Book Title: Virprabhuna Vachano Part 1 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 10
________________ काले कालं समायरे [ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું] ભગવાન મહાવીર સ્વામીએ સાધુઓ પોતાના આચારપાલનમાં કાળનો પૂરેપૂરો ખ્યાલ રાખે એ દૃષ્ટિથી કહ્યું છે કે જે કાર્ય જે સમયે કરવાનું હોય તે કાર્ય તે જ સમયે જ કરી લેવું જોઈએ. ઊઠવું, બેસવું, સૂવું, ગોચરી વહોરવી, આહાર લેવો તથા પડિલેહણ (પ્રતિલેખન), પ્રતિક્રમણ ઇત્યાદિ ધર્મક્રિયાઓ સમયસર કરી લેવી જોઈએ. કસમયે એ કરવાથી ઘણી ક્ષતિઓ થવાનો સંભવ છે, ક્યારેક પશ્ચાત્તાપ કરવાનો વખત આવે છે ને ધારેલું પરિણામ આવતું નથી. એથી સાધુજીવનના ગૌરવને હાનિ પહોંચે છે. મનુષ્યના જીવન ઉપર જે જુદાં જુદાં તત્ત્વોનો પ્રભાવ પડે છે એમાં સૌથી વધુ પ્રભાવ કાળનો પડે છે. કાળ સતત વહેતો રહે છે. કાળ એટલો સૂક્ષ્મ છે કે એને પકડી શકાતો નથી. વર્તમાન કાળ ક્ષણ માત્રમાં ભૂતકાળમાં સરી પડે છે. ભવિષ્યકાળ ક્યારેય ખતમ થવાનો નથી. ભૂતકાળની શરૂઆત ક્યારે થઈ તે કોઈ કહી શકે નહિ. એટલે કે એ અનાદિ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ બંને અનંત છે, તો બીજી બાજુ વર્તમાન કાળ માત્ર એક ક્ષણ (કાળનું એક લઘુતમ એકમ જેને જૈન ધર્મ સમય' કહે છે) જેટલો જ છે. છતાં સામર્થ્ય વર્તમાનનું છે. કાળના સ્વરૂપની આ તે કેવી વિચિત્રતા ! માટે જ વર્તમાનનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 170