Book Title: Vinayopasana
Author(s): Shrimad Rajchandra Aaradhak Mandal
Publisher: Shrimad Rajchandra Aaradhak Mandal

View full book text
Previous | Next

Page 477
________________ (૪૨૩) પત્ર ૪૦૨ ઉદય જોઈને ઉંદાસપણું ભજશો નહિ. સંસાર ભજવાના આરંભકાળ (?) થી તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઈ અવિનય, અભક્તિ અને અપરાધાદિ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગે થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું. શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે, એવી સંવત્સરી આ વર્ષે સંબંધી વ્યતીત થઈ. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે, કોઈ પણ કાળને વિષે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી, એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ, અને તે જ વાક્ય માત્ર સ્મરણયોગ્ય એવા તમને લખ્યું છે; કે જે વાક્ય નિશંકપણે તમે જાણો છો. 3 સં. ૧૯૪૮. ભા. સુ.૭ ૫૪ સં. ૧૯૪૮ ભા.સુ.૧૦ સંસારકાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અવિનય, અભક્તિ, અસત્કાર કે તેવા બીજા અન્ય પ્રકાર સંબંધી કોઈ પણ અપરાધ મન, વચન, કાયાના પરિણામથી થયો હોય તે સર્વે અત્યંત નમ્રપણે, તે સર્વે અપરાધોના અત્યંત લય પરિણામરૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે ક્ષમાવું છું; અને તે ક્ષમાવવાને યોગ્ય છું. તમને કોઈપણ પ્રકારે તે અપરાધાદિનો અનુપયોગ હોય તોપણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઈ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ લઘુત્વપણે વિનંતિ છે.

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502