Book Title: Vijay Dharmsuri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી વિજયધર્મસૂરિ શક્યા. પણ આ અરસામાં તેમને જીવનપંથ ઉજાળનાર, તેમને સન્માર્ગે ચડાવનાર ગુરુએ દેહને ત્યાગ કર્યો. આથી શ્રી ધર્મવિજયના મન પર ભારે અસર થઈ. જે કે “વસ્તુ માત્ર વિણસે રે' એ સૂત્ર યાદ કરી તેમણે મનને શાંત કર્યું તે પણ વખતે વખત ગુરુનાં સંસ્મરણે તેમના હૃદયમાં ઉભરાઈ આવવા લાગ્યાં. જેન શ્રમણે ખાસ કારણ અને માસા સિવાય એકજ સ્થળે રહેતા નથી. જુદા જુદા ગામમાં પગપાળાજ મુસાફરી કરે છે. એ રીતે શ્રી ધર્મવિજય પણ હવે ભાવનગર છેડી જુદા જુદા ગામમાં ફરવા લાગ્યા અને તમામ જાતના લેકીને અહિંસા અને સત્યને ઉપદેશ આપી પ્રભુ મહાવીરનું જીવનરહસ્ય સમજાવવા લાગ્યા. રવાર્થ વિનાની પ્રેમભરી મધુર વાણ કોને અસર નથી કરતી ? શ્રી ધર્મવિજયજીએ થોડા સમયમાં કાઠિયાવાડ ગજરાતમાં પિતાના અનેક ભકત ઉત્પન્ન કર્યા. આ વખતમાં તેમણે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ પણ સારી રીતે કરી લીધે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28