________________
શ્રી વિજયધર્મસૂરિ અનેક જાતની વિપરીત પરિસ્થિતિમાં પણ ધર્મ વિજ્યજીને નિશ્ચય રજમાત્ર ડગે નહિ. બીજા જ દિવસે નમતા પહોરે પિતાના શિષ્યોને લઈને તે નગરમાં નીકળી પડ્યા અને ચોકમાં ઊભા રહી ભાષણ આપવાને પ્રારંભ કર્યો. લેકે આ નવી જાતના સાધુને જેવા કુતુહલથી એકઠા થયા. શ્રી ધર્મવિજયજીને હિંદી ભાષા પર બહુ સારે કાબુ હેવાથી લોકોને તેમના ભાષણમાં ખૂબ રસ પડયો. તેમના ભાષણની એકંદરે બહુ સારી અસર થઈ. પછી તે હંમેશાં એજ મુજબ નમતા પહેરે તે શહેરમાં નીકળી પડતા અને જુદા જુદા લત્તાઓમાં ઊભા રહીને વ્યાખ્યાને આપતા. આ વ્યાખ્યાનેએ ટૂંક સમયમાં સમસ્ત કાશીમાં તેમની જાહેરાત કરી દીધી અને વિદ્વાનેની મંડળીઓ પણ વ્યાખ્યાનમાં રસ લેવા લાગી.
એક બાજુ જયારે આ વ્યાખ્યાનેનું કામ ચાલુ હતું ત્યારે બીજી બાજુ પાઠશાળાને માટે કઈ સારું મકાન શોધવાનું કામ પણ ચાલુ હતું અને તેમાં થોડા જ વખતમાં સફળતા મળી. નંદસાહુ મહેલ્લામાં અંગ્રેજી કેઠીના નામે ઓળખાતી આખી ઈમારત