Book Title: Vijay Dharmsuri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ શ્રી વિજયધર્મસૂરિ સમયે તેમની વિદ્વતા તથા ચારિત્રથી મુગ્ધ થઈ બનારસ બિહાર બંગાળા તથા બીજા પણ કેટલાક સ્થળના નામાંકિત વિદ્વાનોએ ભેગા મળી કાશીનરેશના અધ્યક્ષપણ નીચે તેમને શાસ્ત્રવિશારદ જૈનાચાર્યની પદવી અર્પણ કરી. વિદ્વાન વર્ગ તરફથી આ જાતનું માન મેળવવું એ જેવું તેવું કામ ન ગણાય ! આ સમયથી તેઓ જૈન સંપ્રદાયના રિવાજ મુજબ શ્રી વિજયધર્મસૂરિના નામથી ઓળખાવા લાગ્યા. : ૪ : ગુજરાત છોડ્યાં તેમને નવ નવ વર્ષનાં વહાણાં વાયાં હતાં. આ નવ વર્ષમાં તે તેમણે જિન ધર્મનું નામ હિંદભરના વિદ્વાનમાં જાણીતું કરી મૂક્યું હતું ને પાઠશાળા દ્વારા વિદ્વાનોની એક સારી સંખ્યા પણ ઊભી કરી હતી. એમની ગ્રંથમાળા અને વેગશાસ્ત્રની ટીકા ઉપરથી પરદેશી વિદ્વાને પણ તેમના તરફ આકર્ષાયા હતા અને અનેક રાજ્યકર્તાઓ પણ તેમની વિદ્રતાથી તેમને માન આપવા લાગ્યા હતા. શ્રી વિજ્ય ધર્મ સુરીશ્વરજીના જીવનના આ નવ વર્ષો બહુજ મહત્ત્વના હતા. આટલું કાર્ય કર્યા પછી તેમને

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28