________________
॥ ॐ अहँ ॥ ॥ श्री परमात्मने नमः ॥ શ્રીમસ્જિનભદ્રગશિક્ષમાશ્રમણવિરચિત
વિશેષાવય8ભાષ્ય
તથા મલ્લધારિ શ્રી હેમચંદ્રસૂરિકૃત શિષ્યહિતા નામની
વૃત્તિના આધારે ગુજરાતી અનુવાદ
ગણધરવાદ
卐
જીવ-આત્મા પ્રત્યક્ષ આદિ કોઈપણ પ્રમાણથી સિદ્ધ નથી - એમ જણાવવા શ્રી ગૌતમ ગણધરના વિચારો શ્રી મહાવીર મહારાજ કહે છે કે -
जीवे तुह संदेहो पच्चक्खं जं न घिप्पड़ घडो व्य । अच्चंतापच्चक्खं च नत्थि लोए खपुष्पं व ॥१५४९।। न य सोऽणुमाणगम्मो जम्हा पच्चनपुव्वयं तंपि । पुबोवलद्धसंबंधसरणओ लिंग-लिंगोणं ।।१५५०।। न य जीवलिंगसंबंधदरिसणमभू जओ पुणो सरओ । तल्लिंगदरिसणाओ जीवे संपच्चओ होज्जा ॥१५५१।। नागमगम्मोऽवि तओ भिज्जइ जं नागमोडणुमाणओ । न य कस्सइ पच्चक्खो जीवो जस्सागमो वयणं ।।१५५२।। जं चागमा विरुद्धा परोप्परमओऽवि संसओ जुत्तो ।
सव्वप्पमाणविसयाईओ जीवोत्ति ते बुद्धी ।।१५५३॥ હે ગૌતમ ! તને જીવ સંબંધી સંદેહ છે, કારણ કે તે ઘટની જેમ પ્રત્યક્ષ જણાતો નથી. જે લોકમાં અત્યન્ત અપ્રત્યક્ષ છે, તે આકાશપુષ્પની જેમ વિદ્યમાન પણ નથી. વળી તે આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org