Book Title: Vipaksutram Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 9
________________ પ્રસ્તાવના ' વિપાકસૂત્ર જૈન આગમનું અગીઆરમું સૂત્ર છે. એ કમવિપાકદશાને નામે પણ ઓળખાય છે. વિદ્વાન ટીકાકાર મુનિ શ્રી ઘાસલાલજી મહારાજ આરંભ વાક્યમાં કહે છે તેમ એમાં જીવનાં શુભઅશુભ કર્મોના ફળભૂત વેદનારૂપ વિપાકનું વર્ણન છે. આ સૂત્રના પ્રથમ શ્રુતસ્કન્ધ અને દ્વિતીય શ્રુતસ્કંધ, એવા બે વિભાગે છે. એમાં પ્રથમ શ્રતસ્કન્ધ દુખવિપાકસ્કન્ધ છે અને તે ખૂબ વિસ્તારવાળે છે, જ્યારે બીજે શ્રુતસ્કન્ધ સુખવિપાકસ્ક છે, જે એકદમ ટૂંકે છે. પ્રથમ વિભાગના વિષયભૂત પાપી જીવે અતિ દુખ ભેગાવી છેવટે આત્મપુરુષાર્થથી મુકત થાય છે, જ્યારે બીજા વિભાગના વિષયભૂત બધા પુણ્યશાલી જીવ-આત્માઓ મહાવીર સ્વામીના બેધથી અણુવ્રતધારી શ્રાવક ધર્મ અંગીકાર કરી એ જ ભવમાં નિન્ય ધર્મ સ્વીકારે છે તેઓ છેડા ભ કર્યા બાદ મુકત થશે. દરેક વિભાગનાં કુલ દશ અધ્યયને છે. જંબુસ્વામીએ મહાવીર સ્વામીને પાંચમા ગણધર ગુરુ સુધર્મા સ્વામીને સૂત્રનાં અધ્યયને વિષે પ્રશ્નો કરેલા તેના ઉત્તરરૂપે આ દશ અધ્યયને કહેવામાં આવ્યાં છે. આખું સૂત્ર ગદ્યમાં છે અને સમાસે વગેરે તેમાં બહુ નથી. ભાષાદષ્ટિએ પણ તેને અભ્યાસ આવશ્યક છે. આ સૂત્રની સંસ્કૃત ટીકા અભયદેવસૂરીએ કરી છે. વિક્રમ સંવત ૧૫૮રમાં જાંબુનિવાસી શ્રીમાળી અરસિંહ રાણાએ અગીઆર અંગેની પ્રતો લખાવી હતી તેમાં એક પ્રત વિપાકસૂત્રની છે. પ્રાચ્યવિદ્યાવિશારદ વેબરે Indian Antiquary ના સત્તરમાં અને વીસમા ગ્રન્થમાં આ સૂત્ર વિષે વિવેચના કરી છે. વયેવૃદ્ધ મુનિ શ્રી ઘાસીલાલ સંપાદિત આ સૂત્રમાં પાઠ, છાયા, અવય, સંસ્કૃત ટીકા અને ગૂજરાતી હિન્દી અનુવાદો તથા ભાવાર્થમાં જૈન આગમ સાહિત્યના પ્રકાશનના ઈતિહાસમાં અનન્ય સ્થાન ધરાવશે. વિપાકરસૂત્ર અનેક રીતે અભ્યાસ માગે છે. મહાવીરસ્વામી ગૌતમ આદિ ગણધર સહિત ભરતક્ષેત્રની જે જે નગરીઓમાં વિચર્યા હતા તેમનાં નામ, જેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 825