________________
ઉદ્યાનમાં તેમનાં સમવસરણે થયાં હતાં તેમનાં નામે, જે યક્ષ–૨માં એ સમવસરણે થયાં હતાં તે ચેનાં તથા ચૈત્યેના અધિષ્ઠાતા પક્ષોનાં નામે અહીં આપવામાં આવ્યાં છે. બીજી નગરીઓનાં નામે પણ અહીં મળી આવે છે. એ નગરીઓનાં રાજા રાણીઓ, યુવરાજે અને યુવરાણીઓ, સાર્થવાહ, ગાથાપતિઓ, વિ, ગણિકાઓ, રાજનાપિત, ચિત્રકાર, મંડપ, ચેરપલિકાઓ, અધિકારીઓ, વગેરેના અહીં ઉલ્લેખ મળે છે. એ ઉપરથી તે સમયના રીતરીવાજોનું આપણને જ્ઞાન થાય છે. એમાંના કેઈ કેઈ ઉપયોગી નિદેશે અહીં ટૂંકામાં આપવામાં આવ્યા છે.
નગરીઓમાં મૃગાગ્રામ, વાણિજ્યગ્રામ, પુરિમતાલનગર, ભાંજની નગરી, ૌશાંબી નગરી, મથુરા, પાટલીખંડ, શૌર્યપુર, હિતક, વર્ધમાનપુર, રાજગૃહ, હસ્તિશ, હસ્તિનાપુર, વૃષભપુર, વીરપુર, વિજયપુર, સૌધિકા નગરી, ચિકીત્સકા નગરી, કાનપુર, મહાપુર, ચંપાનગરી, સાકેત (અધ્યા ), શતદ્વાર, છગલપુર, ઈન્દ્રપુર, સુપ્રતિપુર, વાણારસી, સર્વ ભદ્ર, સિંહપુર, નંદીપુર, ગંગપુર, પુંડરીકિણી,
પુકાર, મહાદેવ, સુષ, મણિપુર, વગેરે છે. એમાં કૌશાંબી, વાણિજ્યગ્રામ, મથુરા, શૌર્યપુર, હસ્તિનાપુર, વણારસી, રાજગ્રહ, સાકેત, એ ઈતિહાસપ્રસિદ્ધ સમકાલીન નગરીઓ છે.
તમામ નગરીઓનાં મુખ્ય ઉદ્યાનાં તથા ત્યાં આવેલા યક્ષનાં નામે અહીં આપેલાં છે, ઉદ્યાનાં નામોમાં ચન્દનપાદપક, દૂતીપલાશ, અમેઘદશી, દેવરમણ, ચન્દ્રોત્તર, ભંડીર, વનખંડ, વિજય વર્ધમાન, પૃથ્વી-અવતંસક, પુષ્પ કડક, સૂપકરંડક, મનોરમ, રક્તશોક, પૂર્ણભદ્ર, ઉત્તરકુર, ચન્દનવન, નીલાશક, , તાશક, સહસ્ત્ર (આંબા) વન, એ મુખ્ય નામે છે. આ નામે કેવાં અર્થ
સૂચક છે !!
મહાવીર સ્વામીનાં સમવસરણે યક્ષેનાં ચૈત્યવાળાં ઉદ્યાનમાં થતાં. ત્યાં જ પરિષદ થતી, ઉપદેશ ત્યાં જ અપાત, રાજરાણીઓ, પ્રજાજને વાંદવા તથા ઉપદેશ સંભળવા ત્યાં જ જતાં. વિપાકસૂત્રમાં ઉદ્યાનના યનાં સૂચક નામે આપવામાં આવ્યાં છે. આ યક્ષ-દેવતાઓની માનતા થતી હતી. ઉર્દુબર યક્ષના નામ ઉપરથી એક અધ્યયનના વિષયભૂત જીવ–આત્માનું નામ ઉર્દુબરદત્ત પાડવામાં આવ્યું હતું. એ જ અધ્યયનમાં ઉબરચક્ષની પૂજાનું ખૂબીદાર વર્ણન કરવામાં