Book Title: Vijay Dharmsuri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 13
________________ શ્રી વિજયધર્મસૂરિ - ૧૧ મુંબાઈના બે ભકતો દ્વારા ખરીદવામાં આવી અને શ્રી યશોવિજય જૈન પાઠશાળાનું કામ ત્યાં શરૂ થયું. ધીમે ધીમે આ પાઠશાળા સહુનું ધ્યાન ખેંચવા લાગી અને શ્રી ધર્મ વિજય વધારે અને વધારે ઉત્સાહથી કામ કરવા લાગ્યા. દશ વિદ્યાર્થીની સંખ્યા ધીમે ધીમે ૬૦ ઉપર જઈ પહોંચી. શ્રી ધર્મવિજ્યજીએ આ વખતે બીજી બે પ્રવૃત્તિઓ પણ હાથ ધરી. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પુસ્તકાલય અને શ્રી યશોવિજ્ય જૈન ગ્રંથમાળા. પહેલી પ્રવૃત્તિ પાઠશાળાના લાભ પુરતી હતી જ્યારે બીજી પ્રવૃત્તિ જગતના તમામ સાહિત્યરસિકે માટે હતી. આ ગ્રંથમાળામાં એક પછી એક સાહિત્યની દ્રષ્ટિએ મહામૂલાં પુરતકે તેમના હાથે સંપાદિત થઈ બહાર પડવા લાગ્યા અને વિદ્વાન વર્ગનું તેણે ઘણું ધ્યાન ખેંચ્યું. પરંતુ આ બધી પ્રવૃત્તિઓમાં પણ શ્રી ધર્મ વિજ્ય પિતાના વ્યાખ્યાને ભુલી ગયા ન હતા. એ ભાષણો એમને વધારે ને વધારે લોકપ્રિય બનાવી રહ્યા હતા. તેમની આ ખ્યાતિ ઠેઠ કાશીનરેશના કાન સુધી પહોંચી અને તેમને પણ આ મહાત્માને ઉપદેશ સાંભળળવાનું મન થયું. તેમણે એ માટે શ્રી ધર્મવિજ્યજીને

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28