Book Title: Vinayopasana
Author(s): Shrimad Rajchandra Aaradhak Mandal
Publisher: Shrimad Rajchandra Aaradhak Mandal

View full book text
Previous | Next

Page 473
________________ (૪૧૯) પ્રાર્થના અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. હે પરમેશ્વર ! શુદ્ધાત્મા! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય ! મારા હૃદયમાં આવ. હે શીલના સ્વામી ! મને કુશીલથી બચાવ. મને સંતોષથી ભરપૂર કર કે હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું ના ચાહું. તું નિષ્પાપ, પૂર્ણ પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર. મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્ય, શાંતિ અને નિર્ભયતા મને આપ. તારાં પવિત્ર વચનથી મારાં પાપ ધો. હે આનંદ ! મને આનંદથી ભરપૂર કર, મને તારી તરફ ખેંચ. , હે દેવ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે ? હું પાપમાં બૂડી રહ્યો છું. હું દર સમય પાપના કામમાં જ હર્ષ માની રહ્યો છું.તારી કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા અને દર વખત ચેતાવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કર્યું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર. તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શક્તિ મને આપ. મોહ શત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ; તું મારામાં રહે, જે તારી કૃપા નજર થઈ તે પૂરી કર. તારા સિવાય કોઈ દાતા નથી. તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝીલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ. તું આનંદ છે, તું પ્રેમ છે, તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક શુદ્ધ નિત્ય છે, તું અબાધિત છે, તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર. દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર, કષાયની તસિથી બચાવ. મારા સર્વે વિઘ્ન દૂર કર, કે સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું. મારી સર્વે શુભેચ્છા તારા વચનપસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502