેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 586