Book Title: Vinayopasana
Author(s): Shrimad Rajchandra Aaradhak Mandal
Publisher: Shrimad Rajchandra Aaradhak Mandal

View full book text
Previous | Next

Page 501
________________ (૪૪૭) ગ્રંથ સમાપ્તિ જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમ જ તૃષ્ણા અલ્પ છે અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે ! જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું એવો હે રામ ! સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે, એમ વસિષ્ઠ કહેતા હતા. જ ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તો પણ રાખવા ઈચ્છા નથી. એક “તુંહિ તુંહિ” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું ? લખ્યું લખાય તેમ નથી; કથ્યુ થાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તો શ્રેણીએ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તો અવ્યકતતા જ છે, માટે જે નિ:સ્પૃહ દશાનું જ રટણ છે, તે મળ્યે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે. ક્યારે આગમન થશે ?

Loading...

Page Navigation
1 ... 499 500 501 502