Book Title: Vijay Dharmsuri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 24
________________ ૨૨ શ્રી વિજયધર્મસૂરિ વિદ્વાન ચાર દિવસ સુધી ત્યાં રહ્યા. તેમાં ઘણી વાત થઈ. શ્રી વિજયધર્મસૂરિની કર્તવ્ય પ્રત્યેની આ અડગ વફાદારી તથા તેમનું અગાધ જ્ઞાન અને અજબ પ્રતિભા જોઈ તે વિદ્વાનના મુખમાંથી ઉદગાર સરી પડયા કે “ આ સંસારમાં મેં આમના જેવો કોઈ પ્રતિભાશાળી પુરુષ જોયે નથી.” બીજા પણ અનેક વિદ્વાનોએ તેમના માટે આવાજ શબ્દો ઉચ્ચાર્યા હતા. 1 શ્રી વિધર્મસૂરિજીને એ નિશ્ચય થઇ ચૂક હતો કે આ માંદગી જીવલેણ છે અને પિતે ભાદરવા સુદી ૧૪ના પ્રાતઃકાળમાં દેહ છોડી દેશે. આથી પિતાની પાસેનાં સઘળાં પુસ્તકો વગેરે આગ્રાવાળા દાનવીર શેઠ લક્ષ્મીચંદજીને સુપ્રત કર્યા અને તેના પર કોઈપણ શિષ્યને હક ન રહે તે માટે તેનું એક સાર્વજનિક પુસ્તકાલય બનાવવાની સૂચના કરી. શેઠ લક્ષ્મીચંદજીએ પણ તે માટે એક મકાન બંધાવવાની જાહેરાત કરી. આજે સુરિજીને આ અમૂલ્ય ગ્રંથસંગ્રહ કે.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28