Book Title: Vinayopasana
Author(s): Shrimad Rajchandra Aaradhak Mandal
Publisher: Shrimad Rajchandra Aaradhak Mandal

View full book text
Previous | Next

Page 490
________________ (૪૩૬) બીજું પાપ મૃષાવાદ : ક્રોધશે, માનવશે, માયાવશે, લોભવશે, હાસ્ય કરી, ભયવશે ઈત્યાદિક કરી મૃષા વચન બોલ્યો. નિંદા-વિકથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી ઈત્યાદિક અનેક પ્રકારે મૃષા, જૂઠું બોલ્યો-બોલાવ્યું, બોલતા પ્રત્યે અનુમોડ્યું તે સર્વે મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ત્રીજું પાપ અદત્તાદાન : અણદીધી વસ્તુ ચોરી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી, ‘પરસ્ત્રી, પરધન હરણ કર્યો તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની, તથા અલ્પ ચોરી 'તે ઘર સંબંધી નાના પ્રકારના કર્તવ્યોમાં ઉપયોગ સહિતે ને ઉપયોગ રહિતે ચોરી કરી, કરાવી, કરતા પ્રત્યે અનુમોદી, મન-વચન-કાયાએ કરી; તથા ધર્મ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે. ચોથું પાપ અબ્રહ્મ : મૈથુન સેવવામાં મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહિ; નવ વાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું, તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવાવાડ સહિત બ્રહ્મચર્ય-શીલરત્ન આરાધીશ, સર્વથા પ્રકારે કામવિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. પાંચમું પરિગ્રહ પાપસ્થાનક : સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, મણિ, પત્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502