Book Title: Vinayopasana
Author(s): Shrimad Rajchandra Aaradhak Mandal
Publisher: Shrimad Rajchandra Aaradhak Mandal

View full book text
Previous | Next

Page 476
________________ (૪૨૨) વધારે શું કહેવું ? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું ? એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દત્વ આત્મામાં પ્રકાશે છે; પણ કેટલીક નિરુપાયતા છે; ત્યાં કેમ કરવું ? જે દઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે; પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે એને ન જવા દેવું, જ્યાંસુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દૃઢતા છે તેનું કેમ કરવું ? કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ; ત્યારે હવે કેમ કરવું ? : ‘ગમે તેમ હો-ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો,ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ ! છૂટકો નથી.’’ આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી; અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ સિવાય કંઈ નથી જોઈતું; (આય્યચરણ=આર્ય પુરુષોએ કરેલાં આચરણ) તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી. ન ગમ પડયા વિના આગમ અનર્થકારક થઈ પડે છે; સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે; સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી; લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય સ્થિતિ પામવો દુર્લભ છે. એ જ વિજ્ઞાપના. વિ. રાયચંદના યથાયોગ્ય.

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502