Book Title: Vihar Varnan 1 2 3
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 18
________________ [ રપ : વિહારવન–૩ ધર્મશાળા છે, તેમાં એક પૂજારી અને ચોકિયાત રહે છે. ગામ તદ્દન ભાગી ગયું છે. એક પણ ઘર અહીં નથી. એનાથી દૂર એક માઈલ છેટે એ ગામ ફરીથી વસેલું છે. આપણાં મંદિરો પહાડની વચમાં આવેલાં છે. સ્થાન ઘણું ભયંકર છે. અમારી સાથે સીધી રાજ્યના નાયબ દીવાનની ભલામણથી દરેકે દરેક ઠેકાણે ચોકિયાત હોય છે, એટલે અમે તો નિર્ભયપણે રહીએ છીએ. હવે અબુદગિરિની શીતળતાનો અનુભવ કરી એમાંનાં ભવ્ય મંદિરોનાં દર્શન કરી પાછા અણુદરા મઢાર, પાંથાવાડા અને જેને માટે વૃક૫ સૂત્રના ટીકાકારે “વનાસયાં પૂરાવરથમાનામાં તત્વરાનીયત્રાવિતાયાં ક્ષેત્રમમ ઘાચાર પ્રકીર્યન્ત " એવો ઉલ્લેખ કર્યો છે એવા બનાસ નદીના રેતાળ પ્રદેશનું પુનઃ દર્શન કરતા પાટણ આવીશું. એ જ યોગ્ય સેવા લખશોજી. સર્વ મુનિમંડળને સાદર વંદના. આપને દરેક ઠેકાણે યાત્રામાં યાદ કર્યા છે. શિશુઓ ઉપર કૃપાદૃષ્ટિ રાખશોજી. આબુજી અમારે થોડું જ રહેવાનું હોવાથી હવે કાંઈ ખાસ લખવાનું રહેશે નહિ. અણુાદરા વિશાખ વદિ પ્રથમે દશમી દ. શિશુ પુણ્ય 1008 વાર વંદના સંવત 1988 [ “પ્રસ્થાન, જયેષ્ઠ, સં. 1989) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18