Book Title: Vijay Dharmsuri Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Dhirajlal Tokarshi Shah View full book textPage 3
________________ શ્રી વિજ્યધર્મસૂરિ તજીને માટી ખાણ, કંચન ભૂપ શિર ચડે; તેનાં દીધ પ્રમાણ, ધર્મવિજય તે ધરતીમાં. મોટા મોટા રાજવીઓને મસ્તકે ચડેલા મુગટનું સોનું શરૂઆતમાં માટીમાંથી મળી આવે છે. એ વખતે જેનાર કોઈ જાણી શક્યું નથી કે એમાં અઢળક સેનું છુપાયેલું હશે. પરંતુ જયારે તે માટી ખાણમાંથી બહાર આવે છે અને વિધ વિધ જાતના પ્રયોગોમાંથી પસાર થાય છે ત્યારે એકાએક તેમાંથી જુદું પડી આવે છે અને જેનારાઓ આશ્ચર્યથી મુગ્ધ થઈ જાય છે. પછી તે જગત આખું તેને પ્રાપ્ત કરવા દેવાદેડ કરે છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28