________________
શ્રી વિધર્મસૂરિ તેમને જણાયું કે વિદ્યાના ક્ષેત્રમાં સંગીન કાર્ય કરવું હોય તો હિંદની પ્રાચીન વિદ્યાપુરી કાશી જ તેને માટે યોગ્ય ક્ષેત્ર છે. ત્યાં ભિન્ન ભિન્ન દશના અનેક અધ્યાપકોના સમાગમમાં આવી શકાય અને વિદ્યાર્થીઓને ઘણી ઉચ્ચ કક્ષા સુધીને અભ્યાસ કરાવી શકાય. પણ આ વિચાર એક જૈન સાધુ માટે ઘણું જ મુશ્કેલ હતું. ગુજરાતમાંથી ૧૨૦૦ -૧૩૦૦ માઇલને પ્રવાસ અનેક જાતની અગવડો વચ્ચે કરવાનો હતો. રાત્રે આહાર કે પાણી લેવાં નહિ, બધે વખત ઉકાળેલું પાણી જ પીવું અને અમુક પ્રકારની જ ભીક્ષા લેવી એ કંઈ જેવું તેવું કહેર જીવનન ગણાય! વળી ઉતરવા માટે ગમે તેવું સ્થાન મળે તેનાથી ચલાવી લેવું પડે! એથી તેમને આ નિશ્ચય જયારે તેમના ભકતોએ જાણ્યું ત્યારે તેમનામાં ખળભળાટ મચી ગયો અને તેમણે હાથ જોડીને વિનંતિ કરી : “ગુરુદેવ ! ગુજરાત છોડી એટલે બધે જવાની શી જરૂર છે? વળી ત્યાં તમારું કોણ છે? માટે આપ આ ભાગમાં જ ફરે એથી અમારા આત્માને આનંદ થશે!” પણ ધર્મ વિજયજીએ એ વિનંતિને અવીકાર કરી જણાવ્યું: “સાધુ પુરુષોએ મુશ્કેલીથી ડરી જઈ અમુક સ્થળે ન જવું તે