________________
11111 66 10 II I II I
પ્રસ્તાવના
પ્રથમાવૃત્તિમાંથી
THAT THAN THU MUAT ANNAT J
અનાદિ કાલથી આ દુનિયારૂપી ભૂલ-ભૂલામણીવાળી ઘોર અટવીમાં ભટકતા પ્રાણીઓને ઉત્તમ પુરુષોનાં ચરિત્ર માર્ગદર્શક થવા સાથે ઉચ્ચ ગતિ પ્રાપ્ત થવામાં પરમ કારણભૂત થાય છે. તેમાં પણ આધુનિક જડવાદી વિજ્ઞાનથી પૂરવેગે ઉન્માર્ગે દો૨વાતા મનુષ્યોને સન્માર્ગે લાવવામાં સંસારથી વિરક્ત બનેલા મહાપુરુષોનાં ચરિત્રરૂપી શિષ્ટ સાહિત્યની અતિશય આવશ્યકતા છે. એ મહાપુરુષો પૈકી આ ચરિત્ર પણ એવા વંદનીય મહાત્માનું છે, કે જેઓ પરમ વૈરાગી, નિર્મલ ચારિત્રપાત્ર, બાલ-બ્રહ્મચારી, આર્હત ધર્મના સત્ય પ્રરૂપક, આગમના ગૂઢ તત્ત્વોના જાણકાર, ગૃહસ્થોને આપેલા સદુપદેશ દ્વારા જૈન પાઠશાળાઓ, જ્ઞાનમંદિરો અને લાઈબ્રેરીઓ સ્થાપન કરાવી જ્ઞાનનો ઉદ્યોત ક૨ના૨, ધર્મથી વિમુખ બનેલા કેટલાય મનુષ્યોને પ્રતિબોધી ધાર્મિક શ્રદ્ધામાં સ્થિર કરનાર અને સંખ્યાબંધ પ્રાચીન તીર્થોનો ઉદ્ધાર કરાવી જૈનશાસનના પરમ પ્રભાવક છે. આવા પરોપકારમય પવિત્ર જીવન ગાળનાર મહાપુરુષનું ચરિત્ર વાંચવાથી, શ્રવણ ક૨વાથી, અને બની શકે તેટલે અંશે પોતાના જીવનમાં ઉતારવાથી જીંદગીનો પલટો થવા સાથે આ ભવ અને પરભવ બન્ને સુધરે છે, એ જ હેતુથી આ મહાપુરુષનું ચરિત્ર પ્રકાશિત કરવું અમોએ ઉચિત ધાર્યું છે. આ ગ્રન્થમાં આચાર્યશ્રી મહારાજ શ્રી વિજયનીતિ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પૂર્વાવસ્થા, તેમને વૈરાગ્ય થવાનાં કારણો, દીક્ષિત થયા પછી તેમણે શું શું શુભ કાર્યો કર્યાં, અને અત્યારે તેમની શું પ્રવૃત્તિ છે ? વગેરે સંપૂર્ણ હકીકત વર્ણવી છે. ચરિત્ર પૂર્ણ થયા બાદ, આચાર્યશ્રી મહારાજે કઇ કઇ સાલમાં ક્યાં ક્યાં ચાતુર્માસ કર્યાં, અને પ્રત્યેક ચાતુર્માસમાં શું શું પુણ્ય-કાર્ય થયાં, તે ચાતુર્માસ-વર્ણન નામના પ્રકરણમાં દર્શાવેલ છે. ત્યાર બાદ આચાર્યશ્રી મહારાજના ગુરુદેવ સ્વર્ગસ્થ અનુયોગાચાર્ય પશ્યાસજી મહારાજ શ્રી ભાવવિજયજી ગણીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય-પ્રશિષ્યાદિનું વર્ણન પટ્ટાવલીરૂપે વર્ણવ્યું છે. ‘ગુરુ તેવા ચેલા' એ ન્યાયે આચાર્યજી મહારાજ