Book Title: Vihar Varnan 1 2 3 Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 4
________________ વિહારવન [ ૨૪૧ બધી સામાન્ય વાત થઈ. સાથે એ પણ કહેવું જોઈએ કે, અહીંના લોકો-શ્રાવકોને સાધુ પ્રત્યે અતીવ પ્રેમ છે. સાધુએ માટે તે ખૂબ જ તલસે છે. સાધુઓને જોઈને તેઓ હર્ષ ગદ્ગદ બની જાય છે. તેમને પ્રેમભર્યાં આગ્રહ તરહેાડવા ઘણા જ મુશ્કેલ થઈ પડે છે. અમે તે ધ્યેય ઠેકાણે એવા પ્રેમભર્યાં આગ્રહને તરછેડીને આગળ ચાલ્યા છીએ, કારણ કે અમારે અમારી સ્વેચ્છાએ વિહરવાનું નહાતું. જો આપણા મુનિવને આવાં ક્ષેત્રામાં વિહાર થાય તે! ઘણા જ લાભ થાય. અહીંની પ્રજામાં ઉદારતા ઘણી જ છે. અહીંના લોકો પ્રતિષ્ઠા, જિનમ ંદિર વગેરેમાં દર વર્ષે હજારા હિ પણ લાખે। રૂપિયા ખરચે છે. જો પ્રતિભાસ'પન્ન સાધુપુરુષો તેમને સમયાનુકૂલ જૈન ધર્મની વૃદ્ધિનાં કારણેા સમજાવે તેા જરૂર તેએ પાતાની ખરી ફરજ સમજે અને પેાતાની ઉદારતાના પ્રવાહને તે માર્ગમાં વહાવે એમાં જરાયે શક નથી. મારવાડના જૈનમ દિામાં, ખાસ કરી તીર્થ સ્થાનેમાં જે જાતની ચાખવા, સફાઈ કે ઉજળાશ હાવી જોઈએ એ અમુક સ્થાનેા બાદ કરીએ તે બહુ જ એછા પ્રમાણમાં હાય છે અથવા નથી જ હાતી. એનું મુખ્ય કારણ એ છે કે, એ તીસ્થાનેાના રક્ષણ માટે તેમ જ તેના ઋદ્ધિાર માટે જે આવશ્યક ધન જોઈ એ એ ત્યાં નથી હોતું, તેમ જ તેવી આવક પણ ત્યાં હાતી નથી. કેટલેક ઠેકાણે એમ પણ હાય છે કે, પરાપૂર્વથી ચાલ્યા આવતા વહીવટકર્તાએ પેાતે એ મદિરેાની સંભાળ રાખતા નથી—રાખી શકતા નથી અને પેાતાની સત્તા તૂટી જવાના ભયે એ મદિરા શ્રીસંધને પણ સાંપતા નથી. અહીંના મદિરામાં ક્ષણવાર આંખને સાષવા ખાતર ટાઈલ્સના ( રંગબેરંગી વિલાયતી ઈ ટાના) ઉપયોગ મેટા પ્રમાણમાં કરવામાં આવે છે; તેમ જ હજારો રૂપિયા ખર્ચી કાચના ટુકડાઓનુ` મનમેાક પણ તકલાદી કામ કરાવવામાં આવે છે, જે થાડાં વર્ષોમાં ઊખડીને નાશ પામી જાય છે અને મંદિરની રોાભાને બેડાળ બનાવે છે. હજાર રૂપિયા ખર્ચી મૂર્ખતાને ખરીદનાર આ બુદ્ધિમાને તે (?) કાણુ સમજાવી શકે? દર વર્ષે આવા તકલાદી કામમાં હારા રૂપિયાના દુરુપયેાગ થતા જોઈ જરૂર દુ:ખ થયા વિના રહેતું નથી. અસ્તુ. ઉપલક દષ્ટિએ જોતાં આ બધી મારવાડની જે વાતેા ધ્યાનમાં આવી તે જણાવી છે. ખીવાણુદીમાં મંદિરના પ્રતિષ્ઠામહાત્સવ જોયા. ગૂજરાત કરતાં કાંઈ ખાસ નવીનતા મને તે લાગી નથી. અહી મદિર ઉપર ઈંડુ કે કળશ ચડાવનારની ધણી ઇજ્જત ગણાય છે. એ કરતાંય વધારે ધ્વજ ચડાવનારની કીર્તિ ગણાય છે. અને મંદિરમાં ભગવાનની મૂર્તિ પધરાવનારને તે સૌ કરતાં વધારે યશ ફેલાય છે. આપસમાં લેકે લડતા હોય ત્યારે એ જાતના મહેણા તરીકેના શબ્દો પણ સંભળાવામાં આવે છે. જેમ કે: “ થારે બાપને મિંદરજી ઉપર અડે। તે નહિ ચડાયા વૈ ? ' ઇત્યાદિ. આ રીતે એકબીન્ન એકબીજાને કહે છે એમ સાંભળવામાં આવ્યું છે. ખીવાદીથી વિહાર કરી અમે તખતગઢ ગયા. ત્યાં વિદ્વાન મુનિવર શ્રી કલ્યાણવિજયજી મહારાજનાં દર્શન કર્યાં અને તેમની સાથે ત્રણ દિવસ રહી વિવિધ વાર્તાવિનાદ કરી આનંદ અનુભવ્યો. આગળની હકીકત હવે આવતા પત્રમાં નિવેદન કરીશ. સર્વે મુનિમડળની સેવામાં સાદર વંદના. સેવકા ઉપર કૃપાદિષ્ટ રાખશેા, યાગ્ય સેવા ક્રમાવશે।જી. જ્ઞાનાં. ૩૧ Jain Education International દા. શિશુ પુણ્યવિ.ની ૧૦૦૮ વાર વંદના. [ ‘ પ્રસ્થાન ’, આષાઢ-શ્રાવણ, સં. ૧૯૮૮] For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18